SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ भाषापद परिशिष्ट ઉત્પન્ન થયા એમ કહેવું તે ઉત્પન્નમિશ્રિતા. અહીં દસ સંખ્યા પાંચને બમણા કરવાથી થાય છે, માટે પાંચ સંખ્યાના અંશમાં સત્ય છે અને પાંચ સંખ્યાના અંશમાં અસત્ય છે. “હું આવતી કાલે સો રૂપીયા આપીશએમ પ્રતિજ્ઞા કરીને પચાસ રૂપિયા આપનાર નહિ આપનારની પેઠે સર્વથા મૃષાભાષી કહેવાતો નથી, તેમ સત્યભાષી પણ કહેવાતો નથી, એમ પ્રસ્તુત વસ્તુમાં તેવા પ્રકારના વ્યવહારને અનુસરીને તેની અનુપત્તિ નથી. હવે લક્ષણના કથન પૂર્વક અસત્યામૃષા ભાષાના ભેદો કહે છે-જે સત્ય, અસત્ય અને મિશ્ર એ ભાષાથી વિલક્ષણ હોય અને આરાધન અને વિરાધનના ઉપયોગવાળી ન હોય તે અસત્યામૃષા ભાષા કહેવાય છે. તેના બાર ભેદ છે-૧ આમત્રણી, ૨ આજ્ઞાપની, ૩ યાચની, ૪ પૃચ્છની, ૫ પ્રજ્ઞાપની, ૬ પ્રત્યાખ્યાની, ૭ ઇચ્છાનુલોમા, ૮ અનભિગૃહીતા, ૯ અભિગૃહીતા, ૧૦ સંશયકરણી, ૧૧ વ્યાકૃતા, ૧૨ અવ્યાકૃતા. હવે તે ભેદોને અનુક્રમે જણાવે છે.-જે સંબોધન પદો વડે યુક્ત હોય અને જેને સાંભળી શ્રોતા શ્રવણને અભિમુખ થાય તે (૧) આમત્રણી, આ અસત્યામૃષા ભાષા હોવામાં હેતુ તે સત્યાદિ ત્રણ ભાષાથી વિલક્ષણ છે અને આરાધકભાવ અને વિરાધાભાવથી રહિત છે. આજ્ઞાવચન વડે યુક્ત (૨) આશાપની ભાષા કહેવાય છે. અને તે પૂર્વે કહેલી સ્ત્રીઆશાપની વગેરે સત્યાદિ ભાષાથી કરવા, અને નહિ કરવાનો નિયમ નહિ હોવાથી અને દુષ્ટ વિવલાપૂર્વક નહિ હોવાથી ભિન્ન છે. કરવાનો નિયમ હોય તો એટલે આજ્ઞા કરાયેલ શિષ્યાદિ તે પ્રમાણે કાર્ય કરે તો સત્ય, તે પ્રમાણે કાર્ય ન કરે તો મૃષા, માટે કરવા અને નહિ કરવાનો નિયમ નહિ હોવાથી સત્ય અને અસત્યથી ભિન્ન છે. અને દુષ્ટ વિવલાપૂર્વક નહિ હોવાથી મૃષાથી ભિન્ન છે. સત્યાસત્યનો નિષેધ તેનો અહીં પ્રસંગ નહિ હોવાથી કર્યો નથી. અહીં પ્રશ્ન કરે છે કે આજ્ઞાના વિષયમાં આજ્ઞા આપનારનું સત્યવાદીપણું કેમ ન હોય? કારણ કે શ્રોતાની પ્રવૃત્તિ ન થવી તે બીજા નિમિત્તાદિને અધીન છે એમ ન કહેવું, આજ્ઞા કરનાર ગુવાદિ શિષ્યના અભિપ્રાયને જાણ્યા સિવાય આજ્ઞા કરે અને તેથી શિષ્યની પ્રવૃત્તિ ન થાય તો તે પરમાર્થથી અસત્ય છે, કારણ કે આજ્ઞા કરવા યોગ્ય શિષ્યની પ્રવૃત્તિનો નિર્ણય નહિ કરવામાં તેમનામાં ભાવભાષાના નિયામક સમ્યગુ ઉપયોગનો નિર્વાહ થતો નથી. ઇચ્છિત પદાર્થની યાચના કરવામાં તત્પર વચન તે (૩) યાચની ભાષા કહેવાય છે. જેમકે સાધુ યાચના કરે કે “મને ભિક્ષા આપો'. જેમ અવિનીતાદિને વિષે આજ્ઞાપની અસત્ય છે તેમ નિયમ બહારના વિષયમાં યાચની ભાષા પણ અસત્ય છે. અહીં પ્રશ્ન કરે છે કે રાગાદિના અભાવ વડે કોઈને કંઈ પણ નહિ આપતા તીર્થકરના પ્રતિ માસાહિતા" સમાવિમુત્તમ લિંતુ' એ યાચની ભાષા યાચનાનો વિષય નહિ હોવાથી અસત્યામૃષા કેમ કહેવાય એમ ન કહેવું. કારણ કે તે યાચની ભાષા ભક્તિપ્રયુક્ત છે, તેથી યાચનાનો વિષય નહિ હોવા છતાં પણ અસત્યામૃષારૂપ ગુણ વડે અને નિશ્ચયથી સત્યની કોટીમાં પ્રવેશ કરવા રૂપ ગુણ વડે સહિત છે માટે નિર્દોષ છે. એ સંબધે કહ્યું છે-“ભક્તિ વડે કહેલી ભાષા અસત્યામૃષારૂપ છે, પરંતુ રાગદ્વેષરહિત તીર્થકરો સમાધિ અને બોધિ આપતા નથી.” વાસ્તવિક રીતે જિનમાં દાતાપણું છે, એ સંબધે કહ્યું છે કે-“તેઓને જે અપવા યોગ્ય છે તે બધા જિનવરોએ આપ્યું છે અને તે દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ છે” પ્રાર્થિત વસ્તુના ઉપાયની પ્રાપ્તિ છતાં તેને નહિ કરવામાં પરમાર્થની પ્રાર્થના મૃષા છે. જે વિષયની જિજ્ઞાસા થઈ હોય તે સંબન્ધી તેના જાણનારને પૂછવું તે (૪) પૃચ્છની ભાષા કહેવાય છે. નિરુત્તર કરવા માટે ભગવતી સૂત્રમાં સોમિલે ભગવંત મહાવીરને પ્રશ્ન કર્યા હતા કે “આપ એક છો કે બે છો?” ઈત્યાદિ પૃચ્છની ભાષા નથી. પરન્ત “હે ભગવન્! જીવો કેટલા પ્રકારના છે? ઇત્યાદિ પૃચ્છની ભાષા છે. વિનીત શિષ્યાદિને વિધિવાદ-કર્તવ્યને ઉપદેશ કરવો તે પ્રજ્ઞાપની, ઉપલક્ષણથી “હિંસાદિમાં પ્રવૃત્ત થયેલ જીવ દુઃખી થાય છે' ઇત્યાદિ નિષેધનો ઉપદેશ કરવો તે પણ (૫) પ્રજ્ઞાપની ભાષા જાણવી. આજ્ઞાપનીમાં આજ્ઞા પ્રમાણે નહિ કરવામાં અત્યંત અનિષ્ટના ભવદ્વારા પ્રેરણા છે અને પ્રજ્ઞાપની ઇષ્ટ સાધનતાના 492
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy