________________
श्री प्रज्ञापना सूत्र भाग १
भाषापद परिशिष्ट ખ્યાલ હોય છે કે આ મારે કહેવાનું છે, ત્યાર પછી તે બોલતો બીજાને પોતાનો અભિપ્રાય જણાવે છે, એ રીતે ભાષાનું પ્રયોજન છે કે પોતાને અને બીજાને બોધ કરવો. અહીં કોઇ શંકા કરે કે અગ્નિનો ઉપયોગ ભાવાગ્નિ કહેવાય છે તેમ ભાષાનો ઉપયોગ ભાવભાષા કહેવાય, પણ ઉપયોગના વિષયભૂત ભાષા ભાવભાષા ન કહેવાય, તે અયુક્ત છે. ‘ભાવરૂપ ભાષા એ ભાવભાષા’ એ ભંગી વડે ઉપર કહેલો અર્થ ઘટતો નથી પણ ભાવવડે ભાષા તે ભાવભાષા-એ રીતે પ્રકૃત અર્થની ઉપપત્તિ થાય છે.
અહીં કોઇ શંકા કરે કે ભાષા અર્થનો નિર્ણય કરનારી નથી, કારણ કે શબ્દ અને અર્થનો તાદામ્ય કે તપત્તિ સંબન્ધ નહિ હોવાથી સંબન્ધના અભાવથી પ્રતિનિયત અર્થનો બોધ નહિ થાય, તેથી એમ ન જાણવું કે શબ્દોની અનુત્પત્તિનો પ્રસંગ થશે. અર્થના બાંધકપણાનો વિચાર કરી શબ્દનો ઉચ્ચાર કરે છે. કારણ વિકલ્પથી જ શબ્દોની ઉત્પત્તિ થાય છે. શબ્દો પણ વિકલ્પના ઉત્પન્ન કરવા વડે ચરિતાર્થ થાય છે. માટે વિકલ્પ અને શબ્દોનો પરસ્પર કાર્યકા૨ણભાવ છે, તે શંકાના સમાધાનમાં કહે છે–
ભાષા અવધારણી–અર્થનો નિશ્ચય કરનારી છે, કારણ કે પદ અને પદાર્થનો સંકેતરૂપ સંબન્ધ હોવાથી ‘આ શ્રુતસાંભળવાથી જાણ્યું છે' એવો વ્યવહાર થાય છે. જેમ ‘અનુમિનોનિ' હું અનુમાન કરું છું એ બુદ્ધિ વડે અનુમિતિરૂપ પ્રભાવિશેષની સિદ્ધિ થવાથી અનુમાન પ્રમાણસિદ્ધ થાય છે તેમ ‘ શાત્ પ્રત્યેમિ' શબ્દથી જાણું છું–એ બુદ્ધિ વડે પ્રમાવિશેષની સિદ્ધિ થવાથી શબ્દપ્રમાણ સિદ્ધ થાય છે. અહીં કોઇ કહે છે કે શબ્દથી અર્થની પ્રતીતિ અનુમાનથી થાય છે, તેનો ઉત્તર એ છે કે અનુમિતિમાં વ્યાપ્તિ જ્ઞાન વગેરે કા૨ણ છે અને તે સિવાય પણ શબ્દથી જલદી અર્થની પ્રતીતિ થાય છે માટે તે અનુમાન પ્રમાણ રૂપ નથી. તેથી ભાષા અવધારણી–અર્થનો બોધ કરનારી છે.
હવે ભાવભાષાના ભેદો કહે છે–દ્રવ્યને આશ્રયી, શ્રુતને આશ્રયી અને ચારિત્રને આશ્રયી ભાવભાષાના ત્રણ પ્રકાર છે. દ્રવ્યને આશ્રયી ભાવભાષા ચાર પ્રકારની છૈ–૧ સત્ય, ૨ અસત્ય, ૩ મિશ્ર–સત્યાસત્ય, અને ૪ અસત્યામૃષા. તે ચાર પ્રકારના ભાષાનો બે ભેદમાં સમાવેશ કરે છે. પ્રથમ સત્ય અને અસત્ય એ બે પ્રકારની ભાષા પર્યાપ્તા અને પછીના બે પ્રકારની ભાષા અપર્યાપ્તા છે. તેમાં જે સત્ય કે અસત્યરૂપે અવધારણ કરી શકાય તે પર્યાપ્તા અને અવધારણ ન કરી શકાય તે અપર્યાપ્તા.
હવે પૂર્વે કહેલા ભાષાના ભેદોનું નિશ્ચય અને વ્યવહાર વડે વિવેચન કરે છે–વ્યવહારનયથી ભાષા ચાર પ્રકારની શાસ્ત્રમાં કહેલી છે. અને નિશ્ચયનયની અપેક્ષાએ સત્ય અને મૃષા એ બે પ્રકારની ભાષા છે. તેમાં વસ્તુતત્ત્વને સ્થાપન કરવાની બુદ્ધિથી જિનપ્રણીત સિદ્ધાન્તને અનુસરીને બોલાય, જેમકે આત્મા સત્ અને અસત્સ્વરૂપ છે તે સત્ય ભાષા કહેવાય છે, કારણ કે આરાધકભાવ છે. જે સિદ્ધાન્તથી વિરુદ્ધ બોલાય તે અસત્ય, કારણ કે વિરાધકભાવ છે. ધવાદિ વૃક્ષનો સમૂહ છતાં અશોક ઘણાં હોવાથી ‘આ અશોકવન છે' એમ કહેવાય તે મિશ્રભાષા. જે વસ્તુમાત્રના પર્યાલોચન કરવામાં તત્પર ‘હે દેવદત્ત ઘટ લાવ' ઇત્યાદિ તે આરાધકભાવ અને વિરાધકભાવ રહિત હોવાથી અસત્યામૃષાભાષા છે. અહીં પરિભાષા જ શરણ છે. પરિભાષા એટલે વ્યવહાર. અહીં અસત્યામૃષા ભાષામાં તાત્પર્યનો બાધ થતો હોય તો તેનો અસત્ય ભાષામાંજ સમાવેશ થાય છે. તાત્પર્યનો બાધ ન થતો હોય તો તે સત્યભાષા છે. અહીં વૃક્ષના સમૂહરૂપ વનમાં અશોકના અભેદના તાત્પર્યનો બાધ થવાથી મૃષાપણું સ્પષ્ટ છે. જ્યારે અશોકપ્રધાન વન એ વિવક્ષાથી પ્રયોગ હોય ત્યારે શ્રમણસંધની પેઠે વ્યવહારસત્ય પણ કહેવામાં વાંધો નથી એમ જણાય છે. અસત્યાકૃષા ભાષા પણ કોઇને છેતરવાની બુદ્ધિપૂર્વક હોય તો તેનો અસત્યમાં અને તે સિવાય સત્યમાં સમાવેશ થાય છે. જેથી નિશ્ચયનય વડે છેલ્લી બે ભાષાનો પૂર્વની બે ભાષામાં સમાવેશ કર્યો, અને એથીજ આજ્ઞાપની ભાષાને અસત્યાકૃષાના ભેદમાં ગણેલી છે છતાં જાતિ વડે–સામાન્ય વડે કે સામાન્ય રહિત ભાષા પ્રજ્ઞાપના સૂત્રમાં તત્ત્વાર્થદર્શી શ્યામાચાર્યે પ્રજ્ઞાપની ભાષા કહેલી છે—‘અહ મંતે! ગાતીતિ સ્થિઞાળમળી, ગાતીતિ પુમઞાળમળી, નાતીતિ નપુંસાઞળમળી પળવળી ાં ક્ષા? ા સા માસા મોસા? દંતા ગોયમા!' ઇત્યાદિ. જો કે જેને આજ્ઞા કરે
૧. હે ભગવન્! જાતિ વડે સ્ત્રીને આજ્ઞા કરનાર, જાતિ વડે પુરુષને આજ્ઞા ક૨ના૨ અને જાતિ વડે નપુંસકને આજ્ઞા કરનાર ભાષા પ્રજ્ઞાપની કહેવાય? એ ભાષા મૃષા નથી? હા ગૌતમ! આ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી.
398