________________
भाषापद परिशिष्ट
श्री प्रज्ञापना सूत्र भाग १ અવગાહના–એક એક ભાષાદ્રવ્યના આધારભૂત અસંખ્યાતા પ્રદેશરૂપ ક્ષેત્રનો વિભાગ, તેની વર્ગણા–સમુદાય તે અવગાહના વર્ગણા કહેવાય છે અને ભેદાયેલાં ભાષાદ્રવ્યો સંખ્યાતા યોજન સુધી જઇને વિલય પામે છે–શબ્દ પરિણામનો ત્યાગ કરે છે. હવે જે ભાષાદ્રવ્યો ભેદાય છે તે ભેદ પાંચ પ્રકારનો છે–૧ ખંડભેદ, ૨ પ્રતરભેદ, ૩ ચૂર્ણિકાભેદ, ૪ અનુતટિકાભેદ અને ૫ ઉત્કરિકાભેદ. લોઢા, જસત, ત્રાંબુ, સીસું વગેરે દ્રવ્યોનો ખંડ–કકડા રૂપે ભેદ થાય તે ખંડભેદ. વાંસ, નેતર, બરુ, કેળ, અબરખ વગેરેનો પ્રતર–પડારૂપે ભેદ થાય તે પ્રતરભેદ, પીપર વગેરેનો ચૂર્ણરૂપે ભેદ થાય તે ચૂર્ણિકાભેદ. દ્રહ, તળાવ, વાવ વગેરેનો (તટ–કિનારાના ભેદ વડે કિનારાનું તુટવાપણું) ભેદ થાય છે તે અનુતટિકાભેદ. એ સંબન્ધ તત્ત્વાર્થટીકામાં આ પ્રમાણે છે—“અનુતટમેવસ્તુ વંશેષુષ્ટિત્વનુત્પાદનમ્” વાંસ, શેરડી, વગેરેની ઉપરની છાલ ઉખેડવારૂપ ભેદ તે અનુતટભેદ કહેવાય છે. એરંડબીજાદિનો શિંગ વગેરેના ફુટવા વડે ભેદ થાય તે ઉત્કરિકાભેદ. અહીં ભેદ પામતા ભાષાદ્રવ્યોનો નાશ થાય છે, કારણ કે અવયવનો વિભાગ થવાથી દ્રવ્યના અસમવાયી કારણરૂપ અવયવના સંયોગનો નાશ થાય છે એમ ન સમજવું. કેમકે ઘટમાં છિદ્ર પર્યાયની પેઠે ભાષાદ્રવ્યોનો ભેદપર્યાય ઉત્પન્ન થાય છે તો પણ અન્ય દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી. વિશિષ્ટ ઉત્પત્તિમાં વિશિષ્ટ ધ્વંસ કારણ હોવાથી તે અવિશિષ્ટ–સામાન્યરૂપે અવસ્થિતિનો વિરોધી નથી. જો એમ ન હોય તો દ્વિતીયાદિ સમયમાં રહેલા ઘટની દ્વિતીયાદિ સમયમાં વિશિષ્ટ ઉત્પત્તિ થાય છે, તો પણ ઘટના નાશનો વ્યવહાર થતો નથી. છિદ્રઘટ તે ઘટથી ભિન્નજ ઉત્પન્ન થાય છે એમ ન કહેવું. કારણ કે ત્યાં દંડાદિનો વ્યાપાર નહિ હોવાથી તેની ઉત્પત્તિ આકસ્મિક થશે. કોઇ એમ કહે કે દંડાદિ ઘવિશેષમાં કારણ છે, પણ અહીં છિદ્રઘટાદિની ઉત્પત્તિમાં કારણ નથી, આ કલ્પના અપૂર્વ છે, તો પણ ઘટમાં છિદ્ર ઉત્પન્ન થયું છે, ઘટ વિનષ્ટ થયો નથી એ વ્યવહારનું શી રીતે ઉ૫પાદન કરવું? વાસ્તવિક રીતે સંયોગનો નાશ દ્રવ્યોનો નાશક નથી, પણ આવશ્યક હોવાથી ભેદજ નાશક છે અને ભેદ પણ ભેદરૂપે હેતુ નથી પણ ભેદવિશેષરૂપે કા૨ણ છે. તેથી મન્દ પ્રયત્ન વડે ઉચ્ચારેલા ભાષાદ્રવ્યનો ગતિવિશેષથી થતો ભેદ તેના નાશનું કારણ છે, પણ ગ્રહણ અને નિસર્ગ–છોડવાના પ્રયત્ન વડે થયેલો ભેદ ધ્વંસનું કારણ થતો નથી. માટે સૂત્રમાં કહેલું છે તે યુક્ત છે. નિસૃષ્ટ-છોડેલા-તાલુ વગેરે સ્થાનના પ્રયત્ન પૂર્વક ઉચ્ચારેલા દ્રવ્યો વડે વાસનાને યોગ્ય દ્રવ્યોનો પરાઘાત–વાસના થાય છે, તેથી વિશ્રેણિમાં કેવળ વાસિત દ્રવ્યો હોય છે, કારણ કે છોડેલા ભાષાદ્રવ્યો સૂક્ષ્મ હોવાથી શ્રેણિના અનુસારે ગમન કરે છે. કેમકે જીવ અને સૂક્ષ્મ પુદ્ગલોની ગતિ શ્રેણિને અનુસારે હોય છે. અને ભાષક–વક્તાની દિશાની સમશ્રેણિમાં રહેલાં નિસૃષ્ટ-છોડેલાં અને વાસિત–એમ મિશ્ર દ્રવ્યો હોય છે. અહીં દ્રવ્યના પ્રાધાન્ય અને ગ્રહણાદિરૂપ ક્રિયાના અને ભાષાના પરિણામરૂપ ભાવના અપ્રાધાન્યની વિવક્ષા કરીને તેનો દ્રવ્યભાષારૂપે વ્યવહાર થાય છે. અર્થાત્ આ ત્રણે પ્રકારની ભાષા દ્રવ્યના યોગની વિવક્ષા કરેલી હોવાથી દ્રવ્યભાષા કહેવાય છે. જો એમ ન માનવામાં આવે તો “હિં સમË માસ માસં" ‘બે સમયે ભાષા બોલે છે’ એ વચનની સાથે વચનયોગજન્ય ભાષા અને ‘ભાષ્યમાણા’–બોલતો હોય ત્યારે ભાષા કહેવાય–એ વચનનો વિરોધ થશે, કારણ કે પ્રથમ સમયે ભાષાદ્રવ્યો ગ્રહણ કરી બીજા સમયે ભાષાપણે પરિણમાવી છોડે છે–એ રીતે નિસર્ગના અભિપ્રાયથી સંગત થાય છે. પરન્તુ પૂર્વે કહ્યા પ્રમાણે માનવામાં આવે તો છોડવાના સમયેજ ભાવભાષા કહેવાય અને ગ્રહણ સમયે દ્રવ્યભાષા કહેવાય, પણ નિસર્ગાદિ સમયે દ્રવ્યભાષા નહિ કહેવાય એ માટે ઉપર કહેલી વિવક્ષા આદરણીય છે. એ પ્રમાણે ‘વચનયોગથી ઉત્પન્ન થયેલી ભાષા હોય છે' એ પણ વચન છોડવાના સમયે ભાવભાષા ન માનો તો વિરુદ્ધ થાય છે. છોડવાને અનુકૂલ કાયસંરંભ–શરીરનો પ્રયત્ન તે વચનયોગ અથવા કાયયોગ વડે ગ્રહણ કરેલા ભાષાદ્રવ્યના સમૂહસહિત જીવનો વ્યાપાર વચનયોગ કહેવાય છે. અને બન્ને પ્રકારે તેનાથી ઉત્પન્ન થયેલી ભાવભાષા કહેવાય છે. એ પ્રમાણે ‘ભાષ્યમાણા' બોલાતી હોય તે ભાષા એ ભગવન્તનું વચન પણ વિરુદ્ધ થાય છે. અહીં ભાવ ભાષા જ વિધેય છે, જો એમ ન હોય તો તેની પૂર્વે અને પછી ભાષા કહેવાતી નથી એ અવધારણ ઘટી શકશે નહિ. હવે ભાવભાષા સંબન્ધ કહે છે—અહીં ઉપયોગવાળાની ભાષા ભાવભાષા કહેવાય છે. કારણ કે ઉપયોગ ભાવ છે અને અનુપયોગ દ્રવ્ય છે. જે અભિપ્રાયથી ભાષા ઉત્પન્ન થાય તે ભાવભાષા. જે બોલવાને ઇચ્છે છે તે પહેલાંજ તેને પોતાને એવો
397