________________
श्री प्रज्ञापना सूत्र भाग १
भाषापद परिशिष्ट
ન્યૂન પ્રદેશવાળાં ગ્રહણ કરતો નથી, કારણ કે તે સ્વભાવથીજ ગ્રહણને અયોગ્ય છે. ક્ષેત્રથી અસંખ્યાતા પ્રદેશાવગાઢજ દ્રવ્યો ગ્રહણ કરે છે, કારણ કે એક પ્રદેશાદિમાં અવગાઢ–૨હેલાં દ્રવ્યો ગ્રહણને અયોગ્ય છે. કાળથી એક સમયની સ્થિતિવાળાં યાવત્ અસંખ્ય સમયની સ્થિતિવાળાં ગ્રહણ કરે છે, કારણ કે પુદ્ગલોની અસંખ્યાત કાળ સુધી પણ સ્થિતિનો સંભવ છે. “નિરેદ્ ગહનેળ ર્લ્સ સમરું, કોમેનું અસંવેન્દ્ર ાત". નિરંજ-નિષ્કપ પુદ્ગલ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી રહે છે—એવું ભવગતીસૂત્રનું કથન છે. ભાષા દ્રવ્યોની એક સમયની સ્થિતિ ગ્રહણ કર્યા પછી છોડતાં એક ગ્રહણ સમય પર્યન્ત રહેવાથી જાણવી. ‘એક પ્રયત્ન વડે ગ્રહણ કરેલાં દ્રવ્યોના આદિ ભાષાપરિણામની સ્થિતિમાં ફેરફાર થવાથી એક સમયની સ્થિતિવાળાં દ્રવ્યો છે.’ એમ અન્ય આચાર્ય કહે છે. ભાવથી વર્ણવાળાં યાવત્ સ્પર્શવાળાં પણ ગ્રહણ કરે છે. વર્ણ, ગન્ધ અને રસની સંખ્યાને આશ્રયી સમુદાયની વિવક્ષામાં અવશ્ય પાંચ વર્ણ, બે ગન્ધ અને પાંચ રસવાળાં ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરવા યોગ્ય પ્રત્યેક દ્રવ્યને આશ્રયી એક, કે બે ઇત્યાદિ વર્ણ, ગન્ધ અને રસવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે એ વિચારવું. કાળા વગે૨ે પણ એક ગુણ કાળા વગેરેથી માંડી અનન્તગુણ કાળા વગે૨ે દ્રવ્યો જાણવા. સ્પર્શની સંખ્યાને આશ્રયી પ્રત્યેક ગ્રહણ યોગ્ય દ્રવ્યોની અપેક્ષાએ કેટલાએક બે સ્પર્શવાળાં હોય છે. પરન્તુ એક સ્પર્શવાળાં હોતાં નથી, કારણ કે એક પરમાણુમાં પણ બે સ્પર્શ હોય છે. અને તે બે સ્પર્શ મૃદુ અને શીત તથા મૃદુ અને ઉષ્ણરૂપ જાણવા. કેટલા એક ત્રણ સ્પર્શવાળા પણ હોય છે, કેટલા એક મૃદુ અને શીત સ્પર્શવાળાં તથા કેટલા એક મૃદુ અને સ્નિગ્ધ સ્પર્શવાળાં ઇત્યાદિ દિશા વડે મૃદુ સ્પર્શના અવયવોને બીજા સ્પર્શોનો યોગ હોય તો પણ સમુદાયને આશ્રયી ત્રણ સ્પર્શ જાણવા. કેટલાએક ચાર સ્પર્શવાળાં પણ હોય છે. એટલે સમુદાયને આશ્રયી ચાર સ્પર્શવાળા જ હોય છે. તેમાં ચાર સ્પર્શોમાં મૃદુ અને લઘુ રૂપ બે સ્પર્શ અવસ્થિત હોય છે અન બીજા સ્નિગ્ધ અને ઉષ્ણ, સ્નિગ્ધ અને શીત, રૂક્ષ અને ઉષ્ણ તથા રૂક્ષ અને શીત સ્પર્શ હોય છે. તેમાં અવસ્થિત સ્પર્શ નિયત હોવાથી તેની ગણના કરી નથી અને વૈકલ્પિક સ્પર્શની અપેક્ષાએ ચાર સ્પર્શવાળાનો નિર્દેશ છે—એવો સંપ્રદાય (પરંપરા) છે. આ સંબન્ધે પ્રશ્ન ન કરવો, કારણ કે સૂત્રની ગતિ વિચિત્ર છે.
ઊપર કહેલા સ્વરૂપવાળા ભાષા દ્રવ્યો સ્પષ્ટ-આત્મ પ્રદેશો સાથે રહેલા હોય તેને ગ્રહણ કરે છે, પણ અસ્પૃષ્ટને ગ્રહણ કરતો નથી. સ્પષ્ટ છતાં પણ અવગાઢ–આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલા હોય તેને ગ્રહણ કરે છે, પરન્તુ આત્મપ્રદેશો વડે સ્પર્શ કરાયેલા, પણ આત્મપ્રદેશના અવગાહ ક્ષેત્રથી બહા૨ ૨હેલાં ગ્રહણ કરતો નથી. તેમાં પણ અનન્તરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, પણ પરંપરાવગાઢને ગ્રહણ કરતો નથી. એટલે જે આત્મપ્રદેશોમાં જે ભાષા દ્રવ્યો રહેલા છે તે આત્મપ્રદેશો વડે તેજ દ્રવ્યોને ગ્રહણ કરે છે, પરન્તુ એક, બે, ત્રણ આત્મપ્રદેશો વડે વ્યવહિત ભાષા દ્રવ્યોને ગ્રહણ કરતો નથી. તે પણ ભાષાને યોગ્ય સ્કન્ધોમાં પરસ્પર થોડા પ્રદેશોની અપેક્ષાએ અણુ અને વધારે પ્રદેશોની અપેક્ષાએ બાદર સ્કન્ધો ગ્રહણ કરે છે, પરન્તુ બીજા ભાષાને અયોગ્ય સ્કન્ધોને ગ્રહણ કરતો નથી. તે પણ જીવના જેટલા ક્ષેત્રમાં ગ્રહણ યોગ્ય ભાષા દ્રવ્યો રહેલા છે તેમાં ઊર્ધ્વ દિશા, અધોદિશા અને તિર્યગ્દિશાએ રહેલાં ગ્રહણ કરે છે, તે પણ ભાષાના દ્રવ્યને ગ્રહણ કરવાને યોગ્ય અન્તર્મુહૂર્તના કાળની આદિમાં મધ્યમાં અને અન્તમાં પણ ગ્રહણ કરે છે. તે પણ સ્વવિષય-સ્પષ્ટાદિ દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ અવિષયરૂપ અસ્પૃષ્ટાદિ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. તે પણ આનુપૂર્વી–ગ્રહણની અપેક્ષાએ નજીક હોય જેમ જેમ તે ગ્રહણ કરે છે, પણ તેથી ભિન્ન દ્રવ્યો ગ્રહણ કરતો નથી. અને તે અવશ્ય છ એ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે, કારણ કે વક્તા અવશ્ય ત્રસ નાડીમાં રહેવાથી તેને છ દિશાથી આવેલાં પુદ્ગલોના ગ્રહણનો સંભવ છે.
તેમાં કોઇ તીવ્ર પ્રયત્નવાળો વક્તા ગ્રહણ કરવાના અને છોડવાના પ્રયત્ન વડે ભેદાયેલાં–ખંડશઃ કરાયેલાં ભાષાદ્રવ્યો છોડે છે અને કોઇ મન્દ પ્રયત્નવાળો વક્તા તેવા પ્રકારનાં નહિ ભેદાયેલા સ્થૂલ ભાષા ખંડોને છોડે છે. તેમાં ભેદાયલા ભાષાદ્રવ્યો સૂક્ષ્મ અને ઘણાં હોવાથી અને અન્ય દ્રવ્યને વાસિત કરતા હોવાથી અનન્તગુણબુદ્ધિ પામતાં છ એ દિશામાં લોકાન્તને વ્યાપ્ત કરે છે અને તે અભિન્ન નહિ ભેદાયેલા ભાષા દ્રવ્યો અસંખ્યાતી અવગાહનાવર્ગણા સુધી જઇને ભેદાય છે.
396