________________
श्री प्रज्ञापना सूत्र भाग १
एक्कारसमं भासापयं भासादव्वगहणाइ परूवणं અને બાદર–ઘણા પ્રદેશવાળા પણ ગ્રહણ કરે છે. અહીં અણુપણું અને બાદરપણું ભાષાને યોગ્ય તે સ્કન્ધોના થોડા પ્રદેશ અને ઘણા પ્રદેશની અપેક્ષાએ સમજવું. કારણ કે મૂળ ટીકાકારે તેવા પ્રકારની વ્યાખ્યા કરી છે.
જે અણુદ્રવ્યોને પણ ગ્રહણ કરે છે તે ઊર્ધ્વ દિશાના, અધો દિશાના અને તિર્યક્ દિશાના જાણવા. અહીં જેટલા ક્ષેત્રમાં જીવને ગ્રહણ યોગ્ય ભાષા દ્રવ્યો રહેલાં છે, તેટલા જ ક્ષેત્રમાં ઊર્ધ્વપણું, અધોપણું અને તિર્યક્પણું સમજવું. ‘નારૂં મંતે! ૩Éપિ શેહ ્' ઇત્યાદિ. જે ભાષાદ્રવ્યોનો ગ્રહણયોગ્ય ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળ છે, તેને તે કાળની આદિમાં–પ્રથમ સમયે પણ ગ્રહણ કરે છે, મધ્યે–બીજા વગે૨ે સમયોમાં પણ ગ્રહણ કરે છે અને છેલ્લે સમયે પણ ગ્રહણ કરે છે. ‘ગાડું મંતે! આપિ 'ગેન્દફ' ઇત્યાદિ, જે આદિમાં, મધ્યમાં અને અન્તમાં જે દ્રવ્યોને ગ્રહણ કરે છે તે સ્વવિષય–પૃષ્ટ, અવગાઢ અને અનન્તરાવગાઢરૂપ દ્રવ્યોને ગ્રહણ કરે છે, પરંતુ અવિષય–પૃષ્ટાદિ સિવાયના બીજા દ્રવ્યોને ગ્રહણ કરતો નથી. ‘નારૂં ભંતે! સવિસર્ જોöફ' ઇત્યાદિ. જે સ્વવિષયભૂત દ્રવ્યોને ગ્રહણ કરે છે તે આનુપૂર્વી વડે–દ્રવ્ય ગ્રહણની અપેક્ષાએ જેમ જેમ નજીક હોય તે ક્રમવડે ગ્રહણ કરે છે, પણ તેથી વિપરીત ક્રમથી ગ્રહણ કરતો નથી.
‘નારૂં મંતે! આાળુપુત્ત્રિ ચેન્નુરૂ' ઇત્યાદિ. હે ભગવન્! જે આનુપૂર્વીથી ગ્રહણ કરે છે તે ત્રણ દિશાથી આવેલાં દ્રવ્યો ગ્રહણ કરે છે, એમ ચાર દિશાથી આવેલાં, પાંચ દિશાથી આવેલાં કે છ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે? એમ ગૌતમ સ્વામીએ પ્રશ્નકર્યો એટલે ભગવાન્ કહે છે–‘હે ગૌતમ! અવશ્ય છ દિશાથી આવેલાં દ્રવ્યો ગ્રહણ કરે છે, કારણ કે ભાષક–બોલનાર અવશ્ય ત્રસ નાડીમાં હોય છે, અને તે સિવાય બીજે ત્રસ કાયનો સંભવ નથી અને ત્રસ નાડીમાં રહેલાને અવશ્ય છ દિશાઓથી આવેલા પુદ્ગલનો સંભવ છે. એ પૂર્વોક્ત અર્થ સંબન્ધે સંગ્રહણી ગાથા કહે છે—‘પુટ્ટોના અનંતર' ઇત્યાદિ. પ્રથમ સૃષ્ટ સંબન્ધી સૂત્ર, ત્યારપછી અવગાઢસૂત્ર, ત્યારપછી અનન્તરાવગાઢસૂત્ર, તે પછી અણુ અને બાદર સંબન્ધી સૂત્ર, ત્યારબાદ ઊર્ધ્વ, અધો, તિર્થંગ દિશા સંબન્ધી સૂત્ર, ત્યારપછી ‘આર્ફે’ આદિ મધ્ય અને અવસાનસૂત્ર, ત્યારપછી વિષયસૂત્ર, ત્યારબાદ આનુપૂર્વીસૂત્ર અને ત્યારપછી ‘નિયમાત્’ અવશ્ય ષડ્ટિશિસૂત્ર છે. II૨૫૩૯૬॥
जीणं भंते! जाई व्वाई भासत्ताए गेण्हति ताई किं संतरं गेण्हति ? निरंतरं गेण्हति ? गोयमा ! संतरं पि गेण्हति, निरंतरं पि गेण्हति। संतरं गिण्हमाणे जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जसमए अंतरं कट्टु गेण्हति, निरंतरं हमाणे जहणेणं दो समए, उक्कोसेणं असंखेज्जसमये अणुसमयं अविरहियं निरंतर गेण्हति । जीवे णं भंते! जाई दव्वाई भासत्ताए गहियाई णिसिरइ ताई किं संतरं निसिरइ ? निरंतरं निसरइ ? गोयमा ! संतरं निसिरइ, નો निरंतरं निसिर । संतरं निस्सरमाणे एगेणं समयएणं गेण्हति, एगेणं समएणं निसिरइ, एतेणं गहणनिसिरणोवाएणं जहन्नेणं दुसमइयं, उक्कोसेणं असंखेज्जसमइयं अंतोमुहुत्तियं गहणनिसिरणोवायं [णिसिरणं] करेति I]૦-૨૬||૨૧૭||
(મૂળ) હે ભગવન્! જીવ જે દ્રવ્યો ભષાપણે ગ્રહણ કરે છે તે શું સાન્તર (સમયાદિના અત્તર સહિત) ગ્રહણ કરે છે કે નિરંતર ગ્રહણ કરે છે? હે ગૌતમ! સાન્તર પણ ગ્રહણ કરે છે અને નિરન્તર પણ ગ્રહણ કરે છે. સાન્તર ગ્રહણ કરતો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયોનું અન્તર કરી ગ્રહણ કરે છે અને નિરન્તર ગ્રહણ કરતો જધન્યથી બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયો સુધી પ્રતિસમય નિરંતર અવિરહિતપણે ગ્રહણ કરે છે. હે ભગવન્! જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે તે શું સાન્તર કાઢે છે કે નિરંતર કાઢે છે? હે ગૌતમ! સાન્તર બહાર કાઢે છે, પણ નિરન્તર કાઢતો નથી. સાન્તર બહાર કાઢતો એક સમયે ગ્રહણ કરે છે અને એક સમયે બહાર કાઢે છે. એ રીતે ગ્રહણ અને નિઃસરણ—બહાર કાઢવા વડે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અન્તર્મુહૂર્ત સુધી ગ્રહણ અને નિઃસરણ કરે છે. II૨૬૩૯૭।।
.388