SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं पण्णवणीभासापरूवणं मोसा? हता! गोयमा! जातीति इत्थिवयू, जाईति पुमवयू, जातीति णपुंसगवयू पण्णवणी णं एसा भासा, न एसा ખાતા મોસા તૂ –ારૂ૭૮માં (મૂળ) હે ભગવન્! જે જાતિમાં સ્ત્રીવા–સીલિંગવાચક ભાષા, જાતિમાં પુરુષવાકુ–પુંલ્લિંગવાચક ભાષા અને જાતિમાં નપુંસકવા–નપુંસકલિંગવાચક ભાષા, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! અવશ્ય જાતિમાં સ્ત્રીવાક—સ્ત્રીલિંગવાચી, જાતિમાં પુવાકુ–પંલ્લિગવાચી અને જાતિમાં નપુંસકવા–નપુંસકલિંગવાથી એ ભાષા પ્રજ્ઞાપની છે. આ ભાષા અસત્ય નથી. છા૩૭૮ (ટી૦) ‘મદ અંતે! ના નાતીતિ સ્થિવ' ઇત્યાદિ. હે ભગવન્! રાતી સ્ત્રીવાવ એટલે જાતિમાં સ્ત્રીલિંગવાચી વચન, જેમકે “સત્તા, સત્તા જાતિ છે અને તે સ્ત્રીલિંગવિશિષ્ટ છે. જાતિમાં પુંવાપુરુષવચન, જેમકે ભાવ, ભાવ એ જાતિવાચક છે અને પુંલ્લિંગ છે. અને જાતિમાં નપુંસકવાક-નપુંસકવચન, જેમકે સામાન્ય, સામાન્ય એ જાતિવાચક છે અને નપુંસકલિંગ છે. એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં પ્રશ્નનો એ અભિપ્રાય છે કે જાતિ એ સામાન્ય કહેવાય છે અને સામાન્યની સાથે લિંગ અને સંખ્યાનો સંબન્ધ નથી. દ્રવ્યનોજ લિંગ અને સંખ્યાની સાથે સંબન્ધ અન્ય તીર્થિકોએ સ્વીકારેલો છે. (કારણ કે તિજસંડ્યાન્વિત દ્રવ્યમ્'–લિંગ અને સંખ્યાના સંબન્ધવાળું દ્રવ્ય હોય છે.) જો જાતિમાં લિંગ અને સંખ્યાનો યોગ માનીએ તો પણ ઔત્સર્ગિક એકવચન અને નપુંસકલિંગ ઘટે, પણ ત્રણ લિંગનો સંબન્ધ ઘટી શકે નહીં. અને જાતિમાં સત્તા, ભાવ, સામાન્ય વગેરે ] ત્રણે લિંગના વાચક શબ્દો પ્રવર્તે છે એ હમણાંજ કહ્યું છે, તેથી સંશય થાય છે કે જાતિમાં સ્ત્રીલિંગવાચક, પુંલ્લિંગવાચક અને નપુંસકલિંગવાચક ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં? હવે ભગવાન્ ઉત્તર આપે છે–“દન્તા જોયા'! હા ગૌતમ! ઇત્યાદિ અક્ષરાર્થ સુગમ છે. તેનો ભાવાર્થ આ છે–જાતિ એટલે સામાન્ય, અને તે સામાન્ય બીજાએ કલ્પેલું એક, અવયવ રહિત અને નિષ્ક્રિય નહિ, કારણ કે તે પ્રમાણવડે બાધિત છે, અને તે પ્રમાણની બાધાનો વિચાર જે પ્રકારે છે તે પ્રકારે તત્ત્વાર્થટીકામાં અમે કરેલો છે, માટે ત્યાંથી જાણી લેવો. પરંતુ સમાનપરિણામરૂપ સામાન્ય છે, કારણ કે વસ્તુનોજ જે સમાન પરિણામ તેજ સામાન્ય એવું શાસ્ત્રનું કથન છે, સમાન પરિણામ અનેક ધર્મરૂપ છે અને ધર્મનો અને ધર્મીનો પરસ્પર અભેદ સંબન્ધ છે. કારણ કે તેવા પ્રકારે પ્રમાણ વડે જણાય છે. માટે જાતિનો પણ ત્રણ લિંગની સાથે સંબન્ધ ઘટે છે, તેથી આ ભાષા પ્રજ્ઞાપની છે. આ ભાષા અસત્ય નથી. છા૩૭૮ अह भंते! जा जाईति इत्थियाणमणी, जाईति पुमआणवणी, जाईति णपुंसगाणमणी पण्णवणी णं एसा भासा, न एसा भासा मोसा? हंता! गोयमा! जातीति इत्थिआणमणी, जातीति पुमआणमणी,जातीति णपुंसगाणमणी पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा ।।सू०-८||३७९।। (મૂળ) હે ભગવન્! જે જાતિરૂપે સ્ત્રીઆજ્ઞાપની, જાતિરૂપે પુરુષઆજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકઆજ્ઞાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપની, જાતિરૂપે પુરુષપ્રજ્ઞાપની અને * જાતિરૂપે નપુંસકપ્રજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે, આ ભાષા અસત્ય નથી. ૮I૩૭૯ (20) મા મન્ત! “ગાતી જ્ઞાપની' હે ભગવન્! જાતિને ઉદેશીને સ્ત્રીને આજ્ઞા કરનારી ભાષા, જેમકે “અમુક બ્રાહ્મણી કે ક્ષત્રિયાણી એમ કરે એવી રીતે જાતિને આશ્રયી પુરુષને આજ્ઞા કરનારી કે નપુંસકને આજ્ઞા કરનારી આ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં પણ આ સંશયનું કારણ છ–આજ્ઞાપની એટલે આજ્ઞાસંપાદન કરવાની ક્રિયામાં યુક્ત સ્ત્રી વગેરેને પ્રેરણા કરનારી, આજ્ઞા કરાયેલ સ્ત્રી વગેરે તે પ્રમાણે કરે કે નહીં? એ સંશય છે, તો આ ભાષા પ્રજ્ઞાપની છે કે અન્ય છે? અહીં ભગવાન્ ઉત્તર આપે છે–“હન્તા જોયા'! હા ગૌતમ!-ઇત્યાદિ અક્ષરાર્થ સુગમ છે. તેનો ભાવાર્થ આ છે–પરલોકનો બાધ નહીં કરનારી આજ્ઞાપની ભાષા તે કહેવાય કે જે સ્વ અને પરના ઉપકારની બુદ્ધિથી વિવક્ષિત કાર્યને કરવાના 370
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy