SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं पण्णवणीभासापरूवणं अह भंते!जाय इत्थीवयू,जा य पुमवयू,जा य णपुंसगवयू पण्णवणी णं एसा भासा,ण एसा भासा मोसा? हंता गोयमा! जा य इत्थीवयू, जा य पुमवयू, जा य नपुंसगवयू पण्णवणी णं एसा भासा, न एसा भासा मोसा Iટૂ-૪પારૂ૭ll. (૧૦) હે ભગવન્! જે સ્ત્રીવાકુ–સ્ત્રીલિંગવાચી, પુંવા–પુરુષલિંગવાચી, નપુંસકવાક–નપુંસકલિંગવાચી, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! સ્ત્રીલિંગવાચક, પુરુષલિંગવાચક અને નપુંસકલિંગવાચક આ ભાષા પ્રજ્ઞાપની ' અર્થનું પ્રતિપાદન કરનારી છે, આ ભાષા અસત્ય નથી. ll૪૩૭૫ll (20) “ગદ અંતે ગાય ત્વિવધૂ' ઇત્યાદિ. ‘અથ' પ્રશ્નના અર્થમાં છે. પરન્ત' એ સંબોધનના અર્થમાં છે. હે ભગવન્! શ્રીવાસ્ત્રીલિંગ પ્રતિપાદન કરનારી ભાષા “ખવાલતા'-ઇત્યાદિ, પુરુષવાકુ-ઘટ, પટ-ઇત્યાદિ પુંલ્લિગપ્રતિપાદક ભાષા, નપુંસાવી-ડય-પતિ, iડ-ઇત્યાદિ નપુંસકલિંગનું પ્રતિપાદન કરનારી ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં સંશયનું કારણ એ છે કે નવા ઘટ અને કુડચ વગેરે શબ્દો અનુક્રમે સ્ત્રી, પુરુષ અને નપુંસક લિંગના વાચક છે. સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું આ લક્ષણ છે–“યોનિ, કોમળતા, અસ્થિરતા, મુગ્ધપણું, કાયરપણું, સ્તનો અને પુરુષસમાગમની ઇચ્છા, એ સાત સ્ત્રીપણાના ચિહ્નો છે. પુરુષચિત, કઠોરપણું, દઢતા, પરાક્રમ, દાઢીમૂછ, ધૃષ્ટતા-નિર્લજ્જતા, અને સ્ત્રીસમાગમની ઈચ્છા–એ સાત ચિહ્નો પુરુષપણાના છે. અનાદિ અને દાઢીમૂછ-ઈત્યાદિ લક્ષણનો સદ્ભાવ અને અભાવ સહિત અને મોહાગ્નિવડે પ્રજ્વલિત એવાને પંડિતો નપુંસક કહે છે”. તેમજ બીજે સ્થળે પણ કહ્યું છે કે “સ્તન કે કેશવાળી સ્ત્રીઓ અને લોમશઃ-રોમયુક્ત પુરુષ કહ્યો છે. જ્યાં બને લક્ષણનો અત્તર-અવકાશ હોય તે નપુંસક કહ્યો છે. આવાં સ્ત્રી-ઇત્યાદિનાં લક્ષણો ખાદિમાં જણાતાં નથી, તે આ પ્રમાણે જો તેનાં એક એક અવયવને જુદાં કરી સારી રીતે તપાસ કરીએ તોપણ તેઓમાં પૂર્વોક્ત સ્ત્રી વગેરેના લક્ષણ જણાતા નથી. તેથી આ ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં એવો સંશય ઉત્પન્ન થાય છે અને તેને દૂર કરવાને માટે પૂછે છે. અહીં ભગવાન! ઉત્તર આપે છે–ત્તા જોયા'! હે ગૌતમ! અવશ્ય ઇત્યાદિ અક્ષરાર્થ પૂર્વની પેઠે જાણવો. તેનો ભાવાર્થ આ છે–અહીં શબ્દની પ્રવૃત્તિના વિચારમાં પૂર્વોક્ત સ્ત્રી ઇત્યાદિના લક્ષણો સ્ત્રીલિંગાદિ શબ્દનું વાચ્ય નથી, પરંતુ યમુ, મય, અને રૂ' શબ્દની વ્યવસ્થાના કારણભૂત પદાર્થના ધર્મો સ્ત્રીલિંગાદિ શબ્દ વા છે અને તે ગુરુના ઉપદેશ અને પરંપરાથી જાણી શકાય છે. આ કલ્પના માત્ર નથી, કારણ કે વાસ્તવિક રીતે તે તે શબ્દના અભિયરૂપેઅર્થરૂપે તે અભિધેયધર્મોનું પરિણમન થાય છે. અને તે શબ્દોના અભિધેય ધર્મો પરમાર્થથી તાત્ત્વિકરૂપે છે. શાકટાયન પણ કહે છે–“સમિમિતિ શબ્દવ્યવસ્થા હેતુ મધેયધર્મ ૩શાખ્યઃ પુનપુંસવાનિ" ઇતિ—અયમ, ઇયમ્, અને ઈદમ્ એ શબ્દની વ્યવસ્થાનું કારણ ઉપદેશગમ્ય પદાથનો ધર્મ તે સ્ત્રીલિંગ, લિંગ અને નપુંસકલિંગ છે.” આ બાબત સવિસ્તરપણે સ્વપજ્ઞ શબ્દાનુશાસનના વિવરણમાં અમે પ્રતિપાદન કરેલી છે. તેથી શાબ્દિક વ્યવહારની અપેક્ષાએ યથાવસ્થિત અર્થનું પ્રતિપાદન કરવાથી આ ભાષા પ્રજ્ઞાપની છે. વળી તેની ઉત્પત્તિ દુષ્ટ વિવક્ષાથી થયેલી નહિ હોવાથી તેમજ અન્યની પીડાનું કારણ નહીં હોવાથી તે અસત્ય નથી. ૪૩૭પ अह भंते।जा य इत्थिआणवणी,जा य पुमआणवणी,जा य नपुंसगआणवणी पण्णवणी णं एसा भासा,ण एसा मासा मोसा? हंता गोयमा! जा य इथिआणवणी,जा य पुमआणवणी,जा य नपुंसगआणवणी पण्णवणी णं एसा भासा, न एसा भासा मोसा ।।सू०-५।।३७६।। (મૂળ) હે ભગવન્! જે સ્ત્રીઆજ્ઞાપની, પુરુષઆજ્ઞાપની અને નપુસંક આજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! જે સ્ત્રીઆજ્ઞાપની, પુરુષઆજ્ઞાપની અને નપુસંકઆજ્ઞાપની ભાષા પ્રજ્ઞાપની છે, અને એ ભાષા * અસત્ય નથી. /પ/૩૭૬/ - 368.
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy