________________
श्री प्रज्ञापना सूत्र भाग १
अट्ठमं सन्नापयं नेरयाइणं सण्णावियारो
(મૂળ) હે ભગવન્! નરયિકોને કેટલી સંજ્ઞાઓ કહી છે? હે ગૌતમ! દસ સંજ્ઞાઓ કહી છે, તે આ પ્રમાણે–આહારસંશા,
થાવત– સંજ્ઞા. હે ભગવન્! અસુરકુમારોને કેટલી સંજ્ઞાઓ કહી છે? હે ગૌતમ! દસ સંજ્ઞાઓ કહી છે. તે આ પ્રમાણ–આહાર સંજ્ઞા, યાવત–ઓઘસંજ્ઞા. એ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું. એમ પૃથિવીકાયિકોથી આરંભી વિમાનિકો પર્યન્ત જાણવું. અર ૩૩૮
|| નેરળ રસUાવિચારો || नेरइयाणं भंते! किं आहारसन्नोवउत्ता, भयसन्नोवउत्ता, मेहुणसन्नोवउत्ता, परिग्गहसन्नोवउत्ता? गोयमा! ओसन्न कारणं पडुच्च भयसन्नोवउत्ता,संतइभावं पडुच्च आहारसन्नोवउत्ता वि,जाव परिग्गहसन्नोवउत्ता वि। एएसि णं भंते! नेरइयाणं आहारसन्नोवउत्ताणं भयसन्नोवउत्ताणं मेहुणसन्नोवउत्ताणं परिग्गहसन्नोवउत्ताण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा नेरइया मेहुणसन्नोवउत्ता, आहारसन्नोवउत्ता संखिज्जगुणा, परिग्गहसन्नोवउत्ता संखिज्जगुणा, भयसन्नोवउत्ता संखिज्जगुणा Iટૂ-રારૂરૂ II (મૂળ) હે ભગવન્! નરયિકો આહારસંશાના ઉપયોગવાળા, ભયસંજ્ઞાના ઉપયોગવાળા, મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા કે
પરીગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય? ગૌતમ! બાહ્ય કારણને આશ્રયી બહુધા ભયસંજ્ઞાના ઉપયોગવાળા અને સંતતિભાવઆંતરિક અનુભવને આશ્રયી આહાર સંજ્ઞાના ઉપયોગવાળા, યાવત–પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તે ભગવન્! આહાસંજ્ઞાના ઉપયોગવાળા, ભયસંજ્ઞાના ઉપયોગવાળા, મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા અને પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા એ નરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા નરયિકો મિથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તેથી આહારસંશાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી પરિગ્રહસંજ્ઞાના
ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, અને તેથી ભયસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. Ima૩૩૯ll (20) નરયિકના સૂત્રમાં મોન્ન વર્ગ પડુન્દ મનોવત્તા' તેમાં ઓસન્નશબ્દ બાહુલ્યવાચી છે. કારણશબ્દ વડે "બાહ્ય કારણ લેવું. તેથી તેનો આ પ્રમાણે અર્થ થાય છે–બાહ્ય કારણને આશ્રયી નરયિકો બહુધા ભયસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તે આ પ્રમાણે—તેઓની ચોતરફ ઘણા ભયને ઉત્પન્ન કરનારા પરમાધાર્મિક, લોહની કવલ્લી (શસવિશેષ), શક્તિ, ભાલા વગેરે હોય છે. “સંતભાવં પડુન્ન' અહીં આન્તર અનુભવભાવને સંતતિભાવ કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે જે બાહ્ય કારણ સાપેક્ષ ન હોય, પણ આન્તરિક અનુભવ સાપેક્ષ હોય તે સતતપણે હોવાથી સંતતિભાવને આશ્રયી કહેવાય છે. તેથી આન્તરિક અનુભવની અપેક્ષાએ નરયિકો આહારસંશાના ઉપયોગવાળા પણ હોય છે, વાવ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા, પણ હોય છે. અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા નરયિકો મૈથુન સંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. કારણ કે તેઓ ચક્ષુના નિમિષમાત્ર કાળ પણ સુખી નથી, પરંતુ નિરંતર અતિપ્રબલ દુખાગ્નિથી સંતપ્ત શરીરવાળા હોય છે. કહ્યું છે કે
"अच्छिनिमीलणमेत्तं नत्थि सुहं दुक्खमेव पडिबद्धं । नरए नेरइयाणं अहोनिसं पच्चमाणाणं" ॥
નરકમાં રાત્રિદિવસ પમાન-દુઃખ પામતાં નરયિકોને આંખનું નિમીલન થાય તેટલો કાળ પણ સુખ નથી. માત્ર દુઃખ જ પ્રતિબદ્ધ-લાગેલું છે. માટે મૈથુનની ઇચ્છા તેઓને હોતી નથી. પણ જો કોઈ કાળે કોઈને થાય તોપણ તે થોડા કાળની હોય છે. માટે પ્રશ્ન સમયે મૈથુન સંજ્ઞાના ઉપયોગવાળા થોડા હોય છે. તેથી સંખ્યાતગુણા આહારસંશાના ઉપયોગવાળા હોય છે, કારણ કે તે ઘણા દુઃખી પ્રાણીઓને ઘણા કાળ સુધી આહારની ઈચ્છા થતી હોવાથી પ્રશ્ન સમયે અત્યન્ત ઘણા આહારસંશાના ઉપયોગવાળાનો સમ્ભવ છે. તેથી સહયાતગુણા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા છે. આહારની ઇચ્છા શરીરને માટે હોય છે અને પરિગ્રહની ઇચ્છા તો શરીર અને તે સિવાય બીજી શસાદિ વસ્તુને વિષે હોય છે, અને ઘણા કાળ સુધી અવસ્થિત હોય છે, તે માટે પ્રશ્ન સમયે અત્યન્ત ઘણા પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા પ્રાપ્ત થાય છે. માટે પૂર્વ કરતાં સહયાતગુણા છે. તેથી ભયસંજ્ઞાના
, 328