________________
श्री प्रज्ञापना सूत्र भाग १
छद्रं वक्कतियपयं अट्ठमं आगरिसदारं
(મૂળ) હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો આયુષ્યનો કેટલામો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે? હે ગૌતમ!
પંચેન્દ્રિય તિર્યંચો બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે—સંખ્યાતા વરસના આયુષ્યવાળા અને અસંખ્યાતા વરસના આયુષ્યવાળા, તેમાં જે અસંખ્યાત વરસના આયુષ્યવાળો છે તે પોતાનું છમાસનું આયુષ્ય બાકી હોય ત્યારે અવશ્ય પરભવનું આયુષ્ય બાંધે છે. અને જે સંખ્યાતા વરસના આયુષ્યવાળા છે તે બે પ્રકારના છે, તે આ પ્રમાણે– સોપક્રમઆયુષ્યવાળા અને નિરુપક્રમઆયુષ્યવાળા. તેમાં જે નિરુપક્રમઆયુષ્યવાળા છે તે પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે અવશ્ય પરભવનું આયુષ્ય બાંધે છે. અને જે સોપક્રમઆયુષ્યવાળા છે, તેઓ કદાચ ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, કદાચ ત્રીજા ભાગનો ત્રીજો ભાગ (નવમો ભાગ) બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, અને કદાચ ત્રીજા ભાગના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ (સત્યાવીશમો ભાગ) બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. વ્યારો, જ્યોતિષ્ઠો અને વૈમાનિકો નરયિકો
પ્રમાણે જાણવા. સાતમું દ્વાર સમાપ્ત. //૪૬/૩૨૫/ (20) હવે સાતમું દ્વાર કહે છે. તેનો પૂર્વના દ્વારની સાથે આ સંબન્ધ છે-જે જીવોનો નારકાદિ ગતિઓમાં વિવિધ પ્રકારનો ઉપપાત કહ્યો છે, તે જીવોએ પૂર્વ ભવે આયુષ્ય બાંધેલું છે અને પછીથી તેનો ઉપપાત થયેલો છે, કારણ કે આયુષ્યનો બંધ થયા. સિવાય ઉપપાત થતો નથી. તેમાં કેટલું પૂર્વ ભવનું આયુષ્ય બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે’ એ પ્રમાણે સંશયને પ્રાપ્ત થયેલા ભગવાન્ ગૌતમ પૂછે –“હે ભગવન્! નૈરયિકો આયુષ્યનો કેટલામો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે? ઇત્યાદિ પાઠસિદ્ધ છે. સાતમું દ્વાર સમાપ્ત. I૪૬/૩૨પા
* || સંગારિરરર ||. कइविहे णं भंते! आउयबंधे पन्नत्ते? गोयमा! छव्विहे आउयबंधे पन्नत्ते, तं जहा--१ जातिनामनिहत्ताउए, २ गतिनामनिहत्ताउए, ३ ठितीणामनिहत्ताउए, ४ ओगाहणानामनिहत्ताउए, ५ पएसनामनिहत्ताउए, ६ अणुभावनामनिहत्ताउए। नेरइयाणं भंते! कइविहे आउयबंधे पन्नत्ते? गोयमा! छव्विहे आउयबंधे पन्नत्ते, तं जहा–जातिनामनिहत्ताउए, गतिणामनिहत्ताउए, ठितीणामनिहत्ताउए, ओगाहणाणामनिहत्ताउए, पदेसणामनिहत्ताउए, अणुभावणामनिहत्ताउए, एवं जाव वेमाणियाणं ।।सू०-४७।।३२६।।
આઠમું દ્વાર, (૧) હે ભગવન્! આયુષ્યનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! છ પ્રકારનો આયુષ્યનો બંધ કહેલો છે. તે આ
પ્રમાણ–૧ જાતિનામનિધત્તાયુષ, ૨ ગતિનામનિધત્તાયુષ, ૩ સ્થિતિના નિધત્તાયુષ, ૪ અવગાહનાનામનિધત્તાયુષ, ૫ પ્રદેશનામનિધત્તાયુષ અને ૬ અનુભાવનામનિધત્તાયુષ. હે ભગવન્! નરયિકોને કેટલા પ્રકારનો આયુષ્યબંધ કહ્યો છે? હે ગૌતમ! છ પ્રકારનો આયુષ્યબંધ કહ્યો છે. તે આ પ્રમાણ–૧ જાતિનામનિધત્તાયુષ, યાવત્ ૬
અનુભાવનામનિધત્તાયુષ. એ પ્રમાણે યાવત્—વૈમાનિકો સુધી જાણવું. ll૪૭ll૩૨૬/l (ટી) એ પ્રમાણે વર્તમાન ભવના આયુષ્યનો કેટલામો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે તેનું પ્રતિપાદન કર્યું, હવે જે પ્રકારે આયુષ્યનો બંધ કરે તે પ્રકાર નરયિકાદિ દંડકના ક્રમથી પ્રતિપાદન કરે છે તેવામાં ! વિદે માઝયવંધે પત્ત'? હે ભગવર્નરયિકોને કેટલા પ્રકારનો આયુષ્યનો બંધ કહેલો છે-ઇત્યાદિ. જાતિનાહિતાણ' ૧ જાતિનામનિધત્તાયુષ, જાતિ એકેન્દ્રિયજાત્યાદિ, તેના પાંચ પ્રકાર છે, અને તે જ નામ-નામકર્મની ઉત્તરપ્રકૃતિવિશેષરુપ તે જાતિનામ, તેની સાથે નિધત્ત-નિષેક ને પ્રાપ્ત થયેલ જે આયુષ્ય-એટલે જાતિનામકર્મ વિશિષ્ટ આયુષ્યનો બન્ધ તે જાતિનામનિધત્તાયુષ, નિષેક‘કર્મપુલોને ભોગવવા માટે રચના, તે આ પ્રકારે છે–
- 320