________________
पंचमं विसेसपयं अजीव पज्जवा
श्री प्रज्ञापना सूत्र भाग १ પરમાણપગલોના અનન્ત પર્યાયો કહ્યા છે. દિપ્રદેશિક સ્કંધોના સંબંધમાં પચ્છા. હે ગૌતમ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! દ્વિપદેશિક અન્ય દ્વિપ્રદેશિક અન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના રૂપે કદાચ જૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશનૂન (અવગાહના) હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત હોય. વણાદિ વડે અને ઉપરના ચાર સ્પર્શ વડે જ સ્થાન પતિત હોય. એ પ્રમાણે ત્રિપ્રદેશિક સ્કંધના સંબંધમાં જાણવું. પરન્ત અવગાહના વડે કદાચ જૂન, કદાચ તુલ્ય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય કે બે પ્રદેશ ન્યૂન હોય. જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય બે પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે દશ પ્રદેશિક સ્કંધ પર્વત કહેવું. પરન્તુ અવગાહનામાં પ્રદેશની વૃદ્ધિ યાવત્ દશ પ્રદેશ સુધી કરવી. અને અવગાહના નવ પ્રદેશ ન્યૂન જાણવી. સંખ્યાતપ્રાદેશિક સ્કંધોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! સંખ્યાતપ્રદેશિક અન્ય સંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે. પ્રદેશરૂપે કદાચ જૂન, કદાચ તુલ્ય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો સંખ્યામાં ભાગ ન્યૂન હોય કે સંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો એમજ હોય. અવગાહનારૂપે દ્વિસ્થાનપતિત હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય. વદિ વડે તથા ઉપરના ચાર સ્પર્શ પર્યાય વડે જસ્થાનપતિત હોય. અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શાથી કહો છો? હે ગૌતમ! અસંખ્યાતપ્રદેશિક અન્ય અસંખ્યાતપ્રદેશિક અન્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, વદિ વડે તથા ઉપરના ચાર સ્પર્શપર્યાય વડે જ સ્થાન પતિત હોય છે. અનન્તપ્રદેશિક અન્યોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેના અનન્ત પર્યાયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! અનન્તપ્રદેશિક સ્કંધ અનન્તપ્રદેશિક સ્કંધની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાનપતિત, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત અને
વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે જ સ્થાન પતિત છે. /ર૪ર૬૯ો. (ટી.) હવે દંડક-પાઠના ક્રમથી પરમાણપુલાદિના પર્યાયો વિચારવા યોગ્ય છે. દંડકનો ક્રમ આ પ્રમાણે છે–પ્રથમ સામાન્યતઃ પરમાણું આદિનો, ત્યારપછી એક પ્રદેશાદિ અવગાઢ પરમાણુ આદિનો, ત્યારપછી એકસમયાદિસ્થિતિવાળા પરમાણુ વગેરેનો, ત્યારપછી એકગુણવાળા ઈત્યાદિનો, ત્યારપછી જઘન્યાદિ અવગાહનાના પ્રકાર વડે, ત્યારપછી જઘન્યસ્થિત્યાદિના પ્રકાર વડે, ત્યારપછી જઘન્યગુણકાળા વગેરે રૂપે અને ત્યારપછી જઘન્યપ્રદેશાદિના ભેદ વડે વિચાર કરવો યોગ્ય છે. કહ્યું છે કે
'अणुमाइओहियाणं खेत्तादिपएससंगयाणं च। जहन्नावगाहणाइण चेव जहन्नादिदेसाणं॥ એનો અક્ષરાર્થ આ પ્રમાણે છે-પ્રથમ અણુમારૂ ગોહિયાળ' પરમાણું આદિ સામાન્યનો વિચાર કરવાનો છે, ત્યારપછી ‘ક્ષેત્રાલિશ સંતાના'—ક્ષેત્રાદિ સંગત-સહિત પરમાણુ આદિનો વિચાર કરવા યોગ્ય છે. આદિ શબ્દથી કાળ અને ભાવ ગ્રહણ કરવા. એટલે પ્રથમ એકાદિ ક્ષેત્રપ્રદેશ-આકાશપ્રદેશ વડે સંગત-સહિત પરમાણ આદિનો વિચાર કરવાનો છે. ત્યારપછી કાલપ્રદેશો-કાળના એકાદિ સમયો વડે, ત્યારપછી ભાવપ્રદેશો વડે એટલે એકગણકાળા વગેરે વણદિવડે સહિત, ત્યારબાદ જઘન્ય અવગાહનાદિવાળા પરમાણુ આદિનો વિચાર કરવા યોગ્ય છે. આદિ શબ્દથી મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહના, જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કાળા વગેરે વણદિનું ગ્રહણ કરવું. ત્યારબાદ પાલિકાના...' એટલે જઘન્યપ્રદેશવાળા, ઉત્કૃષ્ટપ્રદેશવાળા અને અજઘન્ય અનુત્કૃષ્ટપ્રદેશવાળાનો વિચાર કરવાનો છે.
તેમાં પ્રથમ પરમાણુ આદિનો વિચાર કરે છે–પરમાણુપોચાતાનું મંત'! હે ભગવન્! પરમાણુ પુદ્ગલોના કેટેલા પર્યાયો કહ્યા છે? ઈત્યાદિ. પરમાણુઓ સ્થિતિવડે ચતુઃસ્થાનપતિત હોય છે. કારણ કે પરમાણુ એક સમયથી આરંભી અસંખ્યાતા કાળ સુધી એક સ્થળે રહે છે. કાળા વગેરે વર્ણના પર્યાયથી ષસ્થાનપતિત હોય છે. કારણ કે એક પરમાણુના પણ અનન્ત
283