________________
पंचमं विसेसपयं ओगाहणाइसु पंचिंदियतिरिक्खजोणियाणं पज्जवा
श्री प्रज्ञापना सूत्र भाग १ કહ્યું છે કે-‘પવું ૩ોસિતોપારાવિ, નવરં નાણા નલ્થિ' એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાના સંબંધમાં કહેવું, પરન્તુ ત્યાં જ્ઞાન નથી. અજઘન્ય અનુત્કૃષ્ટ-મધ્યમ અવગાહના પ્રથમ સમય બાદ હોય છે. એટલે અપર્યાપ્તાવસ્થામાં પણ મધ્યમ અવગાહનાનો સંભવ છે. માટે સાસ્વાદન સમ્યગ્દષ્ટિને જ્ઞાન હોય છે અને અન્યને અજ્ઞાન હોય છે. તેથી જ્ઞાન અજ્ઞાન અને કહેવાં. એ માટે કહ્યું છે ‘ગહનમણુકો હિપ નહીં ગહનો IT' મધ્યમઅવગાહનાવાળો જઘન્ય અવગાહનાવાળાની પેઠે જાણવો. જઘન્યસ્થિતિસૂત્રમાં બે અજ્ઞાન જ કહેવાં, પણ જ્ઞાન ન કહેવાં, કારણ કે સૌથી જઘન્યસ્થિતિવાળો લબ્ધિઅપર્યાપ્ત હોય છે, અને લબ્ધિઅપર્યાપ્તામાં સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થતો નથી, કારણ કે લબ્ધિઅપર્યાપ્ત સૌથી સંક્લિષ્ટ પરિણામવાળો હોય છે અને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ કંઇક શુભપરિણામવાળો હોય છે. તેથી તેની લબ્ધિ અપર્યાપ્તામાં ઉત્પત્તિ થતી નહિ હોવાથી તેને અજ્ઞાન જ હોય છે પણ જ્ઞાન હોતું નથી. ઉત્કૃષ્ટસ્થિતિવાળામાં તો સાસ્વાદન સમ્યક્ત સહિત પણ ઉત્પન્ન થાય છે, માટે ઉત્કૃષ્ટ સ્થિતિ સૂત્રમાં જ્ઞાન અને અજ્ઞાન અને કહેવાં, તે માટે કહ્યું છે કે ‘પર્વ ૩ોફિવિ, નવરં તો નાણા બન્મહિયો' એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાના સંબંધમાં પણ કહેવું, પરન્તુ બે જ્ઞાન અધિક કહેવાં.” એમ અજઘન્ય અનુત્કૃષ્ટ-મધ્યમ સ્થિતિસૂત્ર પણ જાણવું, વર્ણાદિભાવપ્રતિપાદક સૂત્રો પાઠમાત્રથી સિદ્ધ છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો જાણવા. પરંતુ ચઉરિન્દ્રિયને ચક્ષુદર્શન અધિક કહેવું, નહિ તો ચઉરિદ્રિપણું ન ઘટી શકે. માટે તેઓને ચક્ષુદર્શન વિષે પણ સૂત્ર કહેવું. જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિયના સૂત્રમાં વિક્ષેપ ઉતાળવડાં' “સ્થિતિવડે ત્રિસ્થાનપતિત હોય છે. અહીં સંખ્યાતા વરસના આયુષ્યવાળો જ તિર્યંચ પંચેન્દ્રિય જઘન્યશરીરવાળો હોય છે, પણ અસંખ્યાત વરસના આયુષ્યવાળો હોતો નથી, કારણ કે અસંખ્યાત વરસના આયુષ્યવાળા મહાશરીરવાળા અને કંકપક્ષીની જઠરના જેવી પાચન શક્તિવાળા હોવાથી પુષ્ટઆહારવાળા તથા પ્રબળ ધાતુના ઉપચયવાળા હોય છે, અને તેથી તેઓને પુષ્કળ વીર્યપાત થાય છે, અને વીર્યપાતને અનુસારે તિર્યંચ અને મનુષ્યને ઉત્પત્તિસમયે (મધ્યમ) શરીર હોય છે. માટે તેઓને જઘન્ય શરીર હોતું નથી, પણ સંખ્યાતા વરસના આયુષ્યવાળાને હોય છે, અને સંખ્યાતા વરસના આયુષ્યવાળા સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત હોય છે, એનો પૂર્વે વિચાર કરેલો છે. માટે કહ્યું છે કે તેઓ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત હોય છે.' તથા ‘રોહિં નાહિં રોહિં મનાહિં' બે જ્ઞાન અને બે અજ્ઞાન વડે જ સ્થાનપતિત હોય છે. જઘન્યશરીરવાળો તિર્યંચ પંચેન્દ્રિય સંખ્યાતા વરસના આયુષ્યવાળો અપર્યાપ્ત હોય છે. તે પણ અલ્પશરીરવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, તેથી તેને અવધિ અને વિભંગ જ્ઞાનનો અસંભવ છે, માટે બે જ્ઞાન અને બે અજ્ઞાન કહ્યા છે. જે વિભંગજ્ઞાનસહિત નરકથી નીકળીને સંખ્યાતા વરસના આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે તેઓ સ્વભાવથીજ મોટા શરીરવાળા તિર્યચોમાં ઉત્પન્ન થાય છે, પણ અલ્પશરીરવાળા તિર્યંચોમાં ઉત્પન્ન થતા નથી. જો એમ નહિ માનવામાં આવે તો આ સૂત્રની સાથે વિરોધનો પ્રસંગ પ્રાપ્ત થશે. જો અલ્પશરીરવાળા તિર્યચોમાં ઉત્પન્ન થાય તો અપર્યાપ્તાવસ્થામાં અવધિજ્ઞાન કે વિભંગશાનનો સંભવ હોવાથી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વડે જ સ્થાન પતિત થાય, અને સૂત્રમાં જઘન્ય અવગાહનાવાળાને બે જ્ઞાન અને બે અજ્ઞાન વડે જ સ્થાનકો કહ્યાં છે, માટે પ્રસ્તુત સૂત્રની સાથે વિરોધનો પ્રસંગ પ્રાપ્ત થશે. ઉત્કૃષ્ટશરીરવાળા પંચેન્દ્રિય તિર્યંચ સૂત્રમાં ‘તેઓ ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવડે છ સ્થાનપતિત હોય છે એમ કહ્યું છે. તેમાં ત્રણ અજ્ઞાન હોવાનું કારણ એ છે કે–અહીં જેના શરીરની અવગાહના એક હજાર યોજન પ્રમાણ છે તે ઉત્કૃષ્ટ અવગાહનાવાળો કહેવાય છે અને તે સંખ્યાતા વરસના આયુષ્યવાળો અને પર્યાપ્ત હોય છે, તેથી તેને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન સંભવે છે, અને તે ઉત્કૃષ્ટ અવગાહનાવાળો સંખ્યાતા વરસના આયુષ્યવાળો હોવાથી સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત હોય છે. અજઘન્ય અનુત્કૃષ્ટ-મધ્યમ અવગાહનાવાળા સૂત્રમાં સ્થિતિ વડે તેઓ ચતુઃસ્થાનપતિત હોય છે, કારણ કે મધ્યમઅવગાહનાવાળો અસંખ્યાતા વરસના આયુષ્યવાળો પણ હોય છે, તેથી પૂર્વોક્ત યુક્તિથી તેમાં ચતુઃસ્થાન-પતિતપણું ઘટી શકે છે. જઘન્યસ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયના સૂત્રમાં બે અજ્ઞાન જ કહેવાં, પણ જ્ઞાન ન કહેવાં. કારણ કે જઘન્ય સ્થિતિવાળા લબ્ધિઅપર્યાપ્ત જ હોય છે, અને તેમાં સાસ્વાદન સમ્યગ્દષ્ટિની ઉત્પત્તિ થતી નથી. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિય સૂત્રમાં તેને બે જ્ઞાન અને બે
_ ä75