SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा पज्जवा पन्नत्ता'? गोयमा! अजहन्नमणुक्कोसोगाहणए नेरइए अजहन्नमणुक्कोसोगाहणस्स नेरइयस्स दव्वट्टयाए तुल्ले, पसा तुल्ले, ओगाहणट्टयाए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए । जइ हीणे असंखिज्ज भागहीणे वा संखिज्ज भागहीणे वा संखिज्जगुणहीणे वा असंखिज्जगुणहीणे वा । अह अब्भहीए असंखिज्ज भाग अब्भहीए वा संखिज्जभागअब्भहीए वा संखिज्जगुणअब्महीए वा असंखिज्जगुणअब्भहीए वा । ठिईए सिय हीणे सिय तुल्ले सिय अब्भहीए । जइ हीणे असंखिज्जभागहीणे वा संखिज्जभागहीणे वा संखिज्जगुणहीणे वा असंखिज्जगुणहीणे वा। अह अब्महीए असंखिज्ज भाग अब्महीए वा संखिज्जभाग अब्महीए वा संखिज्जगुणअब्भहीए वा असंखिज्जगुणअब्भहिए वा । वन्न -गंध-रस - फासपज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए, से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ- ' अजहन्नमणुक्कोसोगाहणाणं नेरइयाणं अनंता पज्जवा पन्नत्ता' TIR॰-૨૨।।૨૭।। (મૂળ) 'જઘન્ય અવગાહનાવાળા નૈરિયકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે –‘જઘન્ય અવગાહનાવાળાને અનંતપર્યાયો કહ્યા છે’? હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો નૈરયિક જઘન્ય અવગાહનાવાળા નૈયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે ચતુઃસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શપર્યાય તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનવડે છ સ્થાનપતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરિયકોને કેટલા પર્યાયો છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘ઉત્કૃષ્ટઅવગાહનાવાળા નૈયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે’? હે ગૌતમ! ઉત્કૃષ્ટઅવગાહનાવાળો નૈયિક ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈયિકોની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય અને સંખ્યાતમો ભાગ અધિક હોય. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાય વડે, તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત હોય. અજઘન્યઅનુભૃષ્ટ(મધ્યમ)–અવગાહનાવાળા નૈયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘અજઘન્યઅનુત્કૃષ્ટઅવગાહનાવાળા નૈયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે’? હે ગૌતમ! અજઘન્યઅનુભૃષ્ટઅવગાહનાવાળો નૈરયિક તેવાજ પ્રકારની અવગાહનાવાળા નૈરિયકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે અને અવગાહનારૂપે કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો કદાચ અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય કે અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિ વડે કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય અને અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત હોય. હે ગૌતમ! એ કારણથી એમ કહું છું કે અજઘન્યઅનુત્કૃષ્ટઅવગાહનાવાળા નૈયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે. ૧૨૨૫૭ (ટી૦). હવે અસુરકુમા૨ોના પર્યાયોની સંખ્યાના સંબંધમાં પ્રશ્ન કરે છે–‘અસુરકુમારાાં મંતે! જેવડ્યા પન્નવા પુન્નત્તા'? હે ભગવન્! અસુરકુમા૨ોના કેટલા પર્યાયો કહ્યા છે? ઇત્યાદિ. ઉપર કહેલો અર્થ પ્રાયઃ બધા અસુરકુમારાદિમાં જાણવો. અને 264
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy