________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं કે ઘણા જીવોના ઉપજવા વડે તથા સમદુઘાત વડે ઉપર કહેલા પ્રતરના સ્પર્શનો સંભવ છે. તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગણા છે, કારણ કે તેને અત્યંત ઘણા જીવોના ઉપપાત અને સમદુધાત વડે અધોલોક-તિર્યશ્લોક નામના બે પ્રતરનો સ્પર્શ થાય છે. તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં વૈમાનિક દેવોનું અવસ્થાન છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે વૈમાનિક દેવો કરતાં સંખ્યાતગુણા નારકો ત્યાં રહે છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે સંમૂઈિમ જલચર–ખેચરાદિ, વ્યન્તર, જ્યોતિષ્કો અને સંમૂર્ણિમ મનુષ્યો ત્યાં હોય છે. એ પ્રમાણે અપર્યાપ્ત પંચેન્દ્રિય સૂત્રનો પણ વિચાર કરવો. પર્યાપ્ત પંચેન્દ્રિયના સંબન્ધમાં અલ્પબહુત-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો સૌથી થોડા ઊર્ધ્વલોકમાં છે, કારણ કે પ્રાયઃ વૈમાનિક દેવોજ ત્યાં હોય છે. તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે, કારણ કે આ બે પ્રતરની નજીક રહેલા જ્યોતિષ્ક દેવોને તથા જ્યોતિષ્ઠાશ્રિત ક્ષેત્રમાં રહેલા વ્યન્તરો અને તિર્યંચ પંચેન્દ્રિયોને તથા વૈમાનિક, વ્યન્તર, જ્યોતિષ્ક, વિદ્યાધર, ચારણ મુનિ, અને તિર્યંચ પંચેન્દ્રિયોને ઊર્ધ્વલોક અને તિર્યશ્લોકમાં ગમનાગમન કરતા ઉપર કહેલા પ્રતરનો સ્પર્શ થાય છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા સંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે-જે અધોલોકમાં રહેલા ભવનપતિ, વન્તર, જ્યોતિષ્ક, વૈમાનિકો અને વિદ્યાધરો વૈક્રિય સમુદ્દઘાત કરતા તથાવિધ પ્રયત્નવિશેષથી ઊર્ધ્વલોકમાં આત્મપ્રદેશો દંડરૂપે વિસ્તારે છે તેઓ ત્રણે લોકનો સ્પર્શ કરે છે, માટે સંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોક નામે બે
યાતગણા છે. કારણ કે ઘણા લત્તરો પોતાનું સ્થાન નજીક હોવાથી, તીરછા લોકમાં ભવનપતિઓ. ઊર્ધ્વલોકમાં વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો અધોલૌકિક ગામોમાં સમવસરણાદિ નિમિત્તે તથા અધોલોકમાં ક્રીડાદિ નિમિત્તે ગમનાગમન કરવાથી, તથા સમુદ્રોમાં કેટલાક તિર્યંચ પંચેન્દ્રિયો પોતાનું સ્થળ નજીક હોવાથી બીજા કેટલાક તે બે પ્રતરાશ્રિત ક્ષેત્રમાં રહેલા હોવાથી પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે, માટે સંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે નરયિકો અને ભવનપતિ ત્યાં રહે છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વન્તર અને
જ્યોતિષ્ઠો ત્યાં રહે છે. એમ પંચેન્દ્રિયનું અલ્પબદુત્વ કહ્યું. ૬૮૨૦૪ खित्ताणुवाएणं सव्वत्थोवा पुढविकाइया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखिज्जगुणा, उडलोए असंखिज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवारणं सव्वत्थोवा पुढविकाइया अपज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उडलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवारणं सव्वत्थोवा पुढविकाइया पज्जत्तया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा, उडलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया।।सू०-६९।।२०५।। (મૂ૦) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પૃથિવીકાયિકો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક
છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે. અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત પૃથિવીકાયિકો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્ત પૃથિવીકાયિકો ઊર્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક
છે. ll૬૯ર૦પ/ खित्ताणुवाएणं सव्वत्थोवा आउकाइया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए
214