________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं અસંખ્યાતગુણા છે. કારણ કે કેટલાક જ્યોતિષ્ઠો પોતાના સ્થાનમાં રહેલાં છતાં નજીક હોવાથી તે બે પ્રતરનો સ્પર્શ કરે છે. બીજા કેટલાએક વૈક્રિય સમદુઘાત વડે અને બીજા કેટલાક ઊર્ધ્વલોકમાં જવા આવવાથી આ બે પ્રતરનો સ્પર્શ કરે છે. માટે પૂર્વોક્તથી અસંખ્યાતગુણા છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા સંખ્યાતગુણા છે. કારણ કે જે જ્યોતિષ્કો તેવા પ્રકારના તીવ્ર પ્રત્યનરૂપ વૈક્રિય સમુદ્યાત વડે ત્રણે લોકનો સ્વપ્રદેશો વડે સ્પર્શ કરે છે તે સ્વભાવથી પણ અતિશય ઘણા છે માટે પૂર્વોક્તથી સંખ્યાતગુણા છે. તેથી અધોલોક તિર્યશ્લોક નામે બે પ્રતરમાં વર્તતા અસંખ્યાતગુણા છે. કારણ કે ઘણા જ્યોતિષ્કો અધોલૌકિક ગ્રામોમાં સમવસરણાદિ નિમિત્તે અને અધોલોકમાં ક્રીડાનિમિત્તે ગમનાગમન કરવાથી તથા ઘણા અપોલોકથી જ્યોતિષ્ઠોમાં ઉત્પન્ન થતા પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે, તે માટે પૂર્વોક્તથી અસંખ્યાતગુણા છે. તેથી સંખ્યાતગુણા અધોલોકમાં છે, કારણ કે ઘણા જ્યોતિષ્કો અપોલોકમાં ક્રીડા નિમિત્તે અને અધોલૌકિક ગામોમાં સમવસરણાદિને વિષે લાંબા કાળ સુધી રહે છે. તેથી અસંખ્યાતગુણા તિર્યશ્લોકમાં છે, કારણ કે તિર્યશ્લોક તેઓનું પોતાનું સ્થાન છે. એ પ્રમાણે જ્યોતિદેવી સંબંધી સૂત્રનો સ્વયમેવ વિચાર કરી લેવો.
હવે વૈમાનિક દેવ સંબન્ધી અલ્પબહુત કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતા વૈમાનિક દેવો સૌથી થોડા ઊર્ધ્વલોકતિર્યશ્લોક નામે બે પ્રતરમાં છે, કારણ કે અધોલોકમાં અને તિર્યશ્લોકમાં રહેલા જે જીવો વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે, જે વૈમાનિકો તિર્યશ્લોકમાં ગમનાગમન કરે છે, જેઓએ વિવક્ષિત બે પ્રતરમાં રહેલા ક્રીડા સ્થાનનો આશ્રય કરેલો છે અને જેઓ તિર્યશ્લોકમાં રહીને જ વૈક્રિયસમુદ્યાત કે મરણસમુદ્યાત કરતા તથાવિધ પ્રયત્ન વિશેષથી ઊર્ધ્વલોકમાં આત્મપ્રદેશોને વિસ્તારે છે, તે ઉપર કહેલા પ્રતરનો સ્પર્શ કરે છે, તે થોડા છે માટે સૌથી થોડા કહ્યા છે. તેથી ત્રણ લોકમાં સંખ્યાત ગણા છે, કારણ કે અધોલૌકિક ગામોમાં સમવસરણાદિ નિમિત્તે કે અધોલોકમાં ક્રીડા નિમિત્તે ગયેલા જે વૈમાનિકો વૈક્રિય સમુદ્દઘાત કે મારણાંતિક સમુઘાત કરતા તથાવિધ પ્રયત્નવિશેષથી અત્યંત દૂર ઊર્ધ્વ આત્મપ્રદેશરૂપ દંડનો વિસ્તાર કરે છે અને જે વૈમાનિક ભવથી ઈલિકાગતિથી ઍવી અધોલૌકિક ગ્રામોમાં ઉત્પન્ન થાય છે તે ત્રણે લોકનો સ્પર્શ કરે છે અને તે પૂર્વે કહેલાથી ઘણા છે માટે સંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં સંખ્યાતગુણા છે. કારણ કે અધોલૌકિક ગ્રામોમાં સમવસરણાદિ નિમિત્તે ગમનાગમન કરવાથી અને ઉપર કહેલા પ્રતરમાં રહેલા સમવસરણાદિમાં રહેવાથી ઘણા વૈમાનિકોને ઉપર કહેલા પ્રતરનો સ્પર્શ થાય છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે અધોલૌકિક ગ્રામોને વિષે ઘણા વૈમાનિક દેવો સમવસરણાદિને વિષે રહે છે. તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે ઘણા વૈમાનિકો સમવસરણોમાં અને ઘણા ક્રીડા સ્થાનોમાં રહે છે. તેથી ઊર્વલોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે ઊર્ધ્વલોક વૈમાનિકોનું સ્વસ્થાન છે, અને ત્યાં ઘણા જ વૈમાનિક હમેશાં રહે છે. એમ વૈમાનિક દેવી સંબન્ધી સૂત્રનો પણ વિચાર કરવો. ૬પાર૦૧ી. खेत्ताणुवारणं सव्वत्थोवा एगिदिया जीवा उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखिज्जगुणा, उड्डलोए असंखिज्जगुणा, अहोलोए विसेसाहिया। खेत्ताणुवारणं सव्वत्थोवा एगिदिया जीवा अपज्जत्तगा उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवारणं सव्वत्थोवा एगिदिया जीवा पज्जत्तगा उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखिज्जगुणा, उडलोए असंखिज्जगुणा, अहोलोए विसेसाहिया ।।सू०-६६।।२०२।। (મૂ૦) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા એકેન્દ્રિય જીવો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક
છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત એકેન્દ્રિય જીવો ઊર્ધલોકે–તિર્યશ્લોકમાં
210