________________
तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ સામાન્ય જીવોનું અલ્પબદુત્વ તિર્યંચો-સૂક્ષ્મ નિગોદોને આશ્રયી વિચારેલું છે. હવે તિર્યંચસ્ત્રી સંબંધી અલ્પબદુત્વ કહે છેક્ષેત્રને અનુસરી વિચાર કરતાં તિર્યંચયોનિક સ્ત્રીઓ સૌથી થોડી ઊર્ધ્વલોકમાં છે, કારણ કે અહીં મેરુપર્વતની વાવ વગેરે સ્થળે પણ તિર્યંચ સ્ત્રીઓ હોય છે, અને તે ક્ષેત્ર નાનું હોવાથી તે સૌથી થોડી છે. તેથી ઊર્ધ્વલોક અને તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણી છે. કારણ કે સહસ્ત્રાર દેવલોક સુધીના દેવો પણ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, તો બીજી કાયના ઉત્પન્ન થાય તેમાં શું કહેવું? તેઓ ઉપર છતાં પણ જ્યાં જેનો સંભવ હોય ત્યાં ઉપજે છે, તેથી સહસાર સુધીના દેવો અને બીજા જીવો પણ ઊર્ધ્વલોકથી તિર્યશ્લોકમાં તિર્યંચ પંચેન્દ્રિય સ્ત્રીપણે આયુષ્ય વેદતા ઉત્પન્ન થાય છે. જે તીરછા લોકમાં રહેનારી તિર્યંચ પંચેન્દ્રિય સ્ત્રીઓ ઊર્ધ્વલોકમાં દેવ તરીકે અથવા બીજી કાય તરીકે ઉત્પન્ન થતી મરણસમુદ્દઘાત વડે ઉત્પત્તિસ્થાને પોતપોતાના આત્મપ્રદેશ રૂપી દંડને વિસ્તારે છે તે પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે તે તિર્યંચયોનિક સ્ત્રીઓ તેથી અસંખ્યાતગુણી છે, કારણ કે ક્ષેત્ર અસંખ્યાતગણું છે. તેથી ત્રણ લોકમાં સંખ્યાતગણી છે, કારણ કે જે ભવનપતિ, વ્યન્તર અને નારકો તથા બાકીની કાયવાળા જીવો પણ અધોલોકથી ઊર્ધ્વલોકમાં પણ તિર્યંચ પંચેન્દ્રિય સ્ત્રીપણે ઉત્પન્ન થાય, અને ઊર્ધ્વલોકથી દેવ વગેરે પણ અધોલોકમાં ઉત્પન્ન થાય તેઓ મરણ સમુઘાત કરી પોતપોતાના આત્મપ્રદેશરૂપ દંડ વડે ત્રણે લોકનો સ્પર્શ કરે છે, અને તેઓ ઘણી છે. તથા તિર્યંચ સ્ત્રીનું આયુષ્ય વેદવાથી તિર્યંચયોનિક સ્ત્રીઓ કહેવાય છે તેથી તેઓ સંખ્યાતગણી છે. તેથી અધોલોક અને તિર્યશ્લોક નામે બે પ્રતરમાં રહેલી સંખ્યાતગણી છે, કારણ કે ઘણા નારકાદિ જીવો સમુદ્યાત સિવાય પણ તીરછા લોકમાં તિર્યંચ પંચેન્દ્રિય સ્ત્રી તરીકે ઉત્પન્ન થાય છે. અને તીરછા લોકમાં રહેલા જીવો તિર્યંચયોનિક સ્ત્રીપણે અધોલૌકિક ગામોમાં પણ ઉત્પન્ન થાય છે અને તેવી રીતે ઉત્પન્ન થતાં ઉક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે અને તેઓ તિર્યંચયોનિક સ્ત્રીનું આયુષ્ય વેદવાથી તિર્યંચયોનિક સ્ત્રીઓ પણ કહેવાય છે. તથા અધોલૌકિક ગ્રામો ક્રમશઃ વધતાં વધતાં છેવટના ભાગમાં હજાર યોજન ઉંડા છે અને તેની પહેલાના કોઈક પ્રદેશમાં નવસો યોજન ઉંડાઇવાળા પણ છે, ત્યાં કોઈક તિર્યંચયોનિક સ્ત્રીઓ પોતાના રહેવા વડે પણ ઉપર કહેલા પ્રતરનો આશ્રય કરે છે માટે પૂર્વે કહેલી તિર્યંચયોનિક ઝીઓથી સંખ્યાતગુણી છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે. કારણ કે અધોલૌકિક ગામો અને બધા સમુદ્રો હજાર યોજના ઉંડા છે તે માટે નવસો યોજનની નીચે જે માછલી પ્રમુખ તિર્યંચ સ્ત્રીઓ રહે છે અને પોતાનું સ્થાન હોવાથી તેઓ ઘણી છે, માટે સંખ્યાતગુણી કહી છે, કારણ કે તેઓનું ક્ષેત્ર સંખ્યાતગુણ છે. તેથી તિર્યલોકમાં સંખ્યાતગુણી છે, એમ તિર્યંચગતિને આશ્રયી અલ્પબહુત કહ્યું. ૬ર/૧૯૮૫ खेत्ताणुवाएणंसव्वत्थोवा मणुस्सा तेलोक्के, उडलोयतिरियलोए असंखेज्जगुणा,अहोलोयतिरियलोएसंखेज्जगुणा, उडलोए संखेज्जगुणा, अहोलोएसंखेज्जगुणा, तिरियलोएसंखेज्जगुणा। खेत्ताणुवारणंसव्वत्थोवा मणुस्सीओ तेलोक्के, उड्डलोयतिरियलोए संखेज्जगुणाओ, अहोलोयतिरियलोए संखेज्जगुणाओ, उड्डलोए संज्ज्जगुणाओ, अहोलोए संज्ज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ ।।सू०-६३।।१९९॥ : (૧૦) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા મનુષ્યો ત્રણલોકમાં (ત્રણલોકનો સ્પર્શ કરનારા) છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં
અસંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી મનુષ્ય સ્ત્રીઓ ત્રણ લોકમાં (ત્રણ લોકનો સ્પર્શ કરનારી) છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગણી છે.
/૬૩/૧૯૯ો. , (ટીટ) હવે મનુષ્યગતિ સંબંધી અલ્પબદુત્વ કહે છે-ક્ષેત્રને અનુસાર વિચાર કરતાં ત્રણ લોકમાં એટલે ત્રણ લોકનો સ્પર્શ
205