________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं અધોલોકનું ક્ષેત્ર વિશેષાધિક છે. એ પ્રમાણે જીવોનું ક્ષેત્રને અનુસરી અલ્પબદુત્વ કહ્યું. ll૬oll૧૯૬ll
खेत्ताणुवारणं सव्वत्थोवा नेरइया तेलोक्के, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए असंखेज्जगुणा Iટૂ-દારના (મૂળ) ક્ષેત્રને અનુસારે સૌથી થોડા નરયિકો ત્રણ લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા હોય છે અને
તેથી અધોલોકમાં અસંખ્યાતગુણા હોય છે. //૬૧/૧૯૭ll () હવે ચાર ગતિના દંડકના ક્રમથી અલ્પબદુત્વને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રથમ નરયિકોનું અલ્પબદુત્વ કહે છેક્ષેત્રાનુપાતન' ક્ષેત્રને અનુસાર વિચાર કરતાં સૌથી થોડા નરયિકો ત્રણ લોકમાં છે–ત્રણ લોકનો સ્પર્શ કરનારા છે. નરયિકો કેવી રીતે ત્રણ લોકનો સ્પર્શ કરનારા છે અને તે સૌથી થોડા કેમ છે? તેનો ઉત્તર આ પ્રમાણે છે–અહીં મેરુપર્વતના શિખર ઉપર કે અંજન-દધિમુખ પર્વતના શિખરાદિ ઉપર રહેલી વાવોમાં રહેલા જે અત્યાદિ પંચેન્દ્રિય તિર્યંચો નરકમાં ઉપજવાના હોય ત્યારે મરણ સમયે ઈલિકા ગતિ વડે આત્મપ્રદેશોને ઉત્પત્તિસ્થાન સુધી વિસ્તારે છે અને તેઓ ત્રણ લોકનો સ્પર્શ કરે છે, તેઓ મરીને તત્કાળ નરકમાં ઉત્પન્ન થતા હોવાથી અને નરકાયુષ્યનો અનુભવ કરતા હોવાથી નારકો કહેવાય છે. આવા પ્રકારના કેટલાક હોય છે માટે ત્રણ લોકનો સ્પર્શ કરનારા નરયિકો સૌથી થોડા છે. બીજા આચાર્યો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે જે પૂર્વોક્ત વાવોમાં તિર્યંચ-પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થતા અને મરણ સમુઘાત વડે પોતાના આત્મપ્રદેશ રૂપી દંડની ઉત્પત્તિસ્થાન પર્યન્ત જેણે વિસ્તાર કર્યો છે એવા નારકો જ ગ્રહણ કરવા અને તેઓ તો નારકાયુષ્યનો અનુભવ કરતા હોવાથી નિર્વિવાદપણે નારકો જ છે અને ત્રણ લોકનો સ્પર્શ કરનારા છે. કારણ કે ઊર્ધ્વલોકમાં રહેલી પૂર્વોક્ત વાવો સુધી તેણે આત્મપ્રદેશ રૂપી દંડનો વિસ્તાર કર્યો છે. તેથી અધોલોક-તિર્યશ્લોક સંજ્ઞાવાળા પૂર્વે કહેલા બે પ્રતરનો સ્પર્શ કરનારા અસંખ્યાતગુણા છે, કારણ કે અસંખ્યાતા દ્વીપસમુદ્રોમાં ઘણા તિર્યંચ પંચેન્દ્રિયો નરકને વિષે ઉત્પન્ન થતા ઉપર કહેલા પ્રતરોનો સ્પર્શ કરે છે, તેથી પૂર્વોક્ત ત્રણ લોકનો સ્પર્શ કરનારા નરયિકો કરતાં અસંખ્યાતગુણા છે. કારણ કે ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. મેરુપર્વતાદિના ક્ષેત્રથી અસંખ્યાતા દ્વીપ-સમુદ્રરૂપ ક્ષેત્ર અસંખ્યાતગુણ છે માટે અસંખ્યાતગુણા થાય છે. બીજા આચાર્યો આ સૂત્રની આ પ્રમાણે વ્યાખ્યા કરે છે–અસંખ્યાતા દ્વીપસમુદ્રમાં તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થતા અને મરણ સમુદ્દઘાત વડે ઉત્પત્તિસ્થાન સુધી જેઓએ પોતાના આત્મપ્રદેશોનો દંડ વિસ્તાર્યો છે તે નારકો જ અહીં લેવા. નારકાયુષ્યને વેદતા હોવાથી તે નારકો મરણ પામતા પણ અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે તે તેનું પોતાનું સ્થાન છે. એમ નરકગતિને આશ્રયી ક્ષેત્રને અનુસરી અલ્પબદુત્વ કહ્યું.II૬૧.૧૯૭ી. खेत्ताणुवारणं सव्वत्थोवा तिरिक्खजोणिया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उडलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खेत्ताणुवारणं सव्वत्थोवाओ तिरिक्खजोणिणीओ उडलोए, उडलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलोएसंखेज्जगुणाओ,अहोलोएसंखेज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ।।सू०-६२।।१९८।। (મૂળ) ક્ષેત્રને અનુસરી સૌથી થોડા તિર્યંચો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી
તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ થોડી તિર્યંચસ્ત્રીઓ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે. તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં
સંખ્યાતગુણી છે. I૬૨/૧૯૮ll (ટી.) હવે તિર્યંચ ગતિને આશ્રયી અલ્પબહુત કહે છે-આ અલ્પબહુત્વનો વિચાર સામાન્ય જીવસૂત્રની પેઠે કરવો, કારણ કે
204