________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं एगवीसइमं अस्थिकाय दारं અજઘન્યોત્કૃષ્ટ (મધ્યમ) મુક્તાનંતપરિમાણવાળા છે માટે અનંતગુણા છે. તેથી પણ ભવસિદ્ધિકો અનન્તગુણા છે, કારણ કે એક ભવ્ય નિગોદના અનત્તમા ભાગ જેટલા સિદ્ધાં છે, અને લોકમા ભવ્ય જીવરાશિની નિગોદો અસંખ્યાતી છે. ભવસિદ્ધિકદ્વાર સમાપ્ત થયું. પ૩/૧૮૯ો.
२१ अस्थिकायदारं एएसिणं भंते! धम्मत्थिकाय-अधम्मत्थिकाय-आगासत्थिकाय-जीवत्थिकाय-पोग्गलत्थिकाय-अद्धासमयाणं दव्वट्ठयाएकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा। धम्मत्थिकाए अधम्मत्थिकार आगासत्थिकाए एएणंतिनिऽवितुल्ला दव्वट्ठयाए सव्वत्थोवा, जीवत्थिकाए दव्वट्ठयाए अणंतगुणे,पोग्गलत्थिकाए दव्वट्ठयाए अणंतगुणे, अद्धासमए दव्वट्ठयाए अणंतगुणे ।।सू०-५४ ।।१९०॥ (મૂળ) હે ભગવન્! એ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયોમાં
દ્રવ્યાર્થ રૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ધમસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે અને સૌથી થોડા છે, તેથી જીવાસ્તિકાય વ્યાર્થરૂપે અનંતગુણ છે, તેથી પુલાસ્તિકાય
દ્રવ્યાર્થરૂપે અનન્તગુણા છે, તેથી અદ્ધાસમય દ્રવ્યાર્થરૂપે અનન્તગુણ છે. પ૪/૧૯oll (ટી૦) હવે અસ્તિકાયદ્વાર કહે છે-ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યર્થતયા'-દ્રવ્યસ્વરૂપે તુલ્ય સમાન છે, કારણ કે દરેક એક એક દ્રવ્યરૂપ છે, માટે સૌથી થોડા છે. તેથી જીવાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણા છે. કારણ કે પ્રત્યેક જીવો દ્રવ્ય છે, અને તેઓ જીવાસ્તિકાયને વિષે અનન્તા છે. તેથી પુલાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણા છે. કેવી રીતે છે? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે–અહીં પરમાણુ અને ક્રિપ્રદેશિકાદિ સ્કલ્પો જુદા જુદા દ્રવ્ય છે, તે સામાન્યરૂપે ત્રણ પ્રકારે છે–પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિશ્રસાપરિણત. તેમાં પ્રયોગપરિણત (આત્માના પ્રયોગ-વ્યાપાર વડે જ્ઞાનાવરણાદિ કર્મરૂપે તથા દારિકાદિ શરીરરૂપે પરિણમતા પુગલો) પણ જીવોથી અનન્તગુણા છે, કારણ કે એક એક જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયાદિ પ્રત્યેક કર્મના અનન્ત પુદ્ગલસ્કન્ધો વડે વ્યાપ્ત છે, તો પછી બીજા પુદ્ગલોના સંબંધમાં શું કહેવું? તે પ્રયોગપરિણત પુદ્ગલોથી મિશ્રપરિણત (પ્રયોગ અને વિસસા-સ્વભાવથી પરિણમેલા) પુદ્ગલદ્રવ્યો અનન્તગુણા છે, તેથી વિસસાપરિણત-સ્વભાવથી પરિણમેલા પુદ્ગલદ્રવ્યો અનન્તગુણા છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “સબૂલ્યોવા પુછાતા પાપળયા મીલપરાયા અનંતપુ વીસરાણિયા અનંત ગુણII"-“સૌથી થોડા પુદ્ગલો પ્રયોગપરિણત છે, તેથી મિશ્રપરિણત અનન્તગુણા છે અને તેથી વિસસાપરિણત અનન્તગુણા છે.” માટે જીવાસ્તિકાયથી પુલાસ્તિકાય દ્રવ્યસ્વરૂપે અનન્તગુણા છે. તેથી અદ્ધા સમય-કાલ પણ દ્રવ્યાર્થપણે અનન્તગુણ છે. કેવી રીતે છે તે બતાવે છે–અહીં એકજ પરમાણુ ભવિષ્ય કાલમાં ઢિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, યાવત્ દસપ્રદેશિક, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને અનન્તપ્રદેશિક સ્કંધોની અંદર પરિણત થવાને લીધે તેના જુદા જુદા કાળ થવાના અનન્ત ભાવી સંયોગો કેવલજ્ઞાનીએ જાણેલા છે, જેમ એક પરમાણુના તેમ બધા પરમાણુઓના તથા પ્રત્યેક ક્રિપ્રદેશિકાદિ સ્કંધોના ભિન્ન ભિન્ન કાળ થવાના ભાવી અનન્ત સંયોગો જાણેલા છે. તે બધાયનો પરિણામ 'મનુષ્યક્ષેત્રમાં (આ લોકમાં) સંભવે છે. તથા ક્ષેત્રથી પણ આ પરમાણુ આ આકાશપ્રદેશમાં એક સમયની ૧. ટીકાકારે મનુષ્યક્ષેત્રના અન્તવર્તી આ સાંયોગિક પરિણામો સંભવે છે એમ કહ્યું છે તો શા આશયથી કહ્યું છે તેનો ખયાલ આવી શકતો નથી, પણ આ બધા પૌદ્ગલિક પરિણામો તો ચૌદ રજુપ્રમાણ લોકમાં થાય છે એમ સ્પષ્ટ જણાય છે. કદાચ સૂર્યાદિના ગમન વડે ઉપલબ્ધ વ્યાવહારિક કાળ મનુષ્યલોકમાં હોય છે, તે આશયથી કહ્યું હોય એમ માનીએ તો પણ વર્તનારૂપ કાલ તો ચૌદ રજુપ્રમાણ લોકમાં છે.
198