________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं नवमं सम्मत्तदारं (મૂ૦) હે ભગવન્! વેશ્યાવાળા, કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પઘલેશ્યાવાળા,
શુક્લલેશ્યાવાળા, અને લેક્ષારહિત એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા છે, તેથી પદ્મવેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી લેક્ષારહિત અનંતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનંતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા
વિશેષાધિક છે અને તેથી સામાન્ય વેશ્યાવાળા વિશેષાધિક છે. ૩૯/૧૭પ (ટી૦) કષાયદ્વાર સમાપ્ત થયું, હવે વેશ્યાદ્વાર કહે છે–સૌથી થોડા શુક્લલેશ્યાવાળા છે, કારણ કે લાંતકથી માંડી અનુત્તર સુધીના વૈમાનિક દેવોમાં અને કેટલાએક ગર્ભજ કર્મભૂમિના સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાં તથા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા કેટલાક તિર્યંચ સ્ત્રીપુરુષોમાં શુક્લલશ્યાનો સંભવ છે. તેથી પદ્ગલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, કેમકે પહ્મશ્યા સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોક-કલ્પવાસી દેવામાં તથા પુષ્કળ ગર્ભજ કર્મભૂમિના સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય સ્ત્રી-પુરુષોમાં તેમજ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ સ્ત્રી-પુરુષોમાં હોય છે. સનકુમારાદિ દેવો વગેરે બધા મળીને લાન્તકાદિ. દેવો વગેરેથી સંખ્યાતગુણા હોય છે, માટે શુક્લલેશ્યાવાળાથી પલેશ્યાવાળા સંખ્યાતગુણા જાણવા. તેથી તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા હોય છે, કારણ કે સૌધર્મ, ઈશાન, જ્યોતિષિક દેવો કેટલાએક ભવનપતિ, વન્તર, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને બાદરપયા એકેન્દ્રિયોને તેજલેશ્યા હોય છે.
(પ્ર0) પલેશ્યાવાળા કરતાં તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા કેમ ન હોય? કારણ કે જ્યોતિષ્કો ભવનવાસીથી પણ અસંખ્યાતગુણા છે, તો પછી સનસ્કુમારાદિ દેવોથી હોય તેમાં શું કહેવું? અને જ્યોતિષ્ઠો બધા તેજોવેશ્યાવાળા છે, તેમજ સૌધર્મ અને ઈશાન કલ્પના દેવો પણ તેજોલેશ્યાવાળા છે તે માટે અસંખ્યાતગુણા થાય, પણ સંખ્યાતગુણા ન થાય. (૧૦)વસ્તુતત્ત્વના અજ્ઞાનથી તમારી શંકા થયેલી છે તેથી અયુક્ત છે, કારણ કે વેશ્યાપદમાં ગર્ભજ તિર્યંચો અને સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચોના કૃષ્ણલેશ્યાદિ સંબંધમાં અલ્પબહુતમાં સૂત્ર કહેવામાં આવશે કે-“સૌથી થોડા ગર્ભજ તિર્યંચો શુક્લલેશ્યાવાળાં છે, તેથી શુક્લલેશ્યાવાળી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી પલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી પાલેશ્યાવાળી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાત ગુણી છે, તેથી તેજોલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે.' અને મહાદંડકમાં તિયચ સ્ત્રીથી બન્નર અને જ્યોતિષિકો સંખ્યાતગુણા કહેશે, તેથી જોકે ભવનવાસી કરતાં પણ જ્યોતિષિકો અસંખ્યાતગુણા છે તો પણ પદ્મશ્યાવાળાથી તો તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા જ હોય છે. અહીં આ તાત્પર્ય છે જો કેવળ પદ્મવેશ્યાવાળા દેવોનીજ અપેક્ષાએ તેજોવેશ્યાવાળા દેવોનો જ વિચાર કરવામાં આવે તો અસંખ્યાતગુણા થાય, પરન્તુ અહીં પદ્મવેશ્યાવાળામાં તિર્યંચો મિશ્રિત હોવાથી પહ્મશ્યાવાળા કરતાં તિર્યંચ મિશ્રિત તેજોલેશ્યાવાળાનો વિચાર કરાય છે અને પદ્મશ્યાવાળા પણ તિર્યંચો ઘણા છે, તેથી સંખ્યાતગુણા જ થાય છે, પણ અસંખ્યાતગુણા થતા નથી.
તેથી શ્યારહિત જીવો અનન્તગુણા છે. કારણ કે સિદ્ધો અનન્ત છે. તેથી કાપોતલેશ્યાવાળા અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિકને પણ કાપોતલેશ્યાનો સંભવ છે, અને વનસ્પતિકાયિકો સિદ્ધાંથી પણ અનન્તગુણા છે. તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, કેમકે કાપોતલેશ્યાવાળા કરતાં ઘણા જીવોને નીલલેશ્યાનો સંભવ છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, કારણ કે નીલલેશ્યાવાળા કરતાં પણ ઘણા જીવોને કૃષ્ણ લેશ્યા હોય છે. તેથી સામાન્ય લક્ષાસહિત જીવો વિશેષાધિક છે, કારણ કે નીલલેશ્યાવાળા વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે. ૩૯.૧૭પા
९सम्मत्तदारं एएसि णं भंते! जीवाणं सम्मद्दिट्ठीणं मिच्छादिट्ठीणं सम्मामिच्छादिट्ठीण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा सम्मामिच्छदिट्ठी, सम्मदिट्ठी अणंतगुणा, मिच्छादिट्ठी
192