________________
तइयं अप्पाबहुयं पयं पंचमं योगदारं-छटुं वेददारं
श्री प्रज्ञापना सूत्र भाग १ બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, ૧૧ તેથી અપર્યાપ્ત બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, ૧૨ તેથી અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, ૧૩ તેથી અપર્યાપ્ત બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, ૧૪ તેથી અપર્યાપ્યા બાદ વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, ૧૫ તેથી અપયા સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, ૧૬ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, ૧૭ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અકાયિકો વિશેષાધિક છે, ૧૮ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, ૧૯ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, ૨૦ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, ૨૧ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, ૨૨ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, ૨૩ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, ૨૪ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, ૨૫ તેથી પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, ૨૬ તેથી બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, ૨૭ તેથી અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, ૨૮ તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે, ૨૯ તેથી બાદર જીવો વિશેષાધિક છે, ૩૦ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, ૩૧ તેથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે, ૩૨ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, ૩૩ તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક
છે, અને ૩૪ તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. ll૩૫ll૧૭૧/l (ટી.) હવે પર્યાપ્તા અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિ, બાદર અને બાદર પૃથિવીકાયિકાદિનું સામુદાયિક પાંચમું અલ્પબદુત્વ કહે છે-સૌથી થોડા પર્યાપ્ત બાદર તેજસ્કાયિકો છે. કારણ કે તેઓ આવલિકાના સમયનો વર્ગ કરી તેને કેટલાક સમય ન્યૂન આવલિકાના સમયો વડે ગુણતાં જેટલા સમય થાય તેટલા છે. તેથી પર્યાપ્તા બાદ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ એક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ જેટલા ખંડો થાય તેટલા છે. તેથી પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર પૃથિવીકાયિક, બાદર અપ્લાયિક અને બાદર વાયુકાયિક ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. જો કે તેઓ પ્રત્યેક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ જેટલા ખંડ થાય તેટલા છે તો પણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા ભેદો થતા હોવાથી ઉત્તરોત્તર અસંખ્યાતગુણાનું કથન પરસ્પર વિરુદ્ધ નથી. તેથી બાદર તેજસ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ છે. તેથી અપર્યાપ્તા પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર પૃથિવીકાયિક, બાદર અપ્લાયિક અને બાદર વાયુકાયિક ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. અપર્યાપ્યા બાદર વાયુકાયિકથી અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાલિક અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક અને સૂક્ષ્મ વાયુકાયિક ઉત્તરોત્તર વિશેષાધિક છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિક સંખ્યાતગુણા છે. કારણ કે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાઓ કરતાં પર્યાપ્તા સામાન્ય રીતે સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક અને સૂક્ષ્મ વાયુકાયિક ઉત્તરોત્તર વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ ઘણી મોટી સંખ્યા વડે સર્વ લોકમાં છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, કારણ કે સૂક્ષ્મમાં અપર્યાપ્ત કરતાં પર્યાપ્તાઓ સામાન્યરીતે હમેશાં સંખ્યાતગુણા હોય છે. જો કે આ બધા બાદર પર્યાપા તેજસ્કાયિકોથી આરંભી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ સુધીના સોળ પદાર્થો અન્ય સ્થળે સામાન્ય રીતે અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ કહ્યા છે તો પણ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી અહીં આ પ્રમાણે અસંખ્યાતગણું, વિશેષાધિકપણું કે સંખ્યાતગણું કહેલું છે તે વિરુદ્ધ ન સમજવું. પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદોથી પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે. કારણ કે બાદર એક એક નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી સામાન્ય રીતે બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે તેમાં બાદર પર્યાપ્ત તેજસ્કાયિકાદિનો પણ સમાવેશ થાય છે. તેથી અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે એક એક પર્યાપ્ત બાદર નિગોદને આશ્રયી અસંખ્યાતા અપર્યાપ્તા બાદર નિગોદોની ઉત્પત્તિ થાય છે. તેથી સામાન્ય રીતે બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી સામાન્ય બાદર જીવો વિશેષાધિક છે. કારણ કે તેમાં પર્યાપ્તાઓનો પણ સમાવેશ થાય છે. તેથી
189