________________
तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ - સૂક્ષ્મ વિશેષાધિક છે. //ર પી૧૬૧ (ટી.) હવે સૂક્ષ્માદિ પર્યાપ્તા અને અપર્યાપ્ત ઉભયનું અલ્પબદુત્વ કહે છે-“પતિ મંત! સુહુમાં સુહુમપુઢવી ફિયા' ઇત્યાદિ. સૌથી થોડા અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો છે, તેનું કારણ પૂર્વે કહેલું છે. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો, અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો ઉત્તરોત્તર વિશેષાધિક છે, આ સંબંધમાં કારણ પૂર્વે કહ્યું છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો સંખ્યાતગુણા છે, કારણ કે અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે, એનો હમણાંજ વિચાર કરેલો છે. તેમાં સૌથી થોડા અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો કહ્યા છે, અને બીજા સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથિવીકાયિકાદિ ઉત્તરોત્તર વિશેષાધિક કહ્યા છે. વિશેષાધિક એટલે કંઈક અધિક, બમણાથી ઓછા, પણ બમણા કે ત્રણગણા નહિ. તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિક કરતાં પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો સંખ્યાતગુણા છતાં સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તાથી પણ સંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિક વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિક વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા. સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, કારણ કે તે ઘણા છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, કારણ કે સૂક્ષ્મ જીવોમાં સામાન્ય રીતે અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, કારણ કે દરેક નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનન્તા છે. તેથી સામાન્યતઃ સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે. કારણ કે તેમાં સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિનો પ્રક્ષેપ થાય છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે. કારણ કે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. જે વચ્ચે અપર્યાપ્તાઓનું વિશેષાધિકપણું કહ્યું છે તે થોડું હોવાથી સંખ્યાતગુણામાં અડચણ નથી. તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, કેમકે સૂક્ષ્મ પર્યાપ્તાઓમાં સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિ પર્યાપ્તાઓનો સમાવેશ થાય છે. તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, કેમકે સૂક્ષ્મ પર્યાપ્તાઓમાં સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિ પર્યાપ્તાઓનો સમાવેશ થાય છે. તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં અપર્યાપ્તાઓનો પણ સમાવેશ થાય છે. આરપી૧૬૧// एएसि णं भंते! बादराणं बादरपुढविकाइयाणं बादरआउकाइयाणं बादरतेउकाइयाणं बादरवाउकाइयाणं बादरवणस्सइकाइयाणं पत्तेयसरीरबादरवणस्सइकाइयाणं बादरनिगोदाणं बादरतसकाइयाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरतसकाइया, बादरतेउकाइया असंखेज्जगुणा, पत्तेयसरीरबादरवणस्सइकाइया असंखेज्जगुणा, बादरनिगोदा असंखेज्जगुणा, बादरपुढवीकाइया असंखेज्जगुणा, बादरआउकाइया असंखेज्जगुणा, बादरवाउकाइया असंखेज्जगुणा, बादरवणस्सइकाइया
vivi, વીરા વિરોસાદિયા તૂ૦-રદાદરા (મૂળ) હે ભગવન્! એ બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અકાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો,
'બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, તેથી બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી
બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી બાદર જીવો વિશેષાધિક છે. //ર૬/૧૬૨/ (ટી) એમ સૂક્ષ્મને આશ્રયી પાંચ સૂત્રો કહ્યાં, હવે બાદરને આશ્રયી પાંચ સૂત્રો ઉપર કહેલા ક્રમને અનુસરીને કહે છે-સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, કેમકે બેઈન્દ્રિયાદિ જીવો જ બાદર ત્રસ છે. અને તેઓ બાકીના પૃથિવીકાયાદિથી થોડા છે, તેથી બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. તેથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, કેમકે તેઓનું સ્થાન અસંખ્યાતગણું છે. અને બાદર તેજસ્કાયિકો તો મનુષ્યક્ષેત્રમાં જ હોય
179