________________
तइयं अप्पाबहुयं पयं बिइयं गतिदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ સનકુમાર અને મહેન્દ્ર કલ્પના સૂત્રો સંબંધમાં વિચાર કરવો. બ્રહ્મલોક કલ્પમાં સૌથી થોડા, પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાએ દેવો છે, કારણ કે ઘણા કૃષ્ણપાક્ષિક તિર્યંચો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે, શુક્લપાક્ષિકો થોડા છે માટે પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં દેવો સૌથી થોડા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. કેમકે ઘણા કૃષ્ણપાક્ષિકો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે લાંતક, શુક્ર અને સહસારકલ્પના સૂત્રોનો પણ વિચાર કરવો. આનતાદિ કલ્પમાં મનુષ્યો જ ઉત્પન્ન થાય છે, તેથી ત્યાંથી આરંભી પ્રત્યેક કલ્પમાં, પ્રતિરૈવેયકમાં અને દરેક અનુત્તર વિમાનમાં ચારે દિશાએ પ્રાયઃ સરખા ઉત્પન્ન થાય છે. તે માટે કહ્યું છે કે–“હે આયુષ્માન્ શ્રમણ! ત્યાંથી આગળ બહુધા ચારે દિશામાં સરખા ઉત્પન્ન થાય છે.”I૭ll૧૪૩ दिसाणुवाएणं सव्वत्थोवा सिद्धा दाहिण उत्तरेणं, पुरच्छिमेणं संखेज्जगुणा, पच्चत्थिमेणं विसेसाहिया Iટૂ૦-૮પ૪૪પા. (મૂળ) દિશાની અપેક્ષાએ સૌથી થોડા સિદ્ધો દક્ષિણ અને ઉત્તર દિશાએ છે, તેથી પૂર્વમાં સંખ્યાતગુણા છે અને પશ્ચિમમાં
વિશેષાધિક છે. IICTI૧૪૪ (ટી0) સિદ્ધો દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં થોડા છે, કારણ કે અહીં (સિદ્ધિગતિમાં) મનુષ્યો જ સિદ્ધ થાય છે, બીજા જીવો સિદ્ધ થતા નથી, મનુષ્યો પણ સિદ્ધ થતા છેલ્લા સમયે જે આકાશ પ્રદેશોને અવગાહી રહેલા છે તેટલા આકાશ પ્રદેશોને અવગાહી સમશ્રેણિએ ઉપર જાય છે જરા પણ આડા અવળા જતા નથી, અને તેજ આકાશ પ્રદેશોને અવગાહી ઉપર રહે છે, તેમાં દક્ષિણ દિશાએ પાંચ ભરતમાં અને ઉત્તર દિશાએ પાંચ એરાવત ક્ષેત્રમાં અલ્પ મનુષ્યો સિદ્ધ થાય છે, કારણ કે ક્ષેત્ર અલ્પ છે. અને સુષમસુષમાદિકાળમાં તો સિદ્ધિનો અભાવ છે માટે તે ક્ષેત્રમાંથી સિદ્ધ થયેલા સૌથી થોડા છે. તેથી પૂર્વ દિશાએ સંખ્યાતગુણા છે, કારણ કે ભારત અને એરોવત ક્ષેત્ર કરતાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર સંખ્યાતગુણ છે, તેથી તેમાં રહેલા મનુષ્યો પણ સંખ્યાતગુણા છે અને તેઓ સર્વ કાળે સિદ્ધ થાય છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે અધોલૌકિક ગામોમાં મનુષ્યની અધિક સંખ્યા છે. ll૮૧૪૪ો.
|| વિદ્યાવિહાર || एएसि णं भंते! नेरइयाणं तिरिक्खजोणियाणं मणुस्साणं देवाणं सिद्धाण य पंचगतिसमासेणं कतरे कतरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा सव्वत्थोवा मणुस्सा, नेरइया असंखेज्जगुणा, देवा असंखेज्जगुणा सिद्धा अणंतगुणा, तिरिक्खजोणिया अणंतगुणा ।।सू०-९।।१४५।।
૨ ગતિદ્વાર (મૂ૦) હે ભગવન! નરયિકો, તિર્યંચયોનિકો, મનુષ્યો, દેવો અને સિદ્ધોમાં પાંચ ગતિના સંક્ષેપથી ક્યા જીવો ક્યા જીવાથી
અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા મનુષ્યો છે, તેથી નરયિકો અસંખ્યાતગુણા છે. તેથી દેવો
અસંખ્યાતગુણા છે, તેથી સિદ્ધો અનંતગુણા છે અને તેથી તિર્યંચયોનિકો અનન્તગુણા છે. લા/૧૪પ (20) દિશાદ્વાર કહ્યું, હવે ગતિકાર કહે છે, તેમાં આ પ્રથમ સૂત્ર છે—સૌથી થોડા મનુષ્યો છે, કારણ કે છ—વાર છેદ કરવા વડે જે રાશિનો છેદ થાય એટલે જે રાશિનો અર્ધ અર્ધ છેદ કરતા છ—વાર છેદ થઈ શકે અથવા છ—વાર બમણા કરતાં જે સંખ્યા થાય તેટલા મનુષ્યો છે. જેને છ—વાર છેદ આપી શકાય તે રાશિ આગળ બતાવવામાં આવશે. મનુષ્યોથી નૈરયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે અંગુલમાત્ર ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશોની સંખ્યા હોય, તેના પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂલવડે ગુણતાં જેટલી સંખ્યા થાય તેટલી ઘનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા નૈરયિકો છે. તેથી દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે વ્યન્તરો અને જ્યોતિષિકો પ્રત્યેક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી શ્રેણીઓના આકાશપ્રદેશના રાશિ પ્રમાણ છે. તેથી સિદ્ધો અનન્ત ગુણા છે. કારણ કે તે અભવ્યોથી અનન્તગુણા છે. તેથી તિર્યંચો અનન્તગુણા છે, કારણ
169