________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं सिद्धाठाणाइं
કહ્યું છે તે સાંભળો–‘નહ સવ્વ' ઇત્યાદિ. ‘યથા’ ઉદાહરણનો ઉપન્યાસ કરવા માટે છે. જેમ કોઇપણ પુરુષ ‘સર્વામદુષિત' સર્વ કામના ગુણયુક્ત, સર્વ પ્રકારના સૌન્દર્ય વડે સંસ્કારવાળું ભોજન ખાઇને ક્ષુધા અને તૃષાથી રહિત થયેલો અમૃતથી તૃપ્ત થયેલો હોય તેમ રહે છે, તેમ નિર્વાણ-મોક્ષને પ્રાપ્ત થયેલા સિદ્ધો સર્વકાલ–સાદિ અનન્ત કાળ પર્યન્ત તૃપ્ત-સર્વ પ્રકારની ઉત્સુકતાની નિવૃત્તિ થવાથી પરમ સંતોષને પ્રાપ્ત થયેલા. ઉપમા નહિ હોવાથી અનન્યસદૃશ, પડવાનો અભાવ હોવાથી શાશ્વત, લેશ પણ વ્યાબાધા–દુઃખનો અસંભવ હોવાથી અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયેલા છે તેથી સુખયુક્ત થઇને રહે છે. II૧૭-૨૦ા सिद्ध त्ति य बुद्ध त्ति य पारगय त्ति य परंपरगय त्ति उम्मुक्ककम्मकवया अजरा अमरा असंगा य॥ २१ ॥ नित्थिन्नसव्वदुक्खा जाइ-जरा-मरणबंधणविमुक्का । अव्वाबाहं सोक्खं अणुहोंती सासयं सिद्धा ||२२|| पन्नवणाए भगवइए बितीयं ठाणपयं समत्तं
(મૂળ) સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, જેણે કર્મરૂપ કવચનો ત્યાગ કર્યો છે એવા, જરારહિત, મરણરહિત અને સંગરહિત છે. સર્વદુ:ખોને તરી ગયેલા, જન્મ, જરા, મરણના બંધનથી મૂકાયેલા સિદ્ધો શાશ્વત કાલ પર્યન્ત અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. ૨૧-૨૨॥
પ્રજ્ઞાપના સૂત્રમાં બીજું સ્થાનપદ સમાસ
',
(ટી૦) એનો વિશેષપણે વિચાર કરે છે–‘સિદ્ધત્તિ ય' ઇત્યાદિ. સિત-બાંધેલા આઠ પ્રકારના કર્મને જેઓએ ધ્માત–ભસ્મીભૂત કર્યા છે એટલે અનેક ભવના કર્મરૂપ ઇન્ચનો બાળી નાંખ્યા છે એવા સિદ્ધો છે. સામાન્ય રીતે કર્માદિ સિદ્ધો પણ કહેવાય છે. કહ્યું છે કે-‘‘જન્મે સિળે ય વિન્નાર્ મંતેનોો ય આળમા અત્થ ગત્તાધિપ્પણ, તને મ્મલવણ્ ।।''-‘કર્મ, શિલ્પ, વિદ્યા, મન્ત્ર, યોગ, આગમ, અર્થ, યાત્રા, અભિપ્રાય, તપ અને કર્મ ક્ષયને વિષે સિદ્ધ શબ્દ છે.' માટે કર્માદિ સિદ્ધનો નિષેધ કરવા માટે કહે છે—‘બુદ્ધા : '–જેઓએ અજ્ઞાન નિદ્રામાં સુતેલા જગતમાં બીજાના ઉપદેશ સિવાય જીવાદિરૂપ તત્ત્વને જાણેલ છે એવા, સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવરૂપ બોધવાળા, આવા છતાં પણ ‘સંસાર અને નિર્વાણ બન્ને છોડીને રહેલા છે' એમ કોઇ માને છે–કહ્યું છે કે-‘‘સંસારે ન ૨ નિર્વાળે, સ્થિતો મુવનભૂતયે અવિત્ત્વ: સર્વતોજાનાં, ચિત્તારભાધિજો મહાન્ ''-‘જે સંસાર અને નિર્વાણમાં રહેલ નથી, પરન્તુ દુનીયાના કલ્યાણને માટે રહેલ છે. વળી સર્વ લોકોને અચિન્ય ચિન્તામણિ રત્ન કરતાં પણ અધિક અને મહાન્ છે.’’ આથી તેવા સિદ્ધોનો વ્યવચ્છેદ-નિષેધ ક૨વા માટે ‘પાર।તા:' વિશેષણ આપેલું છે. જેઓ પારસંસારના અન્તને અથવા પ્રયોજનના અન્તને ગત–પામેલા તે પારગત કહેવાય છે. તથાભવ્યત્વવડે સૂચિત સકલ પ્રયોજનની સમાપ્તિ વડે સમગ્ર પ્રકારની કર્તવ્યશક્તિથી રહિત તે પારંગત જાણવા. વા પ્રકારના છતાં પણ કેટલાક યદચ્છાવાદીઓ ક્રમ સિવાય સિદ્ધપણું જણાવે છે. કહ્યું છે કે–‘‘નૈસિંધ્યામતો, વિત્તપ્રાક્ષિર્નિયોત: વરિદ્રાખ્યાતિસમા, તદ્વન્મુક્તિ: વૃશ્વિન જિમ્॥॥''-‘એકાદિ સંખ્યાના ક્રમથી નહિ, તેમ ધનપ્રાપ્તિના નિયોગથી નહિ, પરન્તુ દરિદ્રને રાજ્યપ્રાપ્તિના જેવી મુક્તિ ક્વચિત્ કેમ ન હોય?' તેનો નિષેધ કરવા માટે ‘પરંપરાગતાઃ' એ વિશેષણ આપેલું છે. જ્ઞાનદર્શન–ચારિત્રરૂપ પરંપરાથી અથવા મિથ્યાર્દષ્ટિ, સાસ્વાદન, સભ્યમિથ્યાર્દષ્ટિ, અવિરતસમ્યગદૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, નિવૃત્તિ, અનિવૃત્તિ, સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગી કેવલી અને અયોગી કેવલી–એ ગુણસ્થાનકોની પરંપરાથી મુક્તિને પ્રાપ્ત થયેલા, આવા છતાં પણ કેટલાક વાદિઓ ‘તત્ત્વથી કર્મરૂપ કવચ-આવરણથી નહિ મુકાયેલા' માને છે. કેમકે ‘તૌર્થનિજારવર્શનાવિહા૫તિ' તીર્થનો તિરસ્કાર જોવાથી અહીં આવે છે' આ વચનથી તેઓ સંસારમાં અવતાર ધારણ કરવાનો સ્વીકાર કરે છે. તે મતનો નિરાસ કરવા ‘૩ન્મુક્ત મેળવવા:' કર્મરૂપ કવચ-આવરણ રહિત–એ વિશેષણ આપ્યું છે. ઉત્–પ્રબલપણે–ફરીથી સંસારમાં અવતાર નહિ ધારણ કરવારૂપે જેણે કર્મરૂપ કવચ-આવરણનો ત્યાગ કર્યો છે એવા, એથી જ ‘અનરા:’ શરીરના અભાવથી જરારહિત, ‘અમા:' મરણ રહિત, કારણ કે શ૨ી૨૨હિત હોવાથી તેને પ્રાણના
160