________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं सिद्धाठाणाई ઉપયોગ-એ સિદ્ધોનું લક્ષણ છે. કેવલજ્ઞાનના ઉપયોગવાળા સિદ્ધો સર્વ પદાર્થના ગુણો અને પર્યાયોને સર્વથા જાણે છે અને અનન્ત કેવલદર્શન વડે સર્વથા જુએ છે. અવ્યાબાધ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સિદ્ધોને જે સુખ છે તે સુખ મનુષ્યોને
નથી, તેમ સર્વ દેવોને પણ નથી. /૧૨-૧૩ (ટી૦) હવે સિદ્ધોનું લક્ષણ જણાવે છે-“મરીરા' ઇત્યાદિ સિદ્ધો અશરીર-દારિકાદિ પાંચ પ્રકારના શરીર રહિત અને ‘નીવયનાઃ' મુખ અને પેટ વગેરેના છિદ્રો પૂરવાથી આત્મપ્રદેશોનો ઘન થાય છે, માટે આત્મપ્રદેશના ઘનરૂપ થયેલા ૩૫યુવતી રને ર ને ' વળી કેવળ દર્શન અને કેવળ જ્ઞાનના ઉપયોગવાળા, જો કે સિદ્ધપણાના આવિર્ભાવના સમયે કેવલજ્ઞાન હોય છે તેથી જ્ઞાન પ્રધાન છે તો પણ આ સામાન્ય સિદ્ધનું આ લક્ષણ છે એમ જણાવવા માટે પ્રથમ સામાન્ય વિષયકસામાન્ય ગ્રાહક દર્શન કહ્યું. સામાન્યગ્રાહક દર્શન અને વિશેષગ્રાહક જ્ઞાન કહેવાય છે. માટે સાકાર અને અનાકાર એટલે સામાન્ય અને વિશેષ ઉપયોગરૂપ છે. આ હમણાં કહેલું તે તદ્રવ્યાવૃત્તિસ્વરૂપ-સિદ્ધોથી અન્ય વસ્તુની વ્યાવૃત્તિ-ભિન્નતા રૂપ લક્ષણ સમજવું.. અહીં ‘તુ’ શબ્દ આગળની ગાથામાં કહેવાશે એવા નિરુપમ સુખની વિશેષતા બતાવવા માટે છે. હવે સિદ્ધો ‘કેવલજ્ઞાન અને કેવલ દર્શન વડે સમગ્ર વસ્તુને જાણે છે એ બતાવે છે–‘વજ્ઞાનેનોપયુતા:' કેવલજ્ઞાન વડે ઉપયુકત, પરન્તુ અન્તઃકરણ વડે નહિ, કારણ કે તેમને અન્તઃકરણ હોતું નથી તેથી કેવળજ્ઞાનના ઉપયોગવાળા, ‘સર્વબાવાવાન' સર્વ પદાર્થના ગુણ અને ભાવ-પર્યાયોને જાણે છે. અહીં પ્રથમ ભાવશબ્દ પદાર્થવાચી છે અને બીજો ભાવ શબ્દ પર્યાયવાચી છે. ગુણપર્યાયનો આ પ્રમાણે ભેદ છે-“સદર્તિનો ગુન' દ્રવ્યની સાથે રહેનારા ધર્મો ગુણ અને ‘વર્તિનઃ પર્યાયાઃ' ક્રમવર્તીઅનુક્રમે થવાવાળા ધર્મો પર્યાય કહેવાય છે. તથા અનન્ત કેવલદૃષ્ટિઓ વડે-અનન્ત કેવલ દર્શનો વડે ‘સર્વતઃ વસુ'–સર્વથા જ જુએ છે. અહીં ‘ખલુ’ શબ્દ અવધારણાર્થક છે. કેવલદર્શનની અનન્તતા અનન્ત સિદ્ધો હોવાથી જાણવી. અહીં પ્રથમ જ્ઞાનનું ગ્રહણ પ્રથમ જ્ઞાનોપયોગમાં રહેલા સિદ્ધ થાય છે એ જણાવવા માટે છે. I૧૨-૧૩ नवि अत्थि माणुसाणं तं सुक्खं नवि य सव्वदेवाणं। जं सिद्धाणं सुक्खं अव्वाबाहं उवगयाणं ।।१४।।
सुरगणसुहं समत्तं सव्वद्धापिंडिय अणंतगुणं। ण वि पावे मुत्तिसुहं णंताहिं वग्गवग्गूहिं ।।१५।।. (મૂ૦) સર્વ દેવોના સમસ્ત સુખને સર્વકાલના (અનન્ત) સમયેવડે પિંડિત કરી તેને અનન્તગુણ કરી પુનઃ તેનો અનન્ત વાર
વર્ગ કરીએ તો પણ સિદ્ધિસુખના તુલ્ય ન થાય. /૧૪-૧૫// (ટી) હવે સિદ્ધો નિરુપમસુખવાળા છે તે બતાવે છે-નવ મત્યિ' ઇત્યાદિ. મનુષ્યોને-ચક્રવર્તી વગેરેને પણ તે સુખ નથી, અનુત્તર સુધીના સર્વ દેવોને પણ તે સુખ નથી, કે અવ્યાબાધા-વિવિધ પ્રકારની અબાધા-શારીરિકાદિ દુઃખના અભાવને પ્રાપ્ત થયેલા સિદ્ધોને જે સુખ છે. બીજાઓને કેવી રીતે સુખ નથી તે પ્રકારાન્તરથી બતાવે છે– સુરપુખસુદ ઇત્યાદિ. દેવગણનું સમસ્ત-અતીત અનાગત અને વર્તમાન કાળનું સંપૂર્ણ સુખ તેને “સદ્ધપબ્લિત' સર્વકાળના સમયો વડે ગુણીએ અને તેને પુનઃ અનન્તગુણ કરીએ અને જેટલું થાય તેટલું સુખ અસત્કલ્પનાથી એક એક આકાશપ્રદેશ ઉપર સ્થાપન કરીએ, એમ સકલ આકાશના પ્રદેશોને પૂરવાથી જો કે તે અનન્ત થાય છે તો પણ તેના અનન્તા વર્ગ કરીએ, તો પણ એટલું વધવા છતાં પણ મુક્તિના સુખની તુલ્ય ન થાય. ll૧૪-૧૫ _ सिद्धस्स सुहो रासी सव्वद्धापिंडिओ जइ हवेज्जा। सोऽणंतवग्गभइओ सव्वागासे न माइज्जा ।।१६।। (મૂ૦) જો સિદ્ધના સુખનો રાશિ સર્વકાલનો પિંડિત–એકઠો કરેલો હોય તેને અનન્ત વર્ગમૂલોથી ઘટાડીએ તો પણ સર્વ
આકાશમાં ન માય. /૧૬/
૧. લક્ષણ-અસાધારણ ધર્મ, તેના બે પ્રકાર છે - વ્યાવર્તક અને વ્યાવહારિક, જે લક્ષ્યથી બીજી વસ્તુનો ભેદ જણાવે તે વ્યાવર્તક લક્ષણ. જેમકે ઉષ્ણતા એ અગ્નિનું વ્યાવર્તક લક્ષણ છે. જે લક્ષ્યથી ઇતર વસ્તુનો ભેદ ન જણાવે, માત્ર સ્વરૂપ જણાવે તે વ્યાવહારિક લક્ષણ. જેમકે અભિધેયત્વ-પ્રમેયત્વાદિ પદાર્થનું લક્ષણ છે. તે પદાર્થથી બીજી વસ્તુ નહિ હોવાના લીધે લક્ષ્યથી બીજી વસ્તુનો ભેદ જણાવતું નથી. 158