________________
बीठापयं वेमाणियदेवठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १
સયઇસ્લાદિવડું, પાવાવાળે, સુરેિ, અયવવત્થો, આતશ્યમાલ-મહે, નવહેમન્ના વિત્ત ચંચલ ંડનविलिहिज्जमाणगंडे, महिड्डिए, जाव पभासेमाणे । से णं तत्थ बत्तीसार विमाणावाससयसहस्साणं, चठरासीए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणीयाणं, सत्तण्हं अणीयाहिवईणं, चउण्हं चउरासीणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं सोहम्मकप्पवासीणं वेमाणियाणं देवाण य देवीण य आहेवच्च पोरेवच्चं कुव्वमाणे जाव વિહરણ્ ।I]૦-૪૪।।૨૨।।
(મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૌધર્મ દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! સૌધર્મ દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! જંબૂદ્રીપ નામે દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથિવીના બહુ સમ અને રમણીય ભૂમિના ભાગથી યાવત્–ઉપર દૂર ગયા પછી અહીં સૌધર્મ નામે દેવલોક આવે છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. તે અર્ધચન્દ્રની આકૃતિવાળો, ‘અજ્વિમાપ્તિ-માલાસિવળામે' કિરણોની માળા અને ભાસરાસિ–કાન્તિના સમૂહના જેવા વર્ણવાળો છે. તે અસંખ્યાતા કોટાકોટી યોજન લાંબો અને પહોળો છે. તથા તેની પરિધિ અસંખ્યાતા કોટાકોટી યોજન છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવ-પ્રતિરૂપ છે. ત્યાં સૌધર્મ દેવોના બત્રીશ લાખ વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો સર્વ રત્નમય, યાવત્ પ્રતિરૂપ છે. તે વિમાનોના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતંસક વિમાનો કહ્યાં છે. તે આ પ્રમાણે–૧ અશોકાવતંસક, ૨ સપ્તપર્ણાવતંસક, ૩ ચંપકાવતંસક, ૪ ચૂતાવતંસક, અને તેઓના મધ્યભાગમાં સૌધર્માવતંસક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ યાવ-પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા સૌધર્મ દેવોના સ્થાનો કહ્યાં છે. તેઓ ત્રણેને ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણા સૌધર્મ દેવો રહે છે. મહાઋદ્ધિવાળા યાવ-પ્રકાશિત કરતા તેઓ પોતપોતાના ત્યાં રહેલા લાખો વિમાનોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું, પોતપોતાના ત્રાયસ્પ્રિંશક દેવોનું, એ પ્રમાણે જેમ સામાન્ય દેવોનું વર્ણન કર્યું તેમ સૌધર્મ દેવોનું પણ જાણવું. યાવત્ હજારો આત્મરક્ષક દેવોનું, તે સિવાય બીજા ઘણા સૌધર્મકલ્પવાસી વૈમાનિક દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવત્–વિહરે છે. અહીં દેવેન્દ્ર દેવનો રાજા શક્ર રહે છે. જેણે હાથમાં વજ્ર ધારણ કરેલું છે એવો, પુરંદર, શતક્રતુ, સહસ્રાક્ષ, મઘવા, પાકશાસન અને લોકના દક્ષિણાર્ધનો અધિપતિ છે. તે બત્રીશ લાખ વિમાનોનો અધિપતિ, એરાવણવાહનવાળો, દેવોનો ઇન્દ્ર, તથા રજરહિત આકાશના જેવા સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, જેણે માળા અને મુકુટ પહેરેલા છે એવો, નવા સુવર્ણના જેવો સુંદર, અદ્ભુત અને ચંચલ કુંડલો વડે જેના ગંડસ્થળો ઘસાય છે એવો, મહાઋદ્ધિવાળો, યાવત્ દસ દિશાઓને પ્રકાશિત કરતો ત્યાં બત્રીશ લાખ વિમાનોનું, ચોરાશી હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયશ્રિંશક દેવોનું, ચાર લોકપાલોનું, પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓનું, ત્રણ પરિષદોનું, સાત સેનાઓનું, સાત સેનાધિપતિઓનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું તથા દેવીઓનું અધિપતિપણું કરતો વિહરે છે. ૪૪૧૨૨॥
(ટી૦) સૌધર્મકલ્પના સૂત્રમાં ‘અર્નિયાં માાવત્ માસાં શિવત્ વર્ધામા યસ્ય સ‘અર્રિમાતિમામાંરાશિવર્ગામ:' કિરણોની માળા અને કાન્તિના સમૂહના જેવી વર્ણાભા–વર્ણની કાન્તિ જેને છે એવો, ‘વપ્રાપ્તિ:’ જેના હાથમાં વજ્ર છે એવો, ‘પુન્વર:’અસુરાદિના પુર–નગરનો દારણ–નાશ કરનાર, ‘શતઋતુઃ ' કાર્તિક શેઠના ભવની અપેક્ષાએ સો ક્રતુ–અભિગ્રહવિશેષરૂપ પ્રતિમાઓ અથવા શ્રમણોપાસકની પાંચમી પ્રતિમા જેણે વહન કરી છે એવો, તે ઇન્દ્ર પૂર્વના કાર્તિક શેઠના ભવમાં સો વાર પ્રતિમાઓ અંગીકાર કરી હતી તે અપેક્ષાએ શતક્રતુ કહેવાય છે. ‘સહસ્રાક્ષ ' જેને હજાર આંખો છે એવો, કારણ કે ઇન્દ્રને - પાંચસો મન્ત્રીઓ હોય છે, અને તેની આંખો ઇન્દ્રના કાર્યમાં વપરાતી હોવાથી ઇન્દ્રસંબંધી કહેવાય છે, માટે ઇન્દ્રનું
143