________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं भवणवासिदेवठाणाइं
भंते! उत्तरिल्लाणं असुरकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! उत्तरिल्ला असुरकुमारा देवा परिवसंति ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एवं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थ णं उत्तरिल्लाणं असुरकुमाराणं देवाणं तीसं भवणावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं भवणा बाहिं वट्टा, अंतो चउरंसा, सेसं जहा दाहिणिल्लाणं जाव विहरति । बली यऽत्थ वइरोयणिंदे वइरोयणराया परिवसति, काले महानीलसरिसे जाव पभासेमाणे । से णं तत्थ तीसाए भवणावाससयसहस्साणं, सट्टीए सामाणीयसाहस्सीणं, ताय[व] त्तीसार ताय[व] तीसगाणं, चउण्हं लोगपालाणं, पंचन्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्ह य सट्टीणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं उत्तरिल्लाणं असुरकुमाराणं देवाण य देवीण य आहेवच्चं પોરેવન્યં માળે વિહરફ સૢ૦-૩||o૦૧||
(મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ઉત્તરના અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો છે। હે ભગવન્! ઉત્તરના અસુકુમાર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! જંબૂદ્વીપનામે દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે એક લાખ ને એંશી હજાર યોજન જાડી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચેથી એક હજાર યોજન છોડીને એક લાખ ને અઠ્યોતેર હજાર યોજનપ્રમાણ મધ્ય ભાગમાં અહીં ઉત્તરના અસુકુમાર દેવોના ત્રીશ લાખ ભવનાવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અન્દરના ભાગમાં સમચોરસ છે. બાકીનું દક્ષિણ દિશાના અસુરકુમાર સંબંધમાં કહ્યું છે તેમ યાવત્—‘વિહરે છે’ ત્યાં સુધી જાણવું. અહીં નૈરોચનેન્દ્ર વૈરોચનરાજા બલી રહે છે. તે કાળો, અત્યંત કાળી વસ્તુના જેવો યાવત્ શોભતો વિહરે છે. તે બલીન્દ્ર ત્યાં ત્રીશ લાખ ભવનાવાસોનું, સાઠ હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયત્રિંશ દેવોનું, ચાર લોકપાલોનું, પાંચ પરિવારસહિત અગ્રમહિષીઓનું, ત્રણ પર્ષદાઓનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું, ચાર ગુણા સાઠ હજાર આત્મરક્ષક દેવોનું, અને તે સિવાય બીજા ઘણા ઉત્તરના અસુકુમાર દેવો અને દેવીઓનું અધિપતિપણું અને અગ્રેસરપણું કરતો વિહરે છે. ૩૧૧૦૯I
૧. ૫૨માધામી દેવોના નામો – ૧. અંબ, ૨. અંબરીષ, ૩. શ્યામ, ૪. શબલ, ૫. રૌદ્ર, ૬. ઉપરૌદ્ર, ૭. કાલ, ૮. મહાકાળ, ૯. અસિપત્ર, ૧૦. ધનુ, ૧૧. કુંભ, ૧૨. વાલુક, ૧૩. વૈતરણિ, ૧૪. ખરસ્વર, ૧૫. મહાઘોષ - એમ પંદર પરમાધામીઓ છે. સંક્લિષ્ઠ પરિણામવાળા હોવાથી પરમ અધાર્મિકને પરમાધાર્મિકો કહેવાય છે. તેઓ અસુર વિશેષો એટલે અસુરકુમાર નિકાયના છે. તેઓ વ્યાપાર એટલે ક્રિયા ભેદે પંદર પ્રકારના છે. ૧. જે નારકોને આકાશમાં લઈ જઈ નિઃસંકોચપણે છોડી મૂકે તે અંબ નામના ૫૨માધામીઓ છે. ૨. જેઓ હણાયેલ નારકોને કાતર વડે ટુકડાઓ કરી ભૂંજવા યોગ્ય કરે છે માટે અંબરીષ એટલે ભુંજવાના સંબંધના કારણે અંબરીષ નામના છે. ૩. જેઓ દોરડા, હાથ વગેરેના પ્રહાર વડે મારવું, કૂટવું વગેરે કરે છે. અને રંગથી શ્યામ એટલે કાળા હોવાથી તે શ્યામ નામના છે. ૪. જેઓ નારકોના આંતરડા, વસા ચરબી, હૃદય, કલેજુ વગેરે ઉખેડી નાંખે છે. અને રંગથી શબલ એટલે કાબર ચિતરા હોય, તે શબલ કહેવાય છે. ૫. જેઓ નારકોને શક્તિ, ભાલા વગેરેમાં પરોવે છે. તેઓ રૌદ્ર હોવાથી રૌદ્ર નામના છે. ૬. જેઓ નારકોના અંગોપાંગોને ભાંગી નાખે છે. તે અત્યંત રૌદ્ર હોવાથી ઉપરૌદ્ર કહેવાય. ૭. જે નારકોને કુંડા વગેરેમાં પકાવે છે. અને રંગથી કાળા હોવાના કારણે કાલ નામના પરમાધામીઓ છે. ૮. ના૨કીઓના માંસના ટુકડાઓને ખાંડી ખાંડીને ખવડાવે તથા રંગથી ઘણા કાળા હોવાથી મહાકાળ નામના પરમાધામી કહેવાય છે. ૯. અસિ એટલે તલવાર. તે આકારના પાંદડાનું વન વિકુર્તી એટલે બનાવી જે નારકો તે વનમાં આશ્રય કરે તેમને તલવારરૂપ પાંદડા પાડી તલ જેવા નાના ટુકડાઓ કરી જે કાપે છે, તે અસિપત્ર પરમાધામી છે. ૧૦. જે ના૨કોને ધનુષમાંથી અર્ધચંદ્ર વગેરે બાણો છોડી, કાન વગેરે અવયવોનો ભેદ-છેદ કરે છે. તે ધનુ નામના પરમાધામીઓ છે. ભગવતી સૂત્રમાં તો મહાકાળ પછી અસિ, તે પછી અસિપત્ર, તે પછી કુંભ નામના પરમાધામીઓ કહ્યા છે. તેમાં જેઓ તલવાર વડે નારકોને કાપે છે. તે અસિ નામના પરમાધામી છે. બાકીના તે જ પ્રમાણે જાણવા. ૧૧, જે કુંભી વગેરેમાં નારકોને પકાવે છે, તે કુંભ નામના પરમાધામીઓ છે. ૧૨. જે પરમાધામીઓ કદંબ પુષ્પના આકારવાળી અથવા વજ્રકારવાળી વૈક્રિય તપેલી રેતીઓમાં ચણાની જેમ નારકોને પકાવે છે. તે વાલુક નામના પરમાધામી છે. ૧૩. જે નદીને તરવાનું પ્રયોજન વિરૂપ એટલે ખરાબ છે. તે વૈતરણી, આ પ્રમાણે યથાયોગ્ય અર્થવાળી નદી છે. જે અતિ તાપથી ઉકળતા પરુ, લોહી, શીશુ, તાંબુ વગેરેથી ભરેલ નદીને વિકુર્તી તેમાં નારકોને તરાવી જે ખૂબ કદર્થના એટલે હેરાન કરે તે વૈતરણિ નામના પરમાધામી છે. ૧૪. જે વજ્ર જેવા કાંટાવાળા શાલ્મલીના ઝાડ પર નારકોને ચડાવી કઠોર અવાજ કરતા કરતા ના૨કોને એકદમ ઝાડ પરથી ખેંચે, તે ખરસ્વર નામના પરમાધામીઓ છે. ૧૫. બીકથી નાસભાગ 128