________________
श्री प्रज्ञापना सूत्र भाग १ 'एतावत्सूत्रं चिरन्तनेषु अविप्रतिपत्त्या श्रूयते केचिदाचार्याः पुनरेतद्विषयमधिकमपि सूत्रं पठन्ति ततस्तन्मतमाह........'—પત્ર ૫૫૫
સૂત્રોની સંગતિ સિદ્ધ કરવી એ પણ વ્યાખ્યાકારનો ધર્મ છે અને એ બાબતમાં આચાર્ય મલયગિરિજી સિદ્ધહસ્ત છે. અનેકવાર જુદી જુદી નયદૃષ્ટિનો ઉપયોગ કરીને સૂત્રોની સંગતિ કરી બતાવે છે.—જુઓ પત્ર ૧૮,૪૧, ૭૩, ૭૬, ૧૪૦, ૨૪૮, ૨૮૪, ૩૧૮, ૩૫૩, ૩૮૦, ૪૩૭, ૪૫૦, ૪૫૫, ૪૫૬, ૫૯૮, ૬૦૯; તો વળી અનેક બાબતોમાં તેઓ માત્ર પૂર્વાચાર્યોની વ્યાખ્યાનો કે પૂર્વસંપ્રદાયનો હવાલો આપીને સંતોષ લે છે—પત્ર ૪૧, ૪૪, ૭૬, ૧૧૧, ૧૩૫, ૨૨૮, ૨૪૨, ૨૭૧, ૨૮૧, ૨૯૦, ૨૯૪, ૩૦૧, ૩૩૩, ૩૪૧, ૩૮૦, ૩૮૫, ૩૪૯, ૩૯૧, ૪૪૧, ૫૨૪.
આચાર્ય મલયગિરિજીની વ્યાખ્યાકુશળતાદર્શક કેટલાંક સ્થાનો જોવા જેવાં છે, જેમ કે સંબંધની ચર્ચા તર્કાનુસારી અને શ્રદ્ધાનુસારીની દૃષ્ટિએ પત્ર ૨, જિનવરેન્દ્ર શબ્દની વ્યાખ્યા પત્ર ૩; આચાર્ય હરિભદ્રસૂરિજીનું અનુસરણ કરીને અનેક સ્થળોએ નિર્દેશના ક્રમનું યુક્તિથી સમર્થન કર્યું છે પત્ર ૯, ૨૬૯ આદિ; પ્રજ્ઞાપનાની રચના આચાર્ય શ્યામે કરી છતાં એમાં ગૌતમમહાવીરનો સંવાદ કેમ? તથા ગૌતમ-મહાવીરનો સંવાદ હોવા છતાં એમાં અનેક મતભેદોનો ઉલ્લેખ આવે છે તે કેમ ?—ઇત્યાદિ ગ્રંથરચના સંબંધી પ્રક્રિયાના તાત્પર્યનું કથન પત્ર ૭,૪૭, ૫૦, ૭૨, ૧૭૯, ૧૮૦,૩૮૫; સિદ્ધના પંદર ભેદની વ્યાખ્યા પત્ર ૧૯, અને તેની સમીક્ષા પત્ર ૨૩; સ્ત્રીમોક્ષચર્ચા પત્ર ૨૦; સ્ત્રીઓ પણ ષડાવશ્યક, કાલિક અને ઉત્કાલિક સૂત્રોનું અધ્યયન કરતી એવો ઉલ્લેખ પત્ર ૨૦; નિગોદચર્ચા પત્ર ૩૯; ગ્રામનગરાદિની વ્યાખ્યા ૪૭, ૫૦; મ્લેચ્છની વ્યાખ્યા પત્ર ૫૫; આગમ પ્રાકૃતમાં કેમ? પત્ર ૬૦; સિદ્ધનું પરિમાણ પત્ર ૧૦૯; સિદ્ધિની ચર્ચા પત્ર ૧૧૨; અસંખ્યાત આકાશપ્રદેશમાં અનંતપ્રદેશી કંધનો સમાવેશ કેવી રીતે? પત્ર ૨૪૨; વસ્તુધર્મની ચર્ચાપત્ર ૨૫૮; ભાષાના પુદ્ગલોના ગ્રહણ–નિસર્ગની ચર્ચાપત્ર ૨૬૪; અનંત જીવો છતાં શરીર અસંખ્યાત કેમ? પત્ર ૨૭૧; રાજા, માંડલિક આદિની વ્યાખ્યા પત્ર ૩૩૦; લેશ્યા અને કષાયની વિચારણા પત્ર ૩૩૦; કલ્ક શબ્દનો વિચાર પત્ર ૩૩૧; વનસ્પતિ અને મરુદેવીના નિર્વાણની ચર્ચા ૩૭૯; સાંવ્યવહારિક જીવ પત્ર ૩૮૦; કોષ્ઠાદિ બુદ્ધિનું નિરૂપણ પત્ર ૪૨૪; તપ શસ્ત્યનુસાર કરવું પત્ર ૪૩૬ ઇત્યાદિ અનેક વિષયોનું સ્પષ્ટીકરણ આચાર્ય-મલયગિરિજીએ કર્યું છે. (૪) શ્રી મુનિચન્દ્રસૂરિષ્કૃત વનસ્પતિવિચાર :
શ્રી મુનિચંદ્રસૂરિએ (સ્વર્ગવાસ સં. ૧૧૭૮)પ્રજ્ઞાપનાના આદ્ય પદમાંનો વનસ્પતિવિચા૨ ૭૧ ગાથામાં ‘વનસ્પતિસપ્તતિકા’માં લખ્યો છે અને તેની અવસૂરિ પણ મળે છે. તે કોની છે તે જાણવાનું સાધન નથી. આમાં ખાસ કરી પ્રત્યેક અને અનંત પ્રકારની વનસ્પતિના ભેદોનો વિચાર કરવામાં આવ્યો છે, તેમ પ્રારંભમાં કહ્યું છે અને અંતે—
एवं पन्नवणाए पण्णवणाए लवो समुद्धरिओ । भवियाणऽणुग्गहकए सिरिमंमुणिचंदसूरिहिं ॥ ७१ ॥ इति वणप्फइसत्तरी ॥ આ ‘વનસ્પતિસઋતિકા’ની વિક્રમના ૧૬મા શતકમાં લખાયેલી પ્રતિ શ્રી લા. દ. વિદ્યામંદિરમાંના પૂ. મુનિરાજ શ્રી કીર્તિમુનિજી મહારાજના ગ્રન્થસંગ્રહમાં છે. અને તેનો ક્રમાંક ૧૦૬૦૧ છે. આ સિવાય પણ આ સંગ્રહમાં આની એક મૂળની અને એક અવસૂરિસહિતની પ્રતિ છે.
આની એક પ્રતિ શ્રી લા. દ. વિદ્યામંદિરના ગ્રંથસંગ્રહમાં પણ છે. આ પ્રતિની ગાથાઓ ૭૭ છે. સંભવ છે કે આમાં છ ગાથાઓ પ્રક્ષિપ્ત થઈ હોય. આ પ્રકરણને ‘સપ્તતિકા’ના નામે ઓળખાવ્યું છે એટલે ૭૧ ગાથા મૌલિક માનવી જોઈએ. આ પ્રતિના અંતમાં ‘પ્રજ્ઞાપનાદ્યવાતો વનસ્પતિવિશ્વાર: સમ્પૂર્ણ: ' એમ લખેલું છે. આ સંપૂર્ણ પ્રતમાં પ્રારંભમાં અચલગચ્છના મહેન્દ્રસૂરિકૃત વિચારસત્તરિ અને તેની અવચૂર્ણિ, પછી ઉક્ત વનસ્પતિવિચાર અવચૂર્ણિ સાથે અને અંતે પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી તેની અભયદેવીયા અવચૂર્ણિ સાથે લખાયેલ છે. આ અંતિમ અવચૂર્ણિને અંતે કુલમંડનસૂરિના કર્તૃત્વનો ઉલ્લેખ છે. લા. દ. સંગ્રહની આ પ્રતનો ક્રમાંક ૩૬૭૪ છે અને લેખન સં. ૧૬૭૦ છે.
17