________________
बीयठाणपर्यं नेरइयठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १
જેનાથી ભય વડે-ગંભીર—અત્યંત ઉત્કટ રોમહર્ષ–રોમાંચ થાય છે એવા, તાત્પર્ય એ છે કે કૃષ્ણ અને કૃષ્ણપ્રભાવાળા નૈરયિકો હોય છે, કે જેઓ દર્શનમાત્રથી પણ બીજા નારક જીવોને ભય ઉત્પન્ન કરવા વડે અત્યન્ત રોમાંચ ઉત્પન્ન કરે છે. એ કારણથી ભયંક૨ છે, અને ભયંક૨ હોવાથી ‘ત્રાસના:' શેષ ના૨ક જીવોને ત્રાસ આપનારા છે, વધારે શું કહેવું? તેઓ વર્ણ વડે અતિશય કૃષ્ણ છે, તેથી વધારે કોઇ પણ કાળી વસ્તુ નથી, અથવા તેથી કોઇ ભયાનક વસ્તુ નથી, હે આયુષ્માન્ શ્રમણ! તેઓ અત્યન્ત કૃષ્ણ વર્ણવાળા છે–એમ મેં તથા અન્ય તીર્થંકરોએ કહેલું છે. તે નૈયિકો નિત્ય-હમેશાં ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થયેલા અત્યંત ગાઢ અન્ધકારના દર્શનથી ભયભીત થયેલા, નિત્ય-હમેશાં ત્રસ્ત–પરમાધાર્મિક દેવોએ અને પરસ્પર ઉત્પન્ન કરેલા આગળના પણ દુઃખના ભયથી ત્રાસને પ્રાપ્ત થયેલા, હમેશાં ‘ત્રાપ્તિતા:' ૫૨માધાર્મિક દેવોએ અને પરસ્પર ત્રાસને પમાડેલા અને હમેશાં ‘વિનાઃ' યથાસંભવ અત્યંત દુઃસહ શીત અને ઉષ્ણ વેદનાના અનુભવથી ૫૨માધાર્મિક દેવોએ અને પરસ્પર એકબીજાએ ઉત્પન્ન કરેલા દુઃખના અનુભવથી ઉદ્વિગ્ન થયેલા, નરકાવાસથી પરાજ્ઞમુખ ચિત્તવાળા, એમ નિત્ય— સર્વદા પરમ—એકાન્ત અશુભ અને નિરંતર સંબંધવાળા કદાચિત્ પણ વચ્ચે જરા પણ વિચ્છિન્ન નહિ થયેલા એવા નરકભયનરકદુઃખનો (પ્રત્યનુભવન્ત:) અનુભવ કરતા રહે છે. ૧૮૯૬॥
कहि णं भंते! रयणप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! रयणप्पभापुढवीनेरइआ परिवसन्ति ? गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्समोगाहित्ता हेट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहुत्तरे जोयणसयसहस्से, एत्थ गं रयणप्पभापुढवीनेरइयाणं तीसं निरयावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं णरगा अंतो वट्टा, बाहिं ચડરતા, અને વુર્ળસંાળસરિયા, નિષ્યંધયારતમત્તા, વવાયા.-ચંદ્ર-સૂર-જવäત્તનોસબહા, મેટ્-વત્તાપૂથ-પડલ-હિ-માંસ-વિવિધત્તિત્તાળુનેવળતતા, અનુ[વીતા], પરમવુંન્મિાંધા,જાબાળિવનામાં, कक्खडफासा, दुरहियासा, असुभा णरगा, असुभा णरगेसु वेयणाओ, एत्थं णं रयणप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता, उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्धाएणं लोयस्स असंखेज्जइभागे, सद्वाणेणं लोयस्स असंखेज्जइ भागे । तत्थ[एत्थं] णं बहवे रयणप्पभापुढवीनेरइया परिवसन्ति । काला, कालोभासा, गंभीर लोमहरिसा, भीमा, उत्तासणगा परमकिण्हा वन्नेणं पन्नत्ता समाणाउसो ! ते णं निच्चंभीता ते णं निच्चं तत्था, निच्चं तसिया, निच्चं उव्विग्गा, निच्चं परममसुहं संबद्धं णरगभयं पच्चणुभवमाणा विहरन्ति TH॰-૧૧||૧||
(મૂ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો ક્યાં રહે છે? હે ગૌતમ! એક લાખ અને એંશી હજાર યોજન પ્રમાણ જાડાઇવાળી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજન અંદર પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકી એક લાખ અને અઠ્યોતેર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના ત્રીશ લાખ નરકાવાસો છે એમ કહ્યું છે. તે નરકો અંદર ગોળ અને બહારના ભાગમાં સમચોરસ તથા નીચે Øરપ્રની આકૃતિવાળા, પ્રકાશના અભાવથી હમેશાં અંધકારવાળા, જ્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રરૂપ જ્યોતિષ્મોનો માર્ગ નથી એવા, મેદ, વસા પરુનો સમૂહ, રુધિર અને માંસના કીચડવડે વારંવાર લીંપાવાથી જેનું ભૂમિતલ ખરડાયેલું છે એવા, અશુચિ—અપવિત્ર, બીભત્સ– સૂગ ઉત્પન્ન કરે એવા, વિસ્રવિષ્ટાના જેવી ગંધવાળા, અત્યંત દુરભિગન્ધવાળા, કાળા અગ્નિના વર્ણ જેવી આકૃતિવાળા, કર્કશસ્પર્શવાળા, દુઃખપૂર્વક સહન થઇ શકે એવા, અશુભ નરકો છે અને તે નરકમાં અશુભ વેદનાઓ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત વડે લોકના અસંખ્યાતમા
113