________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं नेरइयठाणाई
(ટી0) હવે પર્યાપ્તા અને અપર્યાપ્તા નરયિકોના સ્થાનની પ્રરૂપણા કરવા માટે કહે છે-'હિપ અંતે' ઇત્યાદિ. હે ભગવન્! કયા પ્રદેશમાં પર્યાપ્તા અને અપર્યાપ્ત નરયિકોના સ્થાનો કહ્યાં છે? એ જ વિષયને વધારે સ્પષ્ટતાથી પૂછે છે કે બીજા પણ સમજી શકે હે ભગવન્! કયા પ્રદેશમાં નૈરયિકો વસે છે? ભગવાન કહે છે–હે ગૌતમ! સ્વસ્થાનને આશ્રયી સાત પૃથિવીમાં વસે છે. તેનો નામોચ્ચાર કરીને કહે છે–રત્નપ્રભા વગેરે સ્પષ્ટ છે. 'પ' અહિં-આ સાત પૃથિવીઓમાં નરયિકોના સર્વ સંખ્યા વડે ચોરાશી લાખ નરકાવાસી છે. તે આ પ્રમાણેન૧)રત્નપ્રભામાં ત્રીસ લાખ નરકાવાસો છે, (૨) શર્કરાપભામાં પચીશ લાખ, (૩) વાલુકાપ્રભામાં પંદર લાખ, (૪) પંકપ્રભામાં દસ લાખ, (૫) ધૂમપ્રભામાં ત્રણ લાખ, (૬) તમઃપ્રભામાં પાંચ ઓછા એક - લાખ અને (૭) તમતમપ્રભામાં પાંચ-એમ સર્વ સંખ્યાવડે ચોરાશી લાખ નરકાવાસો મેં અને અન્ય તીર્થકરોએ કહ્યા છે. તે ચોરાશી લાખ સંખ્યાપ્રમાણ બધા ય નરકાવાસો પ્રત્યેક અંદરના ભાગમાં ગોળ આકારવાળા અને બહારના ભાગમાં સમચોરસ આકારવાળા છે. આ વાત ભૂમિપીઠની ઉપરના મધ્ય ભાગને આશ્રયી કહેલી છે. સર્વ પીઠાદિની અપેક્ષાએ તો આવલિકા પ્રવિષ્ટપંક્તિબદ્ધ નરકાવાસો ક્રમશઃ ગોળ, ત્રિકોણ અને ચતુષ્કોણ સંસ્થાનવાળા છે અને પુષ્પાવકીર્ણ (છૂટા છૂટા) નરકાવાસો જુદા જુદા સંસ્થાનવાળા છે. ‘:લુપ્રસંસ્થાનાસંસ્થિતાઃ—નીચે ભૂમિતળમાં સુરપ્ર–ખરપાની આકૃતિ જેવો તીણતાવાળો આકાર છે. તે આ પ્રમાણે–તે નરકાવાસોમાં ભૂમિતલ કોમળતા રહિત હોવાને લીધે તીક્ષ્ણ કાંકરાવાળું છે અને તેમાં પગ મૂકતાં કાંકરાના સ્પર્શમાત્રથી સુરપ્ર વડે જેમ પગ કપાઈ જાય તેમ પગ કપાઈ જાય છે. 'નિવંથયારતમલા'-તમસા-પ્રકાશના અભાવથી જે તમ છે તે તમ વડે ‘નિત્યાચાર:' હમેશાં અંધકારવાળા, અહીં ઓરડા વગેરેમાં અંધકાર હોય છે, પણ બહારના ભાગમાં સૂર્યનો પ્રકાશ હોવાથી અત્યન્ત મન્દ અન્ધકાર હોય છે. પરન્તુ નરકમાં તો તીર્થકર જન્મ, દીક્ષાદિ કાળ સિવાય અન્ય સમયે હમેશાં લેશમાત્ર પણ પ્રકાશ નહિ હોવાથી મેઘથી ઢંકાયેલી કષ્ણપક્ષની અર્ધરાત્રિને વિષે જન્માંધની પેઠે ગાઢ અન્ધકાર હોય છે. માટે કહ્યું છે કે- તમસા-પ્રકાશના અભાવથી હમેશાં અલ્પકારવાળા હોય છે. કારણ કે ત્યાં પ્રકાશ કરનાર સયદિના અભાવથી હમેશાં અંધકાર રહેલો છે. તે પ્રકારે કહે છે “થUTHદwઈનક્ષત્રપિછા.” જ્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્ર તથા ઉપલક્ષણથી તારારૂપ જ્યોતિષ્ઠાનો પથ–માર્ગ નથી એવા, “મોવલાપૂર્વપદનધિરમાંવિત્તિતિતાનુત્તે નતતા: સ્વભાવિક મેદ, વસા, અને પરુનો સમુદાય તથા રુધિર અને માંસ વડે થયેલા ચિMિલ્લકિચડવડે અનુલેખન-એકવાર લીંપાયેલાને વારંવાર લીંપવા વડે લી–લીંપાયેલું ભૂમિતળ જેઓનું છે એવા, આ કારણથી અશુચય–અપવિત્ર, બીભત્સ, કારણ કે તેને જોવાથી પણ અતિસૂગ ઉત્પન્ન થાય છે. ક્વચિત્ વીસા'–વિસા -એવો મૂળ પાઠ છે. તેનો અર્થ વિસ-કાચા મળના જેવી ગન્ધવાળા, “પરમગુરપાળ્યાઃ–અત્યન્ત દુરભિગન્ધવાળા, મરી ગયેલા ગવાદિના કલેવરોથી પણ અત્યંત અનિષ્ટ દુર્ગન્ધવાળા, ‘પોતાનિવમા –લોઢાને તપાવવાથી જેવો કપોત-બહુ કાળો અગ્નિનો વર્ણ હોય છે, એટલે જેવી અત્યંત કૃષ્ણવર્ણરૂપ અગ્નિની વાલા નીકળે છે તેવા પ્રકારની આભા-આકૃતિવાળા, અર્થાત્ તપાવેલા લોઢાના અગ્નિની વાલા જેવા, કારણ કે નારકોના ઉત્પત્તિ સ્થાન સિવાય નારકાવાસો બધે સ્થળે ઉષ્ણરૂપ છે. આ હકીકત છઠ્ઠી અને સાતમી નરકમૃથિવી સિવાય જાણવી તે આગળ કહેવામાં આવશે-“છઠ્ઠી અને સાતમી નરક પૃથિવીમાં નરકાવાસો કાપોત-કૃષ્ણ રૂપ અગ્નિના વર્ણ જેવા નથી.” “શરૂ: ' તથા કર્કશ-અસિપત્રના જેવો અત્યંત દુસહ સ્પર્શ જેઓનો છે એવા, તેથી જરુરધ્યાસા'દુઃખપૂર્વક સહન કરાય એવા, ‘અશુમાર' દર્શનથી તથા ગબ્ધ, રસ, સ્પર્શ અને શબ્દો વડે અશુભ નરકો છે, અને અશુભા-અત્યંત અસાતારૂપ નરકને વિષે વેદના હોય છે. “પ ' ઇત્યાદિ. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્ત નરયિકોના સ્થાનો છે ઈત્યાદિ યાવત ત્યાં ઘણા નરયિકો વસે છે. તે કાળા છે. તેમાં કોઇ નરયિક પ્રભારહિત હોવાથી થોડો કાળો હોય, તે આશંકા દૂર કરવા માટે બીજું વિશેષણ આપે છે- વાતાવમાસા:' કાળી કાન્તિવાળા, એટલે જેનાથી કાળી પ્રભાનું નિર્ગમન થાય છે એવા, અર્થાત્ તેઓ કૃષ્ણ પ્રભાના સમુદાયથી ઉપસ્થિત થયેલા છે એ ભાવાર્થ છે. “શ્મીરત્નોમ:'
112.