________________
बीयठाणपयं नेरइयठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १
અધોલોકમાં તેના એક ભાગમાં, તીરછા લોકમાં કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, વાવો, પુષ્કરિણીઓ, દીર્ષિકાઓ, . ગુંજાલિકાઓ, સરોવરો, સરોવ૨પંક્તિઓ, સરસ૨પંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ, ઉઝરો, નિર્ઝરો, ચિલ્લલો, પલ્વલો, વપ્રો, દ્વીપો, સમુદ્રો અને સર્વ જળાશયો અને જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા પંચેન્દ્રિયોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે.।।૧૭।૯૫ (ટી૦) એ પ્રમાણે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને સામાન્ય પન્ચેન્દ્રિયો સંબંધમાં પણ સૂત્રો જાણવા, પરન્તુ શંખ વગેરે બેઇન્દ્રિયાદિક ઘણા જીવો પાણીમાં ઉત્પન્ન થાય છે. માટે બધા સૂત્રોમાં અવટ–કૂવા વગે૨ે સ્થાનો (સમાનપણે) કહ્યાં છે. ઊર્ધ્વલોકમાં તેના એક ભાગમાં–મેરુ પર્વતાદિની વાવ વગેરેમાં, અધોલોકમાં તેના એક ભાગમાં અધોલૌકિકગ્રામના કૂવા તળાવ વગેરેમાં સમજવું. બાકીનું બધું ઉપયોગ રાખી સ્વયં વિચારવું. ૧૭||૫||
|| નેરચનાળાડું ||
कहि णं भंते! नेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! नेरइया परिवसन्ति ? गोयमा ! सट्ठाणेणं સત્તસુ વીસુ, તં નહા-યળપ્પના સબમાર, વાળુયબમાર, પંપ્રમાણ, ધૂમમા, તમબમાર, तमतमप्पभाए, एत्थ णं नेरइयाणं चउरासीह निरयावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं नरगा अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाणसंठिया, निच्चंधयारतमसा ववगयगहचंदसूरनक्खत्त जोइसियपहा, मेदवसापूयपडलरुहिरमांस[मंस] चिक्खिल्ललित्ताणुलेवणतला, असुई [वीसा] परमदुब्मिगंधा, काउयअगणिवन्नाभा, कक्खडफासा, दुरहियासा, असुभा नरगा, असुभा नरगेसु वेयणाओ, एत्थ णं नेरइयाणं पज़्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । उववारणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे, एत्थ णं बहवे नेरइया परिवसंति । काला, कालो भासा, गंभीरलोमहरिसा, भीमा, उत्तासणगा, परमकण्हा वन्नेणं पन्नत्ता समणाउसो ! ते णं तत्थ निच्चं भीता, निच्चं तत्था, निच्चं तसिया, निच्चं उव्विग्गा, निच्चं परममसुहं संबद्धं णरगभयं पच्चणुभवमाणा विहरन्ति ।। सू० - १८ ।।
(મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા નૈયિકોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! નૈયિકો ક્યાં વસે છે? હે ગૌતમ! સ્વસ્થાનવડે સાતે નરક પૃથિવીઓમાં, તે આ પ્રમાણે−૧ રત્નપ્રભા, ૨ શર્કરાષ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ શંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃપ્રભા અને ૭ તમઃતમઃપ્રભામાં નૈરયિકોના ચૌરાશી લાખ નરકાવાસો હોય છે એમ કહ્યું છે. તે નરકાવાસો અંદરના ભાગોમાં વૃત્ત–ગોળાકૃતિવાળા છે, બહારના ભાગમાં સમચોરસ છે અને નીચેના ભાગમાં સુરપ્ર–અસ્ત્રાની આકૃતિવાળા છે. તથા તમસા-પ્રકાશના અભાવથી હમેશાં અંધકારવાળા અને ગ્રહ, ચન્દ્ર, સૂર્ય, નક્ષત્રરૂપ જ્યોતિષિકોના માર્ગરહિત છે. મેદ, વસા, પરુનો સમૂહ, રુધિર અને માંસના કીચડવડે અનુલેપન–વારંવાર ખરડાવાથી લિલીંપાયેલું ભૂમિતળ જેઓનું છે એવા, અશુચિ-અપવિત્ર, બીભત્સ, વિસ–અત્યંત દુર્ગંધી, કાપોત– કાળા અગ્નિના જેવા વર્ણવાળા, કર્કશ સ્પર્શવાળા, દુઃસહ અને અશુભ નરકાવાસો છે. અને તે નરકાવાસોમાં અશુભ– અત્યંત દુઃખરૂપ વેદના છે. આ નરકાવાસોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા નૈયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાતવડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. અહીં ઘણા નૈરિયકો વસે છે. તેઓ કાળા, કાળી કાન્તિવાળા, જેઓથી ગંભીર–અત્યંત રોમાંચ થાય એવા, ભયંકર, ત્રાસ ઉત્પન્ન કરનારા અને વર્ણથી હે આયુષ્માન્ શ્રમણ! અત્યંત કાળા છે. તે નૈયિકો ત્યાં હમેશાં ભયભીત થયેલા, હમેશાં ત્રાસ પામેલા, હમેશાં (પરમાધાર્મિકોએ અને પરસ્પર) ત્રાસ પમાડેલા, હમેશાં ઉદ્વિગ્ન થયેલા અને હમેશાં એકાન્ત અશુભ અને નિરંતર સંબન્ધવાળા નરકભયનો અનુભવ કરતા રહે છે. ૧૮૯૬॥
111