SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ बीयठाणपयं तेउकायठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ વિશેષણ સમુદ્રને લાગુ પડતું નથી માટે તે દ્વીપોનું વિશેષણ જાણવું. તેથી જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરવર દ્વીપ એ અઢી દ્વીપોમાં, અને લવણ અને કાલોદધિ એ બે સમુદ્રો જાણવા. ‘નિવ્યપાતે' વ્યાઘાત-પ્રતિબંધના અભાવમાં પાંચ ભરત, પાંચ એરાવત અને પાંચ મહાવિદેહરૂપ પંદર કર્મભૂમિમાં અને વ્યકિત તીત્વ' વ્યાઘાતને આશ્રયી પાંચ મહાવિદેહમાં હોય છે. અહીં આ ભાવાર્થ છે-વ્યાઘાત એટલે પ્રતિબંધરૂપ અતિ સ્નિગ્ધ કે અતિરૂક્ષ કાળ સમજવો, તેવા પ્રકારનો કાળ હોય ત્યારે બાદર અગ્નિનો વિચ્છેદ હોય છે. તેથી જ્યારે પાંચ ભરત અને પાંચ એરાવત ક્ષેત્રોમાં સુષમસુષમા, સુષમા અને સુષમદુઃષમાં એ ત્રણ આરા વર્તતા હોય ત્યારે અતિસ્નિગ્ધકાળ હોય છે અને દુઃષમદુઃષમા નામે છઠ્ઠો આરો વર્તતો હોય ત્યારે અતિરૂક્ષ કાળ હોય છે અને તે કાળમાં અગ્નિનો વિચ્છેદ થાય છે. તેવા પ્રકારના કાળ રૂપ વ્યાઘાત-પ્રતિબન્ધ હોય ત્યારે પાંચ મહાવિદેહમાં અને વ્યાઘાત ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અહીં બાદર તેજસ્કાયિકોના સ્થાનો કહેલાં છે. ઉપપાત-ઉક્ત સ્થાનોની પ્રાપ્તિની અભિમુખતાને આશ્રયી એટલે અન્તરાલ ગતિમાં વર્તતા હોય ત્યારે પણ વિચાર કરતાં બાદર તેજસ્કાયિકો લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. કારણ કે તેઓ થોડા છે. સમુદ્ધાતને આશ્રયી વિચાર કરતાં પણ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. કેમકે મ મકે મરણ સમુદ્રઘાત વડે આત્મપ્રદેશોનો દંડરૂપે વિસ્તાર કરવા છતાં પણ તેઓ થોડા હોવાથી માત્ર લોકના અસંખ્યાતમા ભાગને વ્યાપ્ત કરે છે, સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. કારણ કે મનુષ્યક્ષેત્રની લંબાઈ અને પહોળાઇ પીસ્તાળીસ લાખ યોજન પ્રમાણ હોવાથી તે લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે. પ૮૩ कहि णं भंते! बायरतेउकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! जत्थेव बायरतेउकाइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बायरतेउकाइयाणंअपज्जत्तगाणंठाणा पन्नत्ता। उववाएणंलोयस्स दोसुउड्डकवाडेसु[दोसुद्धकवाडेसु] तिरियलोयतट्टे य, समुग्घाएणं सव्वलोए, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे ।।सू०-६।।८४।। (મૂળ) હે ભગવન્! અપર્યાપ્યા બાદ તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્યા બાદ તેજસ્કાયિકોના સ્થાનો છે ત્યાંજ અપર્યાપ્યા બાદ તેજસ્કાયિકોના સ્થાનો છે. તે ઉપરાંત વડે લોકના બને ઊર્ધ્વ કપાટોમાં અને ' તિર્યશ્લોકરૂપ તાટમાં હોય છે. સમુદ્યાતવડે સર્વલોકમાં હોય છે અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. //૬ll૮૪ો . कहि णं भंते! सुहुमतेउकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाण य ठाणा पन्नत्ता? गोयमा! सुहुमतेउकाइआ जे पज्जत्तगाजे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोयपरियावन्नगा पन्नत्ता समणाउसो! IIટૂ-ગાબા (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! જે પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે તે બધા હે આયુષ્માનું શ્રમણ! એક પ્રકારના, વિશેષતારહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે. lll૮૫ (ટી૦) અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકોના સ્થાનો સંબંધમાં પૂછે છે ‘હિ ને અંતે' ઇત્યાદિ પ્રશ્નસૂત્રનો અર્થ સ્પષ્ટ છે. - ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદર તેજસ્કાયિકોનાં સ્થાનો છે ત્યાં અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકોનાં પણ સ્થાનો કહેલાં છે, કેમકે પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તાઓ રહે છે. ‘૩વવાનું તો ૩૮વાડે તિરિયતો તદ્ વ' તે ઉપપાતને આશ્રયી લોકના બને ઊર્ધ્વ કપાટમાં અને તીરછા લોકરૂપ તટ્ટ-તાટ-સ્થાનમાં રહે છે. અહીં અઢી દ્વીપ સમુદ્રથી નીકળેલા, અઢી દ્વીપ સમુદ્ર પ્રમાણ જાડા, પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ સ્વયંભૂરમણ સમુદ્ર પર્વત લાંબા જે બે કપાટો છે, જેણે કેવલી સમુદ્યાતની પેઠે ઊર્ધ્વ અને અધો બન્ને બાજુ લોકાન્તનો સ્પર્શ કરેલો છે તે બન્ને ઊર્ધ્વ પાટોમાં તથા સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા પર્યન્ત વિસ્તારવાળા અને અઢારસો યોજન પ્રમાણ જાડા તટ્ટ-સ્થાલના આકાર જેવા તીરછા લોકમાં એટલે – 105
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy