________________
प्रथम पद देव जीव पण्णवण्णा
श्री प्रज्ञापना सूत्र भाग १ (૪) ગન્ધર્વો બાર પ્રકારના છે.—૧ હાહા, ૨ હૂ, ૩ નંબરુ, ૪ નારદ, ૫ ઋષિવાદિક, ૬ ભૂતવાદિક, ૭ કાદંબ, ૮ મહાકાદંબ, ૯ રૈવત, ૧૦ વિશ્વાવસુ, ૧૧ ગીતરતિ અને ૧૨ ગીયયશ.
(૫) યક્ષો તેર પ્રકારના છે.—૧ પૂર્ણભદ્ર, ૨ મણિભદ્ર, ૩ શ્વેતભદ્ર, ૪ હરિતભદ્ર, ૫ સુમનોભદ્ર, ૬ વ્યતિપાતિકભદ્ર, ૭ સુભદ્ર, ૮ સર્વતોભદ્ર, ૯ મનુષ્યપક્ષ, ૧૦ વનાધિપતિ, ૧૧ વનાહાર, ૧૨ રૂપયક્ષ અને ૧૩ યક્ષોત્તમ.
(૬) રાક્ષસો સાત પ્રકારના છે.—૧ ભીમ, ૨ મહાભીમ, ૩ વિપ્ન, ૪ વિનાયક, ૫ જલરાક્ષસ, ૬ રાક્ષસરાક્ષસ અને ૭ બ્રહ્મરાક્ષસ.
(૭) ભૂતો નવ પ્રકારના છે.—૧ સુરૂપ, ૨ પ્રતિરૂપ, ૩ અતિરૂપ, ૪ ભૂતોત્તમ, ૫ સ્કન્દ, ૬ મહાસ્કન્દ, ૭ મહાવેગ, ૮ પ્રતિચ્છન્ન અને ૯ આકાશગ.
(૮) પિશાચો સોળ પ્રકારના છે.—૧ કૂષ્માંડ, ૨ પટક, ૩ સુજોષા', ૪ આહ્નિક, ૫ કાલ, ૬ મહાકાલ, ૭ ચોક્ષ, ૮ અચોક્ષ, ૯ તાલપિશાચ, ૧૦ મુખરપિશાચ, ૧૧ અધસ્તારક, ૧૨ દેહ, ૧૩ વિદેહ, ૧૪ મહાવિદેહ, ૧૫ તૂર્ણિક અને ૧૬ વિનપિશાચ.
‘ત્વોપII: Fાતીતા:' ઇતિ. કલ્પ-આચાર, તે અહીં ઇન્દ્ર, સામાનિક, ત્રાયશ્ચિંશાદિના વ્યવહારરૂપ જાણવો. તે આચારને ઉપગ પ્રાપ્ત થયેલા તે કલ્પોપગ કહેવાય છે. તે સૌધર્મ, ઈશાનાદિ દેવલોકનિવાસી જાણવા. યથોન આચાર રૂપ કલ્પને અતીત-અતિક્રાન્ત થયેલા તે કલ્પાતીત. તે અધતન રૈવેયકાદિ જાણવા. તે બધા અહમિન્દ્રો હોવાથી કલ્પાતીત કહેવાય છે. હવે કલ્પોપ્રગ દેવો બતાવે છે સૌથમ ફેશાના' ઇત્યાદિ. સૌધર્મ દેવલોકનિવાસી સૌધર્મ દેવો, ઈશાન દેવલોકનિવાસી ઈશાન દેવો કહેવાય છે. એ પ્રમાણે બધે ય વિચાર કરવો. કેમકે તથ્થાત્ ત યશઃ ' તેને વિષે રહેવાથી તેનો વ્યવહાર થાય છે, જેમકે પંચાલદેશ નિવાસી ‘પંચાલ” કહેવાય છે.”
આચાર્યશ્રીમલયગિરિવિરચિત પ્રજ્ઞાપનાટીકામાં પ્રથમ પ્રજ્ઞાપના પદનો અનુવાદ સમાપ્ત.
• તે જ્યારે રજોહરણ લઈને પહેલો શ્વાસ લીધો ત્યારે તારા ગુરુ પાસે હતા. હવે ગુરુ છેલ્લો શ્વાસ લે ત્યારે તું એમની
પાસે રહેજે.
સમયની વ્યવસ્થિત વહેચણી તે વિજયની મોટી ચાવી છે. • જે દિવસે ગુરુ તમારી પાસે રડે છે ત્યારે તમારો કરેલો ધર્મ ગુરુના એ આંસુમાં વહી જાય છે. • વહેમના વમળમાં જિંદગીની નાવ ઝોલે ચઢી હોય તો તરત જ ખુલાસાનું હલેસું લેજો.
ધન અને ક્ષણ બેમાં કિંમતી કોણ? કરોડોનું ધન ક્યારેક પાછું આવે, વીતેલી ક્ષણ ક્યારેય નહીં. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધિ છે! જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારો સેવવા કહેલ છે તે યથાર્થ છે; સેવવા યોગ્ય છે. રાગ કરવો નહીં, કરવો તો પુરુષ પર કરવો; ષ કરવો નહીં કરવો તો કુશીલ પર કરવો.
* ૧. ‘જાષા' શાં. સા.; ૨. દેવોની ચાર લાખ યોનિ અને છવ્વીસ લાખ ક્રોડ જાતિ કુલો છે.
99