________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद देव जीव पण्णवण्णा
પ્રાય: ભવનોમાં વસે છે અને કદાચિત આવાસોમાં પણ વસે છે. અને અસરકારો વિશેષતઃ આવાસોમાં વસે છે અને કદાચિત ભવનોમાં વસે છે. પ્ર૦-ભવન અને આવાસમાં શો ભેદ છે? ઉ૦-ભવનો બહારના ભાગમાં ગોળ છે, અંદર ચાર ખુણાવાળાં છે અને નીચેના ભાગમાં કમળની કર્ણિકાના જેવાં છે. આવાસો શરીરના પ્રમાણવાળા, મોટા મંડપવાળા અને વિવિધ પ્રકારના મણિ અને રત્નના દીવા વડે દિશાઓના સમુદાયને પ્રકાશિત કરનારા છે. વ્યન્તર–અન્તર-અવકાશ, તે અહીં આશ્રયરૂપ જાણવો. વિવિધ પ્રકારના વન નગર અને આવાસ રૂપે અત્તર-આશ્રય જેઓને છે તે વ્યન્તર કહેવાય છે. તેમાં રત્નપ્રભા પૃથિવીના પહેલા રત્નકાંડને વિષે ઉપર અને નીચે સો સો યોજન છોડીને બાકીના આઠસો યોજન પ્રમાણ મધ્ય ભાગમાં ભવનો હોય છે. અને નગરો તિર્યમ્ લોકમાં હોય છે. જેમકે તિર્યગલોકમાં જંબૂદ્વીપના દ્વારના અધિપતિ વિજય દેવની બીજા નંબૂતીપમાં . બાર હજાર યોજન પ્રમાણ નગરી છે. અને આવાસો ત્રણે લોકમાં હોય છે. જેમકે ઊર્ધ્વ લોકને વિષે પંડક વનાદિમાં આવાસો હોય છે. અથવા વિકતિમત્તાં મનુષ્યો જેવાં તે વ્યક્તરા?' જેઓનું મનુષ્યોથી અત્તર ગયું છે તે વ્યન્તરો કહેવાય છે. તે આ પ્રમાણે—કેટલાક વ્યન્તરો ચક્રવર્તી-વાસુદેવ પ્રમુખ મનુષ્યોની ચાકરની પેઠે સેવા કરે છે. માટે મનુષ્યોથી તેઓનું અત્તર નથી. અથવા ‘વિવિધમારમાયરૂપ યેષાં તે વ્યારા:' પર્વતની અંદર, ગુફાની અંદર કે વનની અંદર વિવિધ પ્રકારના આશ્રયરૂપ અત્તર જેઓને છે તે વ્યન્તર. પ્રાકૃત હોવાથી ‘વાણમન્તર’ એવો સૂત્રમાં પાઠ છે. અથવા ‘વાનમન્તર’ એ પદનો સંસ્કાર કરવો. તેની આ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે, વનાનામતળ વનીતરાણિ, તેવુ મવા વાનમાર : 'વનના અન્તરોમાં રહેલા વાનમન્તરો કહેવાય છે. પૃષોદરાદિમાં હોવાથી બન્ને પદની વચ્ચે મકાર આવેલો છે. ઘોતયન્તિ–જે જગતને પ્રકાશિત કરે તે જ્યોતિષવિમાનો. તેમાં ઉત્પન્ન થયેલા જ્યોતિષ્કો કહેવાય છે. અથવા મસ્તક ઉપરના મુકુટમાં પ્રકાશના મંડલના સમાન સૂર્યાદિ મંડલ વડે દ્યોતયન્તિ' પ્રકાશિત કરે તે જ્યોતિષસૂર્યાદિ દેવો કહેવાય છે. તે આ પ્રમાણે સૂર્યને મુકુટના અગ્રભાગમાં સૂર્યકાર, ચન્દ્રને ચન્દ્રાકાર, ગ્રહને ગ્રહાકાર, નક્ષત્રને નક્ષત્રાકાર અને તારાને તારાના આકારનું ચિહ્ન છે, અને તે વડે પ્રકાશિત કરે છે તત્ત્વાર્થ ભાષ્યકાર કહે છે કે –“ને દ્યોતનિ' પ્રકાશિત કરે તે જ્યોતિષ—વિમાનો, તેમાં ઉત્પન્ન થયેલા જ્યોતિષ્કો. અથવા જ્યોતિષદેવો, અને તેજ જ્યોતિષ્કો. અહીં સ્વાર્થમાં “ક” પ્રત્યય થયો છે. મુકુટના જેવા, મસ્તક ઉપરના મુકુટમાં રહેલા, પોત પોતાના ચિહ્નરૂપ ઉ લ પ્રભામંડલ સમાન સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાના મંડલ વડે સુશોભિતકાન્તિવાળા
જ્યોતિષ્ક દેવો હોય છે.” ‘વિવિધું માન્યતે' પુણ્યવાળા જીવો વડે જેનો વિવિધ રીતે ઉપભોગ કરાય તે વિમાનો, તેમાં ઉત્પન્ન થયેલા તે વૈમાનિકો. હવે એ દેવોના અનુક્રમે ભેદો કહે છે–
- “ભવનવાસી દેવો કેટલા પ્રકારના છે' ઇત્યાદિ. અસુરકુમાર, નાગકુમાર વગેરે ભવનવાસી જાણવા. શા માટે તેઓ કુમાર કહેવાય છે? કુમારની પેઠે ચેષ્ટા કરે છે માટે કુમાર કહેવાય છે તે આ પ્રમાણે કુમારની પેઠે સુકુમાર, મૃદુકુમાર અને સુંદર ગતિવાળા, શૃંગારના અભિપ્રાયથી વિશિષ્ટ અને વિશિષ્ટતર ઉત્તર વૈક્રિય કરવાવાળા, કુમારની પેઠે ઉદ્ધત રૂપ, વેષ, ભાષા, આભરણ, શસ્ત્ર, વસ્ત્ર, શિબિકાદિ યાન અને વાહન જેઓને છે એવા, ઉત્કટ રાગવાળા, અને ક્રીડામાં તત્પર હોય છે માટે કુમારના જેવા હોવાથી તેઓ કુમાર કહેવાય છે.
[વાનગંતર જે આઠ પ્રકારના છે તેનું સ્વરૂપ પ્રતિપાદિત કરે છે.] “કિંમરો' ઇત્યાદિ.
(૧) કિન્નરો દસ પ્રકારના છે–૧ કિન્નર, ૨ દ્વિપુરુષ, ૩ કિંપુરુષોત્તમ, ૪ કિન્નરોત્તમ, ૫ હૃદયંગમ, ૬ રૂપશાલી, ૭ અનિન્દિત, ૮ મનોરમ, ૯ રતિપ્રિય અને ૧૦ રતિશ્રેષ્ઠ.
(૨) ઝિંપુરુષો દસ પ્રકારના છે.—૧ પુરુષ, ૨ સપુરુષ, ૩ મહાપુરુષ, ૪ પુરુષવૃષભ, ૫ પુરુષોત્તમ, ૬ અતિપુરુષ, ૭ મહાદેવ, ૮ મત, ૯ મેરુપ્રભ અને ૧૦ યશસ્વાન.
(૩) મહોરગ દસ પ્રકારના છે.—૧ ભુજંગ, ૨ ભોગશાલી, ૩ મહાકાય, ૪ અતિકાય, ૫ સ્કન્ધશાલી, મનોરમ, ૭ મહાવેગ, ૮ મહાયક્ષ, ૯ મેરુકાન્ત અને ૧૦ ભાસ્વાનું.
98.