________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा
૨. કાળદ્વાર—તેઓનો જન્મ અવસર્પિણીમાં ત્રીજા અને ચોથા આરામાં હોય છે અને સદ્ભાવ પાંચમા આરામાં પણ હોય છે. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા અને ચોથા આરામાં જન્મ અને સદ્ભાવ ત્રીજા અને ચોથા આરામાં હોય છે. કહ્યું છે કે"ओसप्पिणीए दीसुं जम्मणओ तीसु संतीभावेण । उस्सप्पिणि विवरीओ जम्मणओ संतिभावेण ॥१॥ नोत्सप्पिण्यवसर्पिणीरूपे તુ ચતુર્થાં પ્રતિમાાાતે ન સંભવતિ, મહાવિવેક્ષેત્રે તેષામસંભવત્ ॥૨॥''-‘અવસર્પિણીના (ત્રીજા અને ચોથા) બન્ને આરામાં જન્મથી હોય છે અને ત્રીજા, ચોથા અને પાંચમા એ ત્રણ આરામાં સદ્ભાવથી હોય છે. ઉત્સર્પિણીમાં જન્મ અને સદ્ભાવથી વિપરિત સમજવું. એટલે બીજા, ત્રીજા અને ચોથામાં જન્મથી હોય છે અને સદ્ભાવથી ત્રીજા અને ચોથા આરામાં હોય છે.’ નોત્સર્પિણી–અવસર્પિણીરૂપ ચોથા આરાના જેવા કાળને વિષે તેઓનો સંભવ નથી, કારણ કે મહાવિદેહ ક્ષેત્રમાં તેઓનો અસંભવ છે—એટલે તેવો કાળ મહાવિદેહ ક્ષેત્રમાં છે અને ત્યાં પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાનો સંભવ નથી.
૩. ચારિત્રદ્વાર—ચારિત્રદ્વારમાં સંયમસ્થાનદ્વારા માર્ગણા–વિચાર કરવાની છે. તેમાં સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રના જે જઘન્ય સંયમસ્થાનો છે તે પરસ્પર સરખા છે, કારણ કે તે બન્નેના સરખા પરિણામ છે. ત્યાર પછી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ સંયમસ્થાનો છોડી ઉપરના જે સંયમસ્થાનકો છે તે પરિહારવિશુદ્ધિચારિત્રવાળાને યોગ્ય છે અને તે પણ કેવલજ્ઞાનીની પ્રજ્ઞાથી વિચાર કરતાં અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ થાય છે. તે સંયમસ્થાનો પહેલા અને બીજા ચારિત્રની સાથે અવિરોધી છે. કારણ કે તે બન્ને ચારિત્રમાં પણ તે સંયમસ્થાનોનો સંભવ છે. તે પછી ઉ૫૨ના જે અસંખ્યાતા સંયમસ્થાનો છે તે સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત ચારિત્રને યોગ્ય છે. કહ્યું છે કે-‘તુન્નાગહનતાળે સંગમાળાખિ પમ વિડ્યાળ, તત્તો असंखलोए गंतुं परिहारियट्ठाणा ॥१॥ तेऽवि असंखा भोगा अविरुद्धाचेव पढमबिइयाणं । उवरिंपि तउ असंखा संजमठाणा ૩ લેëપિ ર્।।''-પહેલા અને બીજા ચારિત્રના સંયમસ્થાનો જધન્ય સ્થાને પરસ્પર તુલ્ય છે. ત્યાર પછી અસંખ્યાતા લોકાકાકાશપ્રદેશ પ્રમાણ સંયમસ્થાનો છોડીને ઉપર પરિહારવિશુદ્ધિ ચારિત્રના સંયમસ્થાનો છે. તે પણ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. અને તે પહેલા અને બીજા ચારિત્રની સાથે અવિરોધી છે. ત્યાર પછી ઉપરના અસંખ્યાતા સંયમસ્થાનો બન્ને ચારિત્રના (સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્રના) છે. તેમાં પરિહારવિશુદ્ધિક કલ્પનો અંગીકાર પોતાના જ સંયમસ્થાનોમાં વર્તતા સાધુને હોય છે પણ બાકીના સંયમસ્થાનોમાં વર્તતા સાધુને હોતો નથી. જ્યારે અતીતનયને આશ્રયી પૂર્વપ્રતિપન્નની વિવક્ષા કરીએ ત્યારે બાકીના સંયમસ્થાનોમાં પણ હોય છે. એટલે પૂર્વે અતીતકાળે પરિહારવિશુદ્ધિ ચારિત્રને પ્રાપ્ત થયેલો હતો અને તે કલ્પની સમાપ્તિ થયા પછી તેને બીજા ચારિત્રનો સંભવ હોવાથી બીજા ચારિત્રોમાં પણ વર્તતા છતાં ભૂતકાળની અપેક્ષાએ પૂર્વપ્રતિપન્નપણું અવિરુદ્ધપણે છે. કહ્યું છે કે-‘‘સટ્ટાળે પહિવત્તી બન્નેત્તુવિ હોન્ગ પુળ્વપડિવનો તેમુવિ વટ્ટનો સો તીતનવં પદ્મ વુત્તિ ૩ ।।।।''‘સ્વસ્થાનોમાં—પોતાના સંયમસ્થાનોમાં વર્તતો હોય ત્યારે પરિહારવિશુદ્ધિ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અને પૂર્વપ્રતિપન્ન-પૂર્વે પરિહારવિશુદ્ધિને પ્રાપ્ત થયેલો અન્ય ચારિત્રમાં પણ હોય છે. તે અન્ય ચારિત્રમાં વર્તમાન હોય તો પણ અતીતનયને આશ્રયી ‘પરિહારવિશુદ્ધિક’ કહેવાય છે.
૪. તીર્થદ્વાર—પરિહારવિશુદ્ધિક ચારિત્ર અવશ્ય તીર્થ પ્રવર્તમાન હોય ત્યારેજ હોય છે, પરન્તુ તેના વિચ્છેદમાં કે તેની અનુત્પત્તિમાં તે તીર્થનો અભાવ હોય ત્યારે જાતિસ્મરણાદિ વડે હોતું નથી. કહ્યું છે કે-‘તિર્થંત્તિ નિયમતોન્વિય હોર્ સ તિર્થંમિ ન ૩૫ તમાવા વિનુપને વા નાફ સરળાદિંતો ।।''-'તીર્થદ્વાર-તે અવશ્ય તીર્થમાં હોય છે, પણ તેના અભાવમાં હોતું નથી. એટલે તીર્થના વિચ્છેદમાં કે તેની અનુત્પત્તિમાં જાતિસ્મરણાદિ વડે પરિહારવિશુદ્ધિક ચારિત્ર હોતું નથી.'
૫. પર્યાયદ્વાર—પર્યાય બે પ્રકારનો છે—ગૃહસ્થપર્યાય અને યતિપર્યાય. તે પ્રત્યેકના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ બન્ને પ્રકાર છે. તેમાં ગૃહસ્થનો પર્યાય જઘન્યથી ઓગણત્રીશ વર્ષ અને યતિનો પર્યાય વીશ વર્ષનો હોય છે. ઉત્કર્ષથી બન્ને પર્યાયો કંઇક ન્યૂન પૂર્વકોટી વર્ષ પ્રમાણ હોય છે. કહ્યું છે કે-‘યસ્ત પક્ષ તેઓ શિહિપન્ગાઓ નત્રિશુળતીમા નવગ્ગાઓ વીતા ડોસુવિ તેમૂળા ।।શા''-‘આ પરિહારવિશુદ્ધિ ચારિત્રનો જઘન્યથી ગૃહસ્થપર્યાય ઓગણત્રીશ વર્ષ, અને યતિપર્યાય વીશ
92