SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा ચારિત્ર છે. તેના બે પ્રકાર છે -ઈત્વર અને યાવત્રુથિક. તેમાં પ્રથમ ઇત્વર સામાયિક પહેલા અને છેલ્લા જિનેશવરના તીર્થમાં જેને પુનઃમહાવ્રતનું આરોપણ કર્યું નથી એવા નવ દીક્ષિત શિષ્યને થોડા કાળ માટે હોય છે. બાકીના તીર્થકરોના તીર્થમાં અને મહાવિદેહના તીર્થકરોના તીર્થમાં કાવત્રુથિક સામાયિક હોય છે.' પ્ર૦-ઇવર સામાયિક પણ ‘કરેમિ ભંતે! સામાઈયં–હે ભગવન્! માવજીવ સામાયિકનો સ્વીકાર કરું છું—એમ જીવનપર્યન્ત ગ્રહણ કરાય છે, તો ફરીથી મહાવ્રતો ગ્રહણ કરતી વેળાએ તેનો ત્યાગ કરતાં પ્રતિજ્ઞાનો ભંગ કેમ ન થાય? ઉ૦-અમે પહેલાં જ કહ્યું છે કે બધાં ચારિત્રો સામાન્યરૂપે સામાયિકચારિત્ર રૂપ છે, કારણ કે બધામાં સાવદ્ય યોગની વિરતિ છે. પરન્તુ છેદાદિ વિશુદ્ધિવિશેષથી વિશિષ્ટ થતાં અર્થથી અને નામાન્તરથી ભિન્નપણે પ્રાપ્ત કરે છે. તેથી જેમ યાવત્રુથિક સામાયિક કે છેદોપસ્થાપનચારિત્રનો પરમ વિશુદ્ધિવિશેષરૂપ સૂક્ષ્મસંપાયાદિરૂપ ચારિત્રની પ્રાપ્તિમાં ભંગ થતો નથી તેમ ઇતર સામાયિકનો પણ વિશુદ્ધિ વિશેષરૂપ છેદો પસ્થાપન ચારિત્રની પ્રાપ્તિમાં ભંગ થતો નથી. જો પ્રવ્રજ્યા છોડે તોજ ભંગ થાય, પરન્તુ વિશુદ્ધિ વિશેષની પ્રાપ્તિમાં ભંગ ન થાય. કહ્યું છે કે-“સવરલામો અંગો નો પુખ તે વિય જે સુદ્ધાં નામેવસિટું સુહુifપવ ત ો ખોરાશા'-“ચારિત્રના ત્યાગ કરનારને ભંગ થાય, પરન્તુ છે તેને વધારે વિશુદ્ધ કરે તેને સંજ્ઞામાત્રનો ભેદ થાય છે. પણ જેમ સૂક્ષ્મસંપાયની પ્રાપ્તિમાં છેદોપસ્થાપનનો ભંગ થતો નથી તેમ ઇત્વર સામાયિકન છેદોપસ્થાપનની પ્રાપ્તિમાં શી રીતે ભંગ થાય?” જે ચારિત્રમાં પૂર્વવત પર્યાયનો છેદ અને ઉપસ્થાપન-ફરીથી મહાવ્રતોનું આરોપણ છે તે છેદો પસ્થાન. તે બે પ્રકારનું છે--સાતિચાર અને નિરતિચાર. તેમાં ઇવર સામાયિકવાળા નવ દીક્ષિતને જે મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે તે તથા એક તીર્થંકરના તીર્થમાંથી બીજા તીર્થંકરના તીર્થમાં પ્રવેશ કરતાં હોય છે તે નિરતિચાર છેદોપસ્થાપન. જેમ પાર્શ્વનાથના તીર્થ થકી વર્ધમાન સ્વામીના તીર્થમાં પ્રવેશ કરતાં ચાર મહાવ્રતરૂપ ધર્મ છોડી પાંચ મહાવ્રતરૂપ ધર્મ સ્વીકારે ત્યારે તેને નિરતિચાર છેદો પસ્થાન ચારિત્ર હોય છે. અને મૂલ ગુણનો.(મહાવ્રતોનો) ઘાત કરનારને ફરીથી મહાવતો આપવા તે સાતિચાર છેદોપસ્થાપન ચારિત્ર હોય છે. કહ્યું છે કે-“મેદસ્ય નિરફાર સ્થિત્તરસંગે ર તે હોનના મૂલગુણવાળો સાફ રમુણ્ય ૨ દિયપે શા"-પ્રથમ દીક્ષિતને તથા બીજા તીર્થંકરના તીર્થમાં પ્રવેશ કરનારને નિરતિચાર છેદોસ્થાપન અને મૂલ ગુણઘાતીને સાતિચાર છેદોપસ્થાપન ચારિત્ર હોય છે. અને તે બન્ને પ્રકારના ચારિત્ર સ્થિતકલ્પમાં હોય છે.’ બન્ને પ્રકારના એટલે સાતિચાર અને નિરતિચાર ચારિત્ર સ્થિતકલ્પમાં–-પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થકાળે હોય છે. જે ચારિત્રમાં પરિહાર–પવિશેષવડે વિશુદ્ધિચારિત્ર થાય તે પરિહારવિશુદ્ધિ કહેવાય છે. તેના બે પ્રકાર છે-નિર્વિશમાનક અને નિર્વિકાયિક, વિવક્ષિત-પરિહારવિશુદ્ધિ ચારિત્ર-તપવિશેષનું આરાધન કરાનારા નિર્વિશમાનક અને જેણે વિવલિત ચારિત્રનું-તપવિશેષનું આરાધન કરેલું છે તે નિર્વિષ્ટકાયિક. તે ચારિત્રવાળાની સાથે ચારિત્રનો અભેદ હોવાથી ચારિત્ર પણ એ પ્રમાણે કહેવાય છે. અહીં નવ સાધુઓનો ગણ હોય છે. તેમાં ચાર નિર્વિશમાનક-તપ કરનારા, ચાર વૈયાવૃત્ય કરનારા અને એક કલ્પસ્થિત-વાચનાચાર્ય હોય છે. યદ્યપિ આ કલ્પમાં વર્તમાન બધા ય સાધુઓ શ્રુતાતિશયસંપન્ન હોય છે, તો પણ તેવા પ્રકારનો કલ્પ હોવાથી તેમાંથી કોઈ એક વાચનાચાર્ય તરીકે સ્થાપન કરવામાં આવે છે. નિર્વિશમાનકનો તપ આ પ્રમાણે છે પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાને શીત, ઉષ્ણ અને વર્ષા કાળે પ્રત્યેકને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ કરવાનો ધીર પુરુષોએ કહેલો છે. તેમાં ગ્રીષ્મ ઋતુમાં જઘન્ય ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) મધ્યમ ષષ્ઠ ભક્ત (બે ઉપવાસ) અને ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્ત (ત્રણ ઉપવાસ) છે. ત્યાર પછી શિશિર ઋતુમાં તપ કરવાનો કહીશું. શિશિર ઋતુમાં બે ઉપવાસથી આરંભી ચાર ઉપવાસ પર્યન્ત જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ કરવાનો હોય છે. અને વર્ષાઋતુમાં ત્રણ ઉપવાસથી આરંભી પાંચ ઉપવાસ સુધી તપ 90
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy