SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद तिरिक्खजोणिय जीव पन्नवणा મુકુલ–ફણા ન થઇ શકે તેવી શરીરના અવયવ–વિશેષનો આકાર, તે જેઓને છે તે મુકુલી સાપ કહેવાય છે. અર્થાત્ તેઓ ફણા કરવાની શક્તિ રહિત હોય છે. અહીં ‘જ્ઞ’ શબ્દ પ્રત્યેકના પોતપોતાના અનેક ભેદોનો સૂચક છે. દર્વીકરના ભેદો કહે છે—સે નિં તેં'–ઇત્યાદિ. જેઓને આશી–દાઢમાં વિષ રહેલું છે તે આશીવિષ. કહ્યું છે કે—આસી વાઢા, તાયવિસા ય આસીવિજ્ઞા મુળેયન્ના' આશી એટલે દાઢા, તેમાં રહેલા વિષ ઝેરવાળા આશીવિષ જાણવા. જેઓની દૃષ્ટિમાં વિષ રહેલું છે તે દૃષ્ટિવિષ. જેઓમાં ઉગ્ર વિષ રહેલું છે તે ઉગ્નવિષ. જેઓના ભોગ-શરીરમાં વિષ રહેલું છે તે ભોગવિષ, જેની ત્વચાને વિષે વિષ છે તે ત્વગ્નિષ. પ્રાકૃત હોવાથી ‘તયાવિસા’ એવો પાઠ છે. લાલા એટલે મુખથી સ્રાવ થાય તે લાળ, જેઓને લાળમાં વિષ છે તે લાલાવિષ કહેવાય છે. જેઓના ઉચ્છ્વાસમાં વિષ હોય તે ઉચ્છ્વાસવિષ. જેઓના નિઃશ્વાસમાં વિષ હોય તે નિઃશ્વાસવિષ. કૃષ્ણસર્પાદિ જાતિભેદો લોક થકી જાણી લેવા. ઉપસંહાર કહે છે–‘એ પ્રમાણે દર્વીકરો કહ્યા.' હવે મુકુલી અહિનું પ્રતિપાદન કરે છે—‘સે નિં તં’-ઇત્યાદિ. એ પણ લોકથી જાણવા. અજગરોના અવાન્તર (પેટા) જાતિ ભેદો નથી, તેથી એમ કહ્યું છે કે એક પ્રકારના અજગરો કહ્યા છે.।।૧૪।। से किं तं आसालिया? कहिणं भंते! आसालिया संमुच्छति ? गोयमा ! अंतो मणुस्सखित्ते अड्ढाइज्जेसुदीवेसु, निव्वाघाएणं पन्नरससु कम्मभूमीसु, वाघायं पडुच्च पंचसु महाविदेहेसु, चक्कवट्टिखंधावारेसु, वासुदेवखंधावारेसु, बलदेवखंधावारेसु, मंडलियखंधावारेसु, महामंडलियखंधावारेसु, गामनिवेसेसु, नगरनिवेसेसु, णिगमनिवेसेसु, खेडनिवेसेसु, कव्बडनिवेसेसु, मडंबनिवेसेसु, दोणमुहनिवेसेसु, पट्टणनिवेसेसु, आगरनिवेसेसु, आसमनिवेसेसु, संवाहनिवेसेसु, रायहाणीनिवेसेसु, एएसि णं चेव विणासेसु एत्थ णं आसालिया संमुच्छति । जहनेणं अंगुलस्स असंखेज्जइ भागमित्ताए ओगाहणार, उक्कोसेणं बारसजोयणाई तयणुरूवं च णं विक्खंभबाहल्ले भूमिं दालित्तणं समुट्ठेइ, असन्नी मिच्छदिट्ठी अण्णाणी अंतोमुहुत्तऽद्धाउया चेव कालं करेइ । से तं આસાલિયાIIમૂ॰-II (મૂ0) આસાલિકા કેટલા પ્રકારે છે? હે ભગવન્! આસાલિકા ક્યાં સંમૂર્છિમરૂપે ઉત્પન્ન થાય છે? ગૌતમ! મનુષ્યક્ષેત્રને વિષે અઢી દ્વીપમાં, વ્યાઘાત–પ્રતિબંધ ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અને વ્યાઘાતને આશ્રયી પાંચ મહાવિદેહમાં, ચક્રવર્તિની છાવણીમાં, વાસુદેવની છાવણીમાં, બલદેવની છાવણીમાં, માંડલિકની છાવણીમાં, મહામાંડલિકની છાવણીમાં, ગ્રામ, નગર, નિગમ, ખેડ, કર્વટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન, આકર, આશ્રમ, સંબાધ અને રાજધાનીના સ્થળોમાં, એઓનો વિનાશ થવાનો હોય ત્યારે અહીં આસાલિકા સંમૂચ્છિમરૂપે ઉત્પન્ન થાય છે. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગમાત્ર અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ શરીરની અવગાહના વડે અને તેને યોગ્ય વિસ્તાર અને જાડાઇ વડે ભૂમિને વિદારીને ઉત્પન્ન થાય છે. તે આસાલિકા અસંશી અને મિથ્યાદૃષ્ટિ અન્તર્મુહૂર્તનું આયુષ્ય પૂરું કરી મરણ પામે છે. એમ આસાલિકા કહી. I૫૫ (ટી૦) આસાલિકાનું પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહે છે—‘આસાલિકા કેટલા પ્રકારની કહી છે–એમ શિષ્યે પ્રશ્ન કર્યો એટલે ભગવાન્ આર્ય શ્યામ બીજા આગમોમાં આસાલિકાના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર ગૌતમ સ્વામીના પ્રશ્ન અને ભગવાનના ઉત્તરરૂપ જે સૂત્ર છે તેજ આગમ ઉપરના બહુમાનને લીધે કહે છે—હે ભદત્ત-૫૨મકલ્યાણરૂપ! આસાલિકા ક્યાં સમૂચ્છિમરૂપે ઉપજે છે? આસાલિકા ગર્ભજ નથી, પણ સંમૂર્છિમ છે, તેથી ‘સંમૂર્ચ્છતિ’ સંમૂચ્છિમ રૂપે ઉપજે છે–એમ કહ્યું છે. ભગવાન્ ઉત્તર આપે છે—‘હે ગૌતમ! મનુષ્યક્ષેત્રની અંદર ઉપજે છે.’–એ કહેવા વડે ‘મનુષ્યક્ષેત્રની બહાર તેની ઉત્પત્તિ નથી’ એમ પ્રતિપાદન કર્યું. તેમાં પણ બધા મનુષ્યક્ષેત્રમાં તેની ઉત્પત્તિ નથી, પણ અર્ધતૃતીય–અઢી દ્વીપમાં ઉત્પન્ન થાય છે. [અહીં અન્ન તૃતીયં યેષા તે—–અર્ધ છે ત્રીજો દ્વીપ જેમાં—એમ અવયવ વડે વિગ્રહ થાય છે અને સમાસાર્થ સમુદાય છે] એ કહેવા વડે લવણ સમુદ્ર અને 66
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy