SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद साहारण सरीर बादर वणस्सइकाइय जीव पनवणा 'કુહણાદિ વનસ્પતિના ભેદો લોક થકી જાણી લેવા. એ અનન્તજીવાત્મક છે. પરન્તુ કુંદુક્કને વિષે વિકલ્પ જાણવો. કોઇકકુંદુક અમુક દેશમાં અનન્તજીવાત્મક હોય છે અને કોઈક અસંખ્યાત જીવાત્મક હોય છે (૫૦). શું બીજનો જીવ જ મૂલાદિરૂપે પરિણત થાય છે એટલે બીજ અને મૂળાદિનો એક જ જીવ હોય છે કે બીજના જીવના ચવ્યા પછી બીજો જ જીવ મૂળાદિમાં ઉત્પન્ન થાય છે' –એ પ્રમાણે અન્યના પ્રશ્નની આશંકા કરી તેનો ઉત્તર આપે છેયોનિભૂતયોનિઅવસ્થાને પ્રાપ્ત થયેલા એટલે જેણે યોનિપરિણામનો ત્યાગ નથી કર્યો એવા બીજમાં તે જીવ અથવા બીજો જીવ ઉત્પન્ન થાય છે. બીજની બે અવસ્થાઓ છે-૧ યોનિઅવસ્થા અને અયોનિઅવસ્થા. તેમાં બીજ જ્યાં સુધી યોનિઅવસ્થાનો ત્યાગ કરતું નથી, પણ જીવરહિત-અચેતન થયેલું હોય છે ત્યાં સુધી તે યોનિભૂત કહેવાય છે. બીજ જીવરહિત થયેલું છે તે નિશ્ચયથી જાણી શકાતું નથી, તેથી વિશિષ્ટ જ્ઞાન રહિત મનુષ્ય વડે અત્યારે સચેતન કે અચેતન હોય પણ જે અવિનષ્ટયોનિ વાળુંઉગવાની શક્તિવાળું હોય તે બીજ યોનિભૂત કહેવાય છે, અને વિનષ્ટયોનિ વાળું હોય તે અવશ્ય અચેતન હોવાથી અયોનિભૂત કહેવાય છે. યોનિશબ્દનો શો અર્થ છે? અવિનષ્ટ શક્તિવાળું જીવનું ઉત્પત્તિ સ્થાન એટલે તેમાં રહેલી જીવના પરિણમનની શક્તિ સહિત હોય તે યોનિ કહેવાય છે. તે યોનિભૂત બીજમાં તેજ પૂર્વનો બીજનો જીવ અથવા અન્ય જીવ આવીને ત્યાં ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે બીજને ઉત્પન્ન કરનાર જીવ પોતાના આયુષ્યના ક્ષય થવાથી બીજનો ત્યાગ કરે છે. તે બીજને પાણી, કાળ અને પથિવીના સંયોગરૂપ સામગ્રી પ્રાપ્ત થતાં કદાચિત તેજ પૂર્વનો બીજજીવ મૂલાદિ સંબંધી નામ ગોત્ર બાંધીને તે બીજમાં ઉત્પન્ન થાય છે, એટલે ત્યાં આવીને મૂલાદિરૂપે પરિણત થાય છે. અને કદાચિત્ અન્ય-પૃથિવીકાયિકાદિ જીવ ત્યાં આવીને ઉપજે છે, “યોfપ મૂત્વે નીવ' જે જીવ મૂળને વિષે છે એટલે મૂળરૂપે પરિણત થયેલો છે તેજ જીવને પ્રથમતિયા' પ્રથમ પાંદડાંરૂપે પરિણત થાય છે. માટે મૂળ અને પ્રથમ પત્રનો કર્તા એક જીવ છે. પ્ર-જો એમ છે તો સત્રો વિ વિસત્નો નુ સમમાગો માંતગો માગો' બધા કિસલય (કોમળ પાંદડાં) ઉગતાં અનન્તકાયિક કહેલા છે-ઇત્યાદિ નીચેની ગાથાની સાથે વિરોધ કેમ નહિ આવે? ઉ૦-અહીં બીજનો જીવ કે અન્ય જીવ બીજના મૂળપણે ઉત્પન્ન થઈને તેની ઉચ્છુનાવસ્થા–વૃદ્ધિ કરે છે, અને ત્યાર પછી અનન્ત જીવો અવશ્ય કિસલયાવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યાર બાદ સ્થિતિના ક્ષય થવાથી તે અનન્ત જીવો ચવી જાય ત્યારે આજ મૂળનો જીવ અનન્ત જીવના શરીરને પોતાના શરીરરૂપે પરિણાવીને પ્રથમ પાંદડાં સુધી વધે છે, માટે પૂર્વોક્ત વચનની સાથે વિરોધ આવતો નથી. બીજા આચાર્યો આ ગાથાની આ પ્રમાણે વ્યાખ્યા કરે છે–પ્રથમ પત્ર એટલે બીજની વૃદ્ધિની અવસ્થા, તેથી મૂળ અને પ્રથમ પાંદડાનો કર્તા એક જીવ છે. તાત્પર્ય એ છે કે “મૂળ અને સમુહૂનાવસ્થા-વૃદ્ધિની અવસ્થાનો કર્તા એક જીવ છે' –એ નિયમ બતાવવાને માટે કહ્યું છે કે-“મૂળ અને સમુઠ્ઠનાવસ્થાવૃદ્ધિની અવસ્થા બન્ને એક જીવવડે અવશ્ય પરિણાવેલાં હોય છે, બાકીના કિસલયાદિનો આવિર્ભાવ અવશ્ય મૂળના જીવના પરિણામથી થયેલો હોતો નથી. તેથી ‘બધાં કિસલય ઉગતાં અનંતકાયિક હોય છે” ઇત્યાદિ ગાથા કહેવાની છે તેની સાથે આ બાબતનો વિરોધ નથી. કારણ કે મૂળ અને વૃદ્ધિની અવસ્થાની ઉત્પત્તિકાળે કિસલયપણું નથી. શું પ્રત્યેક વનસ્પતિકાયિકનું સર્વદા શરીરાવસ્થાને આશ્રયી પ્રત્યેકશરીર વનસ્પતિકાયિકપણું છે કે કોઈ અવસ્થામાં અનન્તકાયિકપણું પણ છે? તેમજ સાધારણ વનસ્પતિકાયિકનું પણ હમેશાં અનન્તકાયિકપણું છે કે કદાચિ પ્રત્યેક વનસ્પતિકાયિકપણું પણ સંભવે છે? તેના ઉત્તરમાં મળ્યો વિ' ઇત્યાદિ ગાથા કહે છે. અહીં સર્વ શબ્દ અપરિશેષ-સમસ્તવાચી છે. સમસ્ત પ્રકારના પ્રત્યેક કે સાધારણ વનસ્પતિકાય કિસલયાવસ્થાને પ્રાપ્ત થયેલા હોય ત્યારે તીર્થકર અને ગણધરોએ અનન્તકાયિક કહેલા છે, અને તે કિસલયરૂપ અનન્તકાયિક વૃદ્ધિ પામતા અનન્તકાયિક થાય કે પ્રત્યેક વનસ્પતિકાયકરૂપ થાય છે. એટલે કે જો સાધારણ શરીર કરવાનું હોય તો સાધારણ થાય અને પ્રત્યેકશરીર કરવાનું હોય તો પ્રત્યેક થાય. કેટલા કાળ પછી પ્રત્યેક થાય? અન્તર્મુહૂર્ત પછી થાય. ૧ કુહણા સંબધી લોકપ્રકાશમાં કહ્યું છે કે-“I fપ બોલ્યા નામાન્તરતિરોહિતા: રા રેશવિશેષ તપતા :'' કહણા અમુક દેશમાં પ્રસિદ્ધ છે. પણ તેના બીજા નામો વડે ઓળખાતા નથી, અને તે ચોથા ઉપાંગ પન્નવણામાં બતાવ્યા છે. જુઓ પત્ર ૪૧૮. 56
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy