SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद.साहारण सरीर बादर वणस्सइकाइय जीव पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ બીજી છાલ પણ તેના જેવી હોય તે પણ અનન્તજીવાત્મક જાણવી. એમ કન્ટ, સ્કન્ધ અને શાખા સંબંધી ત્રણે ગાથાઓનો વિચાર કરવો. (૩૦-૩૩). હવે તેજ છાલનું પ્રત્યેક જીવપણું જાણવા લક્ષણ કહે છે-“યસ્થ મૂલસ્થ' ઇત્યાદિ ચાર ગાથાઓ છે જે ભૂલના કાષ્ઠથી મધ્યવર્તી ગર્ભથી તેની છાલ પાતળી હોય તે પ્રત્યેકજીવવાળી જાણવી. તે સિવાયની બીજી એટલે પ્રત્યેક શરીરપણે નિશ્ચિત છાલથી અન્ય છાલ હોય તે પણ પ્રત્યેકશરીર જીવવાળી સમજવી. એમ કન્દાદિ વિષે ત્રણે ગાથાઓ વિચારવી (૩૪-૩૭). “યસ્થ મૂતએ મનસ્ય સમો ભંગ તે' જે મૂળ ભાગતાં તેનો ભંગ સરખો સ્પષ્ટરૂપે જણાય-ઇત્યાદિ અનન્તકાયનું લક્ષણ કહ્યું. તેને સ્પષ્ટપણે પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ લક્ષણ કહે છે-“રા' ઇત્યાદિ. જે મૂળ, સ્કન્ધ-થડ, ત્વચા, શાખા, પત્ર અને પુષ્પાદિને ભાંગતાં ભંગસ્થાન ચક્ક-ચક્રના આકારવાળું ગોળ અને તદન સમસરખું હોય તે મૂળાદિક અનન્ત જીવાત્મક જાણવા. તથા ગ્રન્થી–ગાંઠ અથવા સામાન્ય રીતે ભંગસ્થાન ચૂર્ણ–રજથી વ્યાપ્ત હોય, અથવા જે પત્રાદિને ભાંગતાં ચક્રના આકારવાળો ભંગ અને ગ્રન્થિને સ્થાને પરાગના જેવી જ વ્યાપ્ત થવી-એ પૂર્વોક્ત લક્ષણ સિવાય ભંગસ્થાન પૃથ્વીના સરખું હોય, તાત્પર્ય એ છે કે સૂર્યના કિરણોથી તપેલા ક્યારાની તરિના પ્રતરખંડ-પોપડીના જેવો સમ-સરખો ભંગ હોય તે અનન્ત કાયિક જાણવા. (૩૮) હવે ફરીથી બીજું લક્ષણ કહે છે-જે પત્ર-પાંદડું સક્ષીર-દૂધવાળું હોય, કે નિઃક્ષીર-દૂધવિનાનું હોય પણ ગુમનસોવાળું અને પ્રનષ્ટસંધિ-જેના બે અર્ધ ભાગની વચ્ચેનો સાંધો સર્વથા ન દેખાતો હોય તે પત્ર અનન્તજીવાત્મક જાણવું (૩૯). હવે પુષ્પાદિસંબધી વિશેષતા કહે છે–પુષ્પો ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ જલજ-જળમાં ઉત્પન્ન થયેલાં સહસ પત્ર વગેરે, ૨ સ્થલજ-સ્થળમાં ઉત્પન્ન થયેલાં કોટક વગેરેના પુષ્પો. તે પ્રત્યેકના બબ્બે ભેદ છે. કેટલાક વૃત્તબદ્ધ હોય છે. જેમકે અતિમુક્ત વગેરે, અને કેટલાક જાઈ વગેરેના પુષ્પો નાલબદ્ધ હોય છે. અહીં તેઓમાં કેટલાએક પત્રાદિની અંદર રહેલા જીવોની અપેક્ષાએ સંખ્યાતા જીવવાળાં, કેટલાએક અસંખ્યાતા જીવવાળાં અને કેટલાએક અનન્ત જીવવાળાં હોય છે, તે આગમને અનુસરીને જાણવા (૪૦). આ સંબંધી કંઈક વિશેષ બતાવે છે–તેમાં જે જાઈ વગેરેના નાલબદ્ધ પુષ્પો છે તે બધાં સંખ્યાતા બીજવાળાં તીર્થકરગણધરોએ કહેલાં છે. થોરના પુષ્પ અનન્તજીવાત્મક છે, અને તે સિવાયના બીજાં પુષ્પો થોરના પુષ્ય જેવાં હોય તે પણ અનન્તજીવાત્મક જાણવા (૪૧). પદ્ધિનીકંદ, ઉત્પલિનીકન્દ, અન્તરકન્દ-જલમાં ઉત્પન્ન થયેલી એક જાતની વનસ્પતિનો કન્દ, ઝિલ્લિકા-વનસ્પતિવિશેષ-એ બધા યે અનન્તકાયિક છે. પરન્તુ પર્ણિન્યાદિના બિસ-નાલ અને મૃણાલ-કમલદંડ એ બન્ને એકજીવાશ્રિત છે (૪૨). પલાંડુકન્દ, લસુનકન્દ અને કંદલીકન્દ, કુસ્તંબક-એ બધા ય પ્રત્યેક જીવાશ્રિત જાણવા. તે સિવાયના બીજા તેવા પ્રકારના એટલે અનન્તકાયિક વનસ્પતિના લક્ષણ રહિત હોય તે પણ પ્રત્યેક વનસ્પતિકાયિકો જાણવા (૪૩). પદ્મ, ઉત્પલ, નલિન, સુભગ, સૌગન્ધિક, અરવિન્દ, કોકનદ, શતપત્ર અને સહસપત્રના વૃત્ત-ડીંટીયા અને તેના બહારના પાંદડાં જે પ્રાયઃ લીલાં હોય છે તે, અને પત્રના આધારરૂપ કર્ણિકા છે તે ત્રણે ય એકજીવાત્મક છે, અને જે અંદરની પાંખડીઓ, કેસર અને બીજ છે તે દરેક એક એક જીવાશ્રિત છે (૪૪). વેણુ-વાંસ, નડ-બરુ તથા ઇશુવાટિકા વગેરે લોક થકી જાણી લેવા. તથા ધરો વગેરે તૃણ, અને પર્વયુક્ત (ગાંઠવાળી) વનસ્પતિ, તેઓની જે આંખ, પર્વ અને પરિમોટકપર્વનું ચક્રાકાર-ગોળાકાર પરિવેષ્ટા હોય છે તે બધા એક જીવાશ્રિત છે. એ બધાનાં દરેક પાંદડાં એક એક જીવાત્મક હોય છે અને પુષ્પો અનેક જીવાત્મક છે (૪૫-૪૭). પૂષ્પફલ, એ પ્રમાણે કાલિંગ ફળ, તબીફળ, ત્રપુષ (કાકડી), એલવાયુ-ચીભડાની જાત, વાલુક-ચીભડું, ઘોષાતક-કડવા તુરીયાં, પટોલ, તેંદુક અને હિંદુસ ફળો છે, એ પ્રત્યેક ફળોનાં વૃન્ત, સમાસ–ગર્ભસહિત કટાહ-ફળના ઉપરની છાલ એટલે વૃન્ત, ગર્ભ અને કટાહ એ ત્રણે એક જીવના છે–અર્થાત્ ત્રણે એક જીવાશ્રિત છે. તથા પૂષ્પફળથી માંડી હિંદુસ સુધીની દરેક વનસ્પતિના પાંદડાં પ્રત્યેકજીવાશ્રિત છે. એટલે એક એક જીવાશ્રિત છે. કેસર સહિત અને કેસર રહિત બીજ પણ પ્રત્યેક જીવાશ્રિત હોય છે. એટલે કેસર અને બીજો દરેક પ્રત્યેક જીવાશ્રિત છે (૪૮-૪૯). આ 55
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy