________________
प्रथम पद साहारण सरीर बादर वणस्सइकाइय जीव पत्रवणा
श्री प्रज्ञापना सूत्र भाग १ જાણવી (૩૧). જે સ્કન્ધના કાષ્ઠથી તેની છાલી વધારે જાડી હોય તે છાલ તથા તેના જેવી બીજી છાલ અનન્તજીવાત્મક જાણવી (૩૨). જે શાખાના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય તે છાલ તથા તેના જેવી બીજી છાલ અનન્ત જીવવાળી જાણવી (૩૩). જે મૂળના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય તે છાલ તથા તેના જેવી બીજી છાલ પ્રત્યેક જીવવાળી જાણવી (૩૪). એ પ્રમાણે કન્દ (૩૫) સ્કન્ધ (૩૬) અને શાખા (૩૭) સંબંધી સરખો પાઠ કહેવો.
જેને ભાંગતા ભંગસ્થાન ચક્રના આકારવાળું (ગોળ અને લીસું) હોય અને ગ્રન્થી-ગાંઠ ચૂર્ણ–રજથી વ્યાપ્ત હોય, તેમજ ભંગસ્થાન પૃથિવીના સરખું હોય તે અનન્તજીવવાળી વનસ્પતિ જાણવી. (૩૮) ગુપ્ત શિરા–નસોવાળું, ક્ષીરવાળું, કે ક્ષીર વિનાનું હોય અને પ્રનષ્ટસંધિ–જેની વચ્ચેનો સાંધો દેખાતો ન હોય તે પાંદડું અનન્તજીવાત્મક જાણવું. (૩૯) જલજ–જળમાં થયેલાં, સ્થલજ-સ્થળમાં થયેલાં, વૃત્તબદ્ધ–ડીંટીયાવાળા અને નાલબદ્ધ-નાળવાળાં પુષ્પો સંખ્યાતજીવવાળાં, અસંખ્યાતજીવવાળાં અને અનન્તજીવવાળાં જાણવા (૪૦). જે કોઇ નાલબદ્ધ પુષ્પો છે તે સંખ્યાતા જીવવાળાં હોય છે અને જે સ્નિહુ–થોરના પુષ્પો અને તેના જેવા બીજા પુષ્પો છે તે અનન્તજીવવાળા હોય છે (૪૧). પદ્મિનીકન્ન, ઉત્પલિની કન્દ, અંતર કેન્દ અને ઝિલ્લી એ અનન્તજીવાત્મક છે અને બિસ–નાલ અને મૃણાલ–પદ્મની ડાંડલી એકબીજાત્મક છે (૪૨). પલાડૂકન્દ, લસુનકંદ, કંદલીકન્દ અને એ કુસ્તુંબક પ્રત્યેકબીજવાળા છે અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે પણ પ્રત્યેકશરીરવાળા જાણવા (૪૩). પદ્મ, ઉત્પલ, નલિન, સુભગ, સૌગંધિક, અરવિન્દ, કોકનદ, શતપત્ર અને સહસ્રપત્ર–એઓના વૃત્ત–ડીંટીયા, બહારના પાંદડાં અને કર્ણિકા એ ત્રણે એક જીવના છે. અનેઅંદ૨ના પાંદડાં, કેસર અને મીંજ એ પ્રત્યેક એક જીવવાળાં છે (૪૪-૪૫). વેણુ-વાંસ, નડ–બરુ, ઇક્ષુવાટિકા, સમાસઇક્ષુ, ઇક્કડ, દંડ, કરકર, સુંઠ, વિહંગુ, તૃણ અને પર્વવાળી વનસ્પતિની આંખ, પર્વ-ગાંઠ અને પરિમોટક–પર્વનું પરિવેષ્ટન એ બધા એકજીવના છે. પત્રો–પ્રત્યેક–એક એક જીવાત્મક અને પુષ્પો અનેકજીવાત્મક છે (૪૬-૪૭). પૂસલ–પુષ્પફલ, કાલિંગડા, તુંબ, ત્રપુષ–કાકડી, એલવાલુક, વાલુક, ઘોષાતક, પડોલ–પટોલ, સિંદુક અને હિંદૂસ–એઓના વૃત્ત–ડીંટીયા, માંસ–ગર્ભ અને કટાહ–ઉપરની છાલ એક જીવના છે. પાંદડાં એક એક જીવવાળાં છે. કેસરસહિત અને કેસરરહિત દરેક બીજ એક એક જીવાશ્રિત છે (૪૮-૪૯). સપ્લાય, સજ્ઝાય, ઉબ્નેહલિયા, કુહા અને કુંદુક એ અનન્તજીવાત્મક છે. તેમાં કુંદુકને વિષે ભજના–વિકલ્પ જાણવો (૫૦). યોનિરૂપ બીજમાં તે બીજનો જીવ ઉત્પન્ન થાય કે અન્ય જીવ ઉત્પન્ન થાય છે, પરન્તુ જે મૂળનો જીવ છે તેજ પ્રથમના પાંદડાં રૂપે પરિણમે છે. સર્વ પ્રકારના કિસલય ઉગતાં અનન્તકાયિક કહેલા છે અને તે વધતાં પ્રત્યેક હોય છે કે અનન્તકાયિક હોય છે (૫૨).
[સાધારણ જીવોનું લક્ષણ]–એક સાથે ઉત્પન્ન થયેલા તે જીવોનો એક કાળે શરીરની નિષ્પત્તિ થાય છે, સાથે જ શ્વાસોચ્છ્વાસનું ગ્રહણ અને સાથે જ ઉચ્છ્વાસ–નિઃશ્વાસ હોય છે (૫૩). એકને જ જે આહારાદિ પુદ્ગલોનું ગ્રહણ હોય છે તેજ ઘણા સાધારણ જીવોને હોય છે અને જે બહુ જીવોને હોય છે તે પણ સંક્ષેપથી એકને હોય છે (૫૪). સાધારણ જીવોને સાધારણ આહાર અને સાધારણ શ્વાસોચ્છ્વાસનું ગ્રહણ–એ સાધારણ જીવોનું લક્ષણ છે (૫૫). જેમ તપાવેલા લોઢાનો ગોળો તપેલા સુવર્ણના જેવો સર્વ અગ્નિપરિણત–અગ્નિથી વ્યાપ્ત થાય છે તેવી રીતે નિગોદના જીવોના સંબંધમાં જાણવું. એટલે લોઢાના ગોળા જેવા નિગોદરૂપ એક શરીરમાં અનન્ત જીવો અગ્નિની પેઠે વ્યાપ્ત થઇને રહે છે (૫૬). એક, બે, ત્રણ, યાવત્ સંખ્યાતા (કે અસંખ્યાતા) બાદર નિગોદજીવોના શરીરો જોવા શક્ય નથી, પણ અનન્ત જીવોના શરીરો દેખાય છે (૫૭), લોકાકાશના પ્રદેશ ઉપર એક એક નિગોદનો જીવ સ્થાપન `કરવો. એ પ્રમાણે માન કરતા અનન્ત લોક થાય છે (૫૮). લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક પ્રત્યેક વનસ્પતિકાયિક જીવને સ્થાપન કરવો. એ પ્રમાણે માન કરતાં અસંખ્યાતા લોક થાય છે (૫૯). પર્યાપ્તા પ્રત્યેક જીવો
53