________________
प्रथम पद बायर पुढविकाय जीव पनवणा
श्री प्रज्ञापना सूत्र भाग १ વ્યાપ્ત થયેલા પ્રદેશમાં જ્યારે તે પૂર ચાલ્યું જાય ત્યારે જે કોમળ અને મૃદુ પકરૂપ માટી હોય છે કે જેને જલનો મળ કહેવામાં આવે છે તે પનકમૃત્તિકા. તે રૂપ જીવો પણ અભેદોપચારથી પનકમૃત્તિકા કહેવાય છે. હવે ઉપસંહાર કહે છે–એ પ્રમાણે શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકો કહ્યા. II૧૬ll से किं तं खरबायरपुढविकाइया? खरबायरपुढविकाइया अणेगविहा पण्णत्ता। तं जहा-१ पुढवी य र सक्करा, २ वालुया य ४ उवले ५ सिला य ६-७ लोणूसे। ८ अय ९ तंब १० तउय ११ सीसय १२ रुप्प १३ सुवन्ने य १४ वइरे य॥१॥१५ हरियाले १६ हिंगुलुए १७ मणोसिला १८-२० सासगंजण-पवाले। २१ अब्भपडल २२ ऽब्मवालुय बायरकाए मणिविहाणा ॥२॥ गोमेज्जए' य २४ रुयए २५ अंके २६ फलिहे य २७ लोहियक्खे य। २८ मरगय २९ मसारगल्ले ३० भुयमोयग ३१ इन्दनीले य ॥३।। ३२ चंदण ३३ गेरुय ३४ हंसगब्भ [हंसे] ३५ पुलए ३६ सोगन्धिए[य] बोद्धव्वे। ३७.चन्दप्पम ३८ वेरुलिए ३९ जलकते ४० सूरकते य ॥४॥जे यावऽन्ने तहप्पगारा ते समासओ दुविहा पन्नत्ता। तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा या तत्थ णंजे ते अपज्जत्तगा ते णं असंपत्ता। तत्थ गंजे ते पज्जत्तगा एसेसिंणं वन्नादेसेणं, गंधादेसेणं, रसादेसेणं, फासादेसेणंसहस्सग्गसो विहाणाई, सबेज्जाई जोणिप्पमुहसतसहस्साई। पज्जत्तगणिस्साए अपज्जत्तगा वक्कमंति, जत्थ एगो तत्थ नियमा असंखेज्जा। से तं खरबायरपुढविकाइया। से त्तं बायरपुढविक्काइया। से तं पुढविकाइया।। सू०-१७॥ (મૂળ) ખર બાદર પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? ખેર બાદર પૃથિવીકાયિકો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ શુદ્ધપૃથિવી,
શર્કરા (કાંકરા), ૩ વાલુકો (રેતી), ૪ ઉપલ (નાના પત્થર), ૫ શિલા, ૬ લવણ, ૭ ઊષ-ખારો, ૮ લોઢું ૯ તાંબુ, ૧૦ જસત, ૧૧ સીસું, ૧૨ રૂ! ૧૩ સુવર્ણ, ૧૪ વજરત્ન, (૧) ૧૫ હડતાલ, ૧૬ હિંગળો, ૧૭ મણસીલ, ૧૮ સાસગ-પારો, ૧૯ અંજનરત્ન, ૨૦ પ્રવાલ, ૨૧ અભ્રપટલ (અબરખ), ૨૨ અભૂવાલુકા અને મણિના ભેદો-એ બધા બાદર પૃથિવીકાયને વિષે જાણવા. (૨) ૨૩ ગોમેધ્યક, ૨૪ રુચક, ૨૫ અંક, ૨૬ સ્ફટિક, ૨૭ લોહિતાક્ષ, ૨૮ મરકત, ૨૯ મસારગલ્લ, ૩૦ ભુજમોચક, અને ૩૧ ઇન્દ્રનીલ, (૩) ૩૨ ચંદનરત્ન, ૩૩ ગરિક, ૩૪ હંસગર્ભ, ૩૫ પુલક, ૩૬ સૌગન્ધિક, ૩૭ ચંદ્રપ્રભ, ૩૮ વૈડૂર્ય, ૩૯ જલકાન્ત (ચન્દ્રકાન્ત), ૪૦ સૂર્યકાન્ત. (૪) ઈત્યાદિ યાવદ્ તેવા પ્રકારના બીજા હોય તે બધા ખર બાદર પૃથિવીકાયિકો જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તે અસંપ્રાપ્તવિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. જે પયતા છે તેઓના વણદિશથી, ગન્ધાદેશથી, રસાદેશથી અને સ્પશદિશથી હજારો ભેદો છે અને તેઓના સંખ્યાતા લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં અવશ્ય અસંખ્યાતા અપર્યાપાઓ હોય છે. એ પ્રમાણે ખર બાદર પૃથિવીકાયિકો કહ્યા અને બાદર પૃથિવીકાયિકો કહ્યા. અને એ પ્રમાણે પૃથિવીકાયિકો કહ્યા.
/૧૭l. (ટી) ખર બાદર પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? આચાર્ય ઉત્તર આપે છે –ખર બાદર પૃથિવીકાયિકો અનેક પ્રકારે કહ્યા છે. તેના ચાળીશ ભેદ તો મુખ્યપણે કહ્યા છે. તે ચાળીશ ભેદો સૂત્રમાં કહેલી ચાર ગાથાવડે બતાવે છે-જેમ ભામા કહેવાથી સત્યભામાનું ગ્રહણ થાય છે તેમ પૃથિવી કહેવાથી ૧ શુદ્ધ પૃથિવી જાણવી, તે નદીના કીનારાની ભેખડ વગેરે રૂપ સમજવી. ૨ १. गोमेज्जए य २३ रुयगे २४ अंके २५ फलिहे य २६ लोहियक्खे य २७। चंदण २८ गेरुय २९ हंसग ३० भुयमोय ३१ मसारगल्ले
य ३२७५॥ चंदप्पह ३३ वेरुलिए ३४ जलकते ३५ चेव सूरकते य ३६। एए खरपुढवीए नामं छत्तीसयं होइ ॥७६।। इति रूपे आचाराङ्गसूत्रनियुक्तिगाथे आचार्य श्री शीलाऊन व्याख्याते। आचारांगचूर्णिकृता तु प्रज्ञापनोपाङ्गसमे एव व्याख्या ते स्तः। 'उत्तराध्ययनसूत्रे षट्त्रिंशेऽध्ययने ऽपि प्रज्ञापनासूत्रसमे एव गाथे विद्येते। केवलं तत्र हंसे इति स्थाने हंसगब्भ इति पाठभेदो दृश्यते I૭૬-૭૭ll (પન્નવણા સૂત્ર મહાવીર વિદ્યાલય, પૃ. ૧૪)
37