________________
प्रथम पद एगिदियजीव पन्नवणा-पुढविकायजीव पनवणा
श्री प्रज्ञापना सूत्र भाग १ aiયિનીવવUળવUT II से किं तं एगेन्दिय-संसारसमावण्ण-जीवपण्णवणा? एगेंदिय-संसारसमावण्ण-जीवपण्णवणा पंचविहा
पन्नत्ता। तं जहा-पुढविकाइया, आउक्काइया, तेउक्काइया, वाउक्काइया, वणस्सइकाइया।।सू०-१२।। (મૂળ) એકેન્દ્રિય સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? એકેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે છે.
તે આ પ્રમાણે—૧ પૃથિવીકાયિકો, ૨ અખાયિકો, ૩ તેજસ્કાયિકો, ૪ વાયુકાયિકો અને વનસ્પતિકાયિકો. /૧૨// (ટી) એકેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? આચાર્ય કહે છે–એકેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે છે, કારણ કે એકેન્દ્રિયો પાંચ પ્રકારના છે. તે પાંચ પ્રકાર કહે છે –“તું નહો' ઇત્યાદિ. પૃથિવી કઠિનતા રૂપે પ્રસિદ્ધ છે. તે પૃથિવી જેઓનું કાય-શરીર છે તે પૃથિવીકાય અથવા પૃથિવીકાયિકો કહેવાય છે. અહીં સ્વાર્થમાં 'રૂ'પ્રત્યય થયો છે. અપ-પાણી, પ્રવાહી રૂપે પ્રસિદ્ધ છે. તે જેઓનું કાય-શરીર છે તે અપ્લાયિકો, તેજસુ-અગ્નિ, તે જેઓનું કાય-શરીર છે તે તેજસ્કાયિકો, વાયુ જેઓનું કાય-શરીર છે તે વાયુકાયિકો. લતાદિ રૂપ વનસ્પતિઓનું કાય-શરીર છે તે વનસ્પતિકાયિકો. અહીં પૃથિવી સર્વ ભૂતોનો આધાર હોવાથી પ્રથમ પૃથિવીકાયિકોનું ગ્રહણ કર્યું છે. ત્યાર પછી તેને વિષે રહેલા હોવાથી અખાયિકોનું ગ્રહણ કર્યું છે. અખાયિક અગ્નિના પ્રતિપક્ષરૂપ છે તેથી ત્યાર પછી તેજસ્કાયિકો ગ્રહણ કરવામાં આવ્યા છે. અગ્નિ વાયુના સંબન્ધથી વૃદ્ધિ પામે છે માટે ત્યાર બાદ વાયુકાયિકો મૂકવામાં આવ્યા છે. દૂર રહેલો વાયુ વૃક્ષની શાખાના કંપવાથી જણાય છે માટે ત્યાર પછી વનસ્પતિકાયિકોનું ગ્રહણ કર્યું છે.ll૧૨ા
Ilyવાયનીવ qUવા || से किं तं पुढविकाइया? पुढविकाइया दुविहा पण्णत्ता।
तं जहा-सुहुमपुढविकाइया य बादरपुढविकाइया या।सू०-१३।। - ભૂ) પૃથિવીકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? પૃથિવીકાયિકો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને
બાદર પૃથિવીકાયિકો I/૧૩ (ટી) હવે પૃથિવીકાયિક જીવોના સ્વરૂપને નહિ જાણનાર શિષ્ય તે સંબંધે પૂછે છે પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? આચાર્ય ઉત્તર આપે છે–પૃથિવીકાયિકો બે પ્રકારે છે. સૂક્ષ્મનામ કર્મના ઉદયથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને બાદરનામ કર્મના ઉદયથી બાદર પૃથિવીકાયિકો કહેવાય છે. સૂક્ષ્મપણું અને બાદરપણું એ કર્મના ઉદયજન્ય છે, પણ બોર અને આમળાની પેઠે સાપેક્ષ નથી. [જેમ આમળાથી બોર સૂક્ષ્મ-નાના હોય છે અને આમળા બોરથી મોટા હોય છે. કુંથુઆની અપેક્ષાએ હસ્તી બાદર-મોટો હોય છે, અને બાદર હસ્તીની અપેક્ષાએ કુંથુઓ સૂક્ષ્મ-નાનો હોય છે, તેમ સૂક્ષ્મપણું અને બાદરપણું સાપેક્ષ નથી.] ‘ર' શબ્દ સૂક્ષ્મ પૃથિવીકાયિકના પણ પર્યાપ્ત, અપર્યાપ્તાદિ અનેક ભેદો અને બાદર પૃથિવીકાયિકના પણ શર્કરા, વાલુકાદિ ઘણા ભેદોનો સૂચક છે. તેમાં સૂક્ષ્મ પૃથિવીકાયિક પેટીમાં સંપૂર્ણ ભરેલા સુગન્ધી દ્રવ્યની પેઠે સર્વલોકવ્યાપી છે અને બાદર પૃથિવીકાયિક લોકના પ્રતિનિયત-અમુક ભાગમાં રહેલા છે. તેનું પ્રતિનિયત દેશવર્તિપણું આ સૂત્રના બીજા પદમાં જણાવશે.
__से किं तं सुहुमपुढविकाइया? सुहुमपुढविकाइयां दुविहा पण्णत्ता।। तं जहा-पज्जत्तसुहुमपुढविकाइया च अपज्जत्तसुहुमपुढविकाइया या सेत्तं सुहुमपुढविकाइया।।सू०-१४।। (મૂળ) સૂક્ષ્મ પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? સૂક્ષ્મ પૃથિવીકાયિકો બે પ્રકારે છે. તે આ પ્રમાણે—પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો
અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો. એ પ્રમાણે સૂક્ષ્મ પૃથિવીકાયિકો કહ્યા. /૧૪ll (ટી૦) હવે સૂક્ષ્મ પૃથિવીકાયિકના સ્વરૂપની જિજ્ઞાસાવાળો શિષ્ય પ્રશ્ન કરે છે–સૂક્ષ્મ પૃથિવીકાયિકો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે–સૂક્ષ્મ પૃથિવીકાયિકોના પર્યાપ્ત-સ્વયોગ્ય પતિ સહિત અને અપર્યાપ્ત-સ્વયોગ્ય પયંતિ રહિત
. 33