________________
પુય પ્રભાવક જૈન બંધુનું નામ અંકિત થાય તે તેનો સુંદર વેગ થયે કહેવાય તેમ સભાની ઈચ્છા હતી. દરમ્યાન આ સભા મુખ્ય સેક્રેટરીના ખાસ સંબંધી ઉદાર નરરત્ન ધાર્મિક, રાષ્ટ્રીય અને સમાજના પ્રખર સેવક શ્રીયુત ચંદુલાલ ત્રિભુવનદાસ શાહ જે.પી. (એન. ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ)નું કઈ સારા પ્રસંગે ભાવનગર આવવું થતાં સભામાં આવવાનું નિમંત્રણ કરવાથી (જો કે સભાની ઉત્તમ કાર્યવાહી અને પ્રગતિ તેઓ જાણતા જ હતા) આવતાં આ ચરિત્ર સંબંધી હકીકત જણાવતાં પિતાના પૂજ્ય વર્ગવાસી પિતાના સ્મરણાર્થે સીરીઝ તરીકે પ્રગટ કરવા ઘણા જ હર્ષ સાથે (સભાના ધારા પ્રમાણે) આર્થિક સહાય આપવાથી આ ગ્રંથ પ્રકટ કરવામાં આવ્યું છે, તે માટે તેમનો સભા આભાર માને છે.
અત્યારે બીજું મહાયુદ્ધ બંધ થયા છતાં પણ બીજી વસ્તુઓની જેમ દિવસાનુદિવસ છાપકામના કાગળ, છપાઈ, ડીઝાઈને, બ્લેક અને બાઈડીંગ વગેરેના ભાવો વધતા જ જાય છે. તેમજ તે માટેનું પૂર્વે મળતું તેવું સાહિત્ય પણ મળતું પણ નથી, છતાં પણ આવા પૂર્વાચાર્ય મહારાજશ્રુત ઉત્તમ કથા સાહિત્ય (ચરિત્ર) ગ્રંથોનું સુંદર પ્રકાશન કરવા માટે ગ્રંથમાળાની મળેલી આર્થિક સહાય ઉપરાંત ઘણો મહાટે ખર્ચ કરવો પડે છે, કારણ કે આવા દેવાધિદેવના ચરિત્રની આંતરિક વસ્તુ અનુપમ, અતિ સુંદર હોવાથી તેની બાહ્ય સુંદરતામાં વિશેષ વૃદ્ધિ કરતાં એ બંનેને સુમેળ વિશેષ રીતે થાય તે હષ્ટિ ધ્યાનમાં રાખીને આ ગ્રંથનું સુંદર પ્રકાશન સાથે પરમાત્માના જુદા જુદા પ્રસંગેના ત્રિરંગી અનુપમ ચિત્ર અધિક આકર્ષક કલાની દષ્ટિએ તૈયાર કરાવી તેમાં દાખલ કરી લાઈબ્રેરીના શૃિંગારરૂપ પરમાત્માની ભક્તિપૂર્વક આ કથા સાહિત્ય ગ્રંથ તૈયાર કરવામાં આવેલ છે.
આ ગ્રંથને અનુવાદ તૈયાર થયા પછી સં. ૨૦૦૨ ની સાલમાં ચાતુર્માસમાં અને . બિરાજમાન આચાર્ય શ્રી વિજયામૃતસૂરિજી તથા તેઓશ્રીના વિદ્વાન અને સાહિત્યકાર સુશિષ્ય ધુરંધરવિજયજી મહારાજ સાહેબ પાસે મૂળ પ્રત તેઓ સાહેબ પાસે રાખી અનુવાદ વાંચી જવામાં આવેલ હોવાથી એ માટે બતાવેલ કૃપા માટે બંને મહાત્માઓને અંતઃકરણપૂર્વક આ સભા આભાર માને છે.
આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવે , છતાં દષિ , પ્રેસદેવ કે અન્ય કારણથી આ ગ્રંથમાં કોઈ સ્થળે ખલના જણાય તે ક્ષમા માગવા સાથે અમને જણાવવા નમ્ર વિનંતિ કરીએ છીએ.
આત્માનંદભવન, ] વીર સં. ૨૪૭૫, વિ. સં. ૨૦૦૫. શ્રી પાર્શ્વનાથ પ્રભુ જન્મકલયાણુક દિવસ (પોષ દશમ) તા. ૨૫-૧૨-૪૮,
નાતાલ દિન-શનિવાર,
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ
ભાવનગર,