________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું તીર્થ પ્રવર્તતું હતું ત્યારે ચંદ્રકુળને વજી શાખાને વિષે શ્રીવર્ણમાનસરિ હતાં. તેઓશ્રીને જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરિ નામના શિષ્યો હતા. તેમના બે શિષ્યો જેમાં પ્રથમ જિનચંદ્રસૂરિ અને બીજા શ્રીઅભયદેવસૂરિ કે જેઓ સિદ્ધાંતની વૃત્તિ તથા પ્રકરણ વડે ભવ્યજનોના ઉપકાર કરનાર હતા તેમના શિષ્ય શ્રીપ્રસન્નચંદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીસુમતિ ઉપાધ્યાય નામના કે જેમણે સવંગરંગશાળારાધન નામનું શાસ્ત્ર રચ્યું હતું. શ્રીભરૂચનગરમાં આમદત્તશ્રેણીનાં ઘરમાં રહેલા શ્રીદવલસરિએ સંવત ૧૧૬૮માં આ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું છે, તે ચરિત્ર અમલચંદ્રગણુએ ઈલુક પુસ્તકને વિષે લખ્યું છે અને આ જેઓએ કરાવ્યું છે તે એ છે કે-કર્ષવંજપુરમાં ગવર્ધન શ્રેણી હતે તેના પુત્ર સેઢાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ જજનાગપુત્ર છત્રાવલી નામની નગરીમાં રહેતો હતે. તેને સંદરીની કક્ષાથી ઉત્પન્ન થયેલ સિદ્ધ અને વીર એ નામના બે પુત્ર અને યશનાગ નામને ભાણેજ ત્રીજા પુત્ર જે હતે. શ્રેણી વીરે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિબ કાકાના પુત્ર ગગયી અને આમ શ્રેષ્ઠીએ સંધની સાથે તીર્થયાત્રા કરી સ્થાપન કર્યું. વરના પુત્ર દેવ છો અને નન્ન ઠકકુરે બંધ પામી શકાય તેવું શ્રીપાનાથ પ્રભુનું ચરિત્ર રચાયું. વિક્રમથી અગ્યાર વર્ષ ગયા ત્યારે આ ચરિત્ર સિહ થયું. અંબા, સુદર્શના, બંભ અને શાંતિ તથા મૃતદેવતાના પ્રસાદવડે આ ચરિત્ર સમાપ્ત થયું.
શ્રી દેવભદ્રાચાર્ય ભગવાને આ મહાન પ્રભાવિક, વિબ્રહર શ્રેયસ્કર શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્ર સાથે દશ ગણધર ભગવાને અને અનેક મહાન સત્તશાળી નરાના સુંદર ચરિત્રોમાં પૂર્વભવની અંતર્ગત કથાઓમાં અને અન્ય તીર્થંકર પ્રભુ, કેવળી ભગવાન, અવધિજ્ઞાની મુનીવરેએ જુદા જુદા તત્વજ્ઞાનના જે બધપાઠ ઉપદેશ દ્રષ્ટાંત આપી તેમાં અમૃત રસ સ્થળે સ્થળે ઠાલવે છે, તેનું વાંચકબંધુઓ! અને બહેને! આપ શ્રદ્ધા અને ભાવનાપૂર્વક તે સુધારસનું પાન કરી બુદ્ધિ, ભકિત, શ્રદ્ધા, ભાવનાને ધન્ય કરી મોક્ષ મેળવે.
આ ગ્રંથમાં માત્ર પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું એકલું ચરિત્ર જ નથી પરંતુ જિનેશ્વરના જીવન સાથે એમના સમયની અનેક ઘટનાઓ કર્તા શ્રી દેવભદ્રાચાર્ય મહારાજે સુંદર શૈલીમાં સંકલનાપૂર્વક જણાવી છે, તેમાં પરમાત્માનું ચરિત્ર તે કેવી રસભરી રીતે આલેખ્યું છે, તેમજ રસ. અલંકાર વગેરેની કેવી અખૂટ સમૃદ્ધિ તેમાં ભરી છે, કેટલું કૌશલ્યપણુ દાખવ્યું છે તે આ ગ્રંથ પરિચયથી અને તેઓશ્રીના અન્ય સાહિત્ય ગ્રંથમાંથી વાચક જોઈ શકશે.
*આવા આવા સુંદર, પ્રાચીન વિદ્વાન જૈનાચાર્યો( પૂર્વાચાર્ય)કૃત જૈન સાહિત્ય (કથા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન )ના ગ્રંથોના પ્રકાશને જોયા પછી જેનાર વિદ્વાને, સાક્ષર, સાહિત્યકારોને પશુ હવે કહેવું પડે છે કે ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ જૈન સાહિત્યના પૂર્ણ અભ્યાસ વિના અપૂર્ણ જ રહેશે.
આવા શ્રી શ્રેયસ્કર, વિષહર શ્રી પાર્શ્વનાથ ભગવંત સર્વ જીવોનું કલ્યાણ કરે. અને આ ચરિત્રના વાચકે, પ્રકાશકે, સંપાદક વગેરેના હે જગદગુરુ આપને કેટી કેટી વંદના છે. તેમ હૃદયપૂર્વક ઈછી આ ગ્રંથપરિચય પૂર્ણ કરીયે છીયે.
ઉપર જણાવ્યા પ્રમાણે આ ત્રેવીસમા જિનેશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વિસ્તાર પૂર્વકનું સુંદર, અનુપમ અને બોધપ્રદ, અનુકરણીય શ્રેયસ્કર ઉત્તમોત્તમ ચરિત્ર સાથે કોઈ
* સાક્ષાત્તમ શ્રીમાન આનંદશંકર બાપુભાઈએ આ સભાની લીધેલી મુલાકાત વખતે સભાના વિવિધ સાહિત્ય ગ્રંથ (મૂળ અને અનુવાદ ) જોયા પછી કાઢેલા ઉદ્ગારે.