________________
(૫. ૪૬૧) અને ભગવંતને નમે છે. એ રીતે ભગવંતની સ્તુતિ કરીને મણિની જેમ પ્રભુને હદયમાં - ધારણ કરી શોકરૂપી દુઃખથી વ્યાપ્ત થયેલા ઈન્દ્રો સ્વસ્થાને જાય છે. આ રીતે અહિં ઘણી ઉપમાવાળી નાગરાજની કણ જે પ્રભના મસ્તક ઉપર શોભે છે, તે શ્રી પાર્શ્વનાથ પ્રભૂને નમું છું. એ પ્રમાણે તુતિ કરી ઇદ્રો રવસ્થાને જાય છે.
- જિનેશ્વર અને ગણધર મોક્ષમાં ગયા પછી અઢી વર્ષે તીર્થ પ્રવત્યું. ત્યારપછી ત્રણ ભવનના એક તિલકરૂપ, મંગળના સ્થાનરૂપ અને મેટા સત્વને પામેલા ચોવીસમા તીર્થકર ભગવાન શ્રી મહાવીર દેવ જિનેશ્વર ઉત્પન્ન થયા.
અહિં આ પાંચમે પ્રસ્તાવ અને પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના છ ભવ, દશ ગણધર ભગવાને સહિતનું, વર્ણન (ચરિત્ર) સંપૂર્ણ થાય છે.
શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનું આ સુંદર ચરિત્ર જેઓ એક મનવાળા થઇને સાંભળે છે અથવા જેઓ ભણે છે, મનનપૂર્વક વાંચે છે, ભાવના અને શ્રદ્ધાપૂર્વક વારંવાર પઠન કરે છે તથા ભકિતના સમૂહથી દયાવાળા જેઓ ચિતમાં ધારણ કરે છે, સર્વદા સ્તુતિ કરે છે, તેઓ રોગ, શોક, ધનને ક્ષય, પ્રવાસ, વેરી અને ભૂતાદિવડે થતા મેટા દુઃખોથી મુક્ત થઈ વાંછિત સુખને ભેગવે છે, લોકોને પૂજવા યોગ્ય બને છે અને તત્કાળ સ્વર્ગલેકની લક્ષ્મીને અથવા મેક્ષને પામે છે.
કરડે, લાખો કે હજારો વર્ષો ઉપરના આવા જિનેશ્વર ભગવતેના ચરિત્રમાં આવેલ અમૃતરસ કઈ કાળે શુષ્ક બનતું નથી, તેથી જ આવા દેવાધિદેવનો અપૂર્વ મહિમા અને અચિંત્ય માહાસ્ય
અવર્ણનીય છે. એ પિતાની વિદ્યમાનતામાં પરમાત્મા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરે જગતના જીવોને મિથ્યાત્વરૂપી અંધકાર મીટાવી જ્ઞાનચક્ષુઓ આયા, દેશના વડે ભવ્ય આત્માઓને સ્વર્ગ અને મેક્ષમાર્ગ બતાવ્યો, બાથ અને અત્યંતર કર્મરૂપી રોગો, આધિ, વ્યાધિ અને ઉપાધિઓ વડે વ્યાપ્ત છને દેશના વડે અમૃતધારા પ્રકટાવી, દૂર કરાવી સાચું જીવન પ્રાણીઓને આપ્યું, જેમના ગુણો જગતમાં સમાતા નથી, તેવા મહાન ઉપકારી દેવાધિદેના ગુણાનુવાદ નિરંતર ગાતાં, સ્મરણ કરતાં ભવ્યાત્માઓ-મેક્ષાભિલાષએ છે કદિ થાકતા નથી; પરંતુ અલોકિક આનંદ અનુભવી કેમે કરી એક્ષલક્ષ્મી પ્રાપ્ત કરી શકે છે.
આ સુંદર ચરિત્રમાં તીર્થયાત્રાના વર્ણને, તે કાળના દેશે, શહેર, ગામના વિવિધ વૃત્તાંતે, પ્રવાસ વર્ણને, સમવસરણની અનુપમ રચનાનું વર્ણન, પરમાત્માના અતિશનું જણાવેલ માહાસ્ય, પ્રસંગે પ્રસંગે ઇંઢોએ કરેલી સ્તુતિ, ઉદ્યાન અને કલાના વર્ણને, રાજ્યનીતિ પ્રાચીનથી ચાલ્યા આવતા વ્યવહારિક અનેક પ્રસંગો, પરમાત્માએ સમવસરણમાં બિરાજમાન થેઈ ગૃહી, સર્વવિરતિ, ધર્મનું સ્વરૂપ, શ્રાવકની અગ્યાર પ્રતિમાનું સ્વરૂપ, શુભાશુભ કર્મના વિપાકે ગણધર ભગવાન અને અનેક પ્રાણીઓનાં પૂર્વભવના વર્ણન વગેરે અનેક વિષયે જણાવેલ છે, જે શ્રદ્ધા અને માનપૂર્વક વાંચતાં આત્મામાં આવા મહાન પુરુષેનું ચિત્ર ખડું થતાં પોતે કોણ છે પિતાનું શું કર્તવ્ય છે તેનું ભાન થતાં આત્મા ઘડીભર શાંતિ અનુભવે છે અને કેમે કરી આત્માને મોક્ષ સમીપ અવશ્ય લઈ જતાં છેવટે પરમપૂજ્યભાવ પ્રગટે છે.
પ્રશસ્તિ-ગ્રંથકર્તા મહારાજે ક્યા સૈકામાં, કેવા સંયોગોમાં, કયા સ્થળમાં, કયા કયા કારણવડે 'આ ગ્રંથ રચ્યો છે તે હકીકત અહિં સંક્ષિપ્તમાં જણાવવામાં આવે છે. (પાઇ ૫૬૧).