________________
ધર્મદિયાવંડ રૈવેયકમાં ઉત્પત્તિ પ્રાપ્ત થતી નથી. દાન, શીલ અને તપને વિષે જે કોઈપણ રીતે ભાવના ન હોય, તે તે ( દાનાદિક) સર્વે પોતાના કાર્યને સાધતા નથી. તપ વિગેરે ધર્મને કરનાર પણ ભાવના રહિત હોય તે બ્રહ્મદરની જેમ વાંછિત અર્થને પામતું નથી અને તેથી અન્યથા ( ભાવના સહિત) હોય તે તે બહાદત્તની જ જેમ વાંછિત અર્થને પામે છે, માટે હે ભવ્યજી! આ બંનેના વિષયમાં પણ હું બ્રહ્મદત્તની કથા કહું છું તે સાંભળે (પા. ૪૨૪ થી ૫. ૪૪૧).
આ પ્રમાણે ચિંતામાગને ઓળગે તેવા વાંછિત અર્થની પ્રાપ્તિ કરવામાં કટપવૃક્ષ સમાન ભાવનીધર્મને મેં કહ્યો. આનાથી બીજે પાંચમો ધર્મ ત્રિભુવનને વિષે પણ નથી. તેથી કરીને શીધ્રપણે મોક્ષના તથા વાંછિત અર્થને ઈચછનારા છએ આ ધર્મને વિષે જ પ્રયત્ન કરવો. જે કઈ મેક્ષમાં ગયા છે, જશે અને જવાના જ છે તે આના પ્રભાવથી છે એમ તમે જાણો. આ પ્રમાણે દાન, શીલ, તપ અને ભાવનામય ચાર પ્રકારને ધર્મ કહીને ત્રણ લેકના ગુરુ શ્રી પાર્શ્વનાથ પ્રભુ દેવજીંદામાં પધાર્યા.
હવે પહેલે પર નિર્ગમન થતાં પહેલા ગણધર શુભદિને શ્રી જિનેન્દ્રની પાદપીઠ ઉપર બેસીને લોકોને ધર્મદશના આપવી શરૂ કરી.
સંખ્યાતીત ( અસંખ્યાતા) ભવને વિષે બીજો જે કહે અથવા પૂછે તે અનાદિૉષી આ છાસ્થ જાણતું નથી. આ પ્રમાણે ત્રિભુવનમાં સૂર્ય સમાન શ્રી પાર્શ્વનાથ સ્વામીએ તેવા કેઈપણ પ્રકારે બન્ને પ્રકારના અશિવરૂપી વ્યાધિથી આ પુરલેકને અત્યંત મુક્ત કર્યો, કે જે પ્રકારે અત્યારે પણ જગદ્ગુરુના ચરણના પ્રભાવથી ભાવિતા મતિવાળા પુરુષો વાંછિત સર્વ અર્થન કરનારી જિનપ્રતિમાને પોતાના ઘરના ઉત્તરંગમાં (ઉપરના ભાગમાં ) સ્થાપન કરે છે. જે સ્થાને ભગવાન સમવસર્યા હતા તે સ્થાને અસુર અને સુરોએ બનાવેલું શ્રી પાર્શ્વજિન ભવન હજી પણ મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. ત્યારપછી ઘણું ભવ્ય જનને પ્રવજ્યા આપીને અને કેટલાકને શ્રાવક ધર્મમાં સ્થાપન કરીને શુભદાદિક ગણુધરે અને સાધુના સમૂહ તથા જઘન્યથી પણ એક કરોડ દેવેથી પરિવરેલા તેમજ પોતાના માતામ્યવડે હિંબ, ડમર, મારી, રાગ, અશિવ અને સ્થાને દૂર કરતા શ્રી પાર્શ્વનાથ ભગવાન મથુરાપુરીમાંથી નીકળ્યા.
' દેવાધિદેવ (પાર્શ્વનાથ પ્રભુ) કાસ, જવર વિગેરે રોગ શમાવવામાં પ્રસિદ્ધ ધનંતરી જેવા છે, દેવવાંછિત અર્થ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે, દેવલમીનું મંદિર છે, સદ્દગતિને દેખાડનાર છે, તથા ભવરૂપી મોટી વલીને ઉમૂલન કરવામાં પ્રચંડ અને મોટા યુગાંતના પવન સમાન છે, તે શ્રી પાર્શ્વનાથ દેવ જય પામો. જેમનું માત્ર નામ ગ્રહણ કરવાથી પણ રોગ, અગ્નિ વિગેરેથી ઉત્પન્ન થતા ભય તેમજ ભૂતના ઉપદ્રવ અને શાકિનીએ કરેલા વિદો પણ નાશ પામે છે, રાજાએ તત્કાળ વશ થાય છે અને શત્રુઓ મિત્ર થાય છે, તે ત્રણ જગતમાં પ્રસિદ્ધ ચરિત્રવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુ જય પામે. ”
આ પ્રમાણે સુર, માગધ અને વૃંદારકના સમૂહવડે સ્તુતિ કરાતા તથા વીતભય, શ્રાવસ્તિ, ગજપુર, મિથિલા, કપિલ્યપુર, પતનપુર, ચંપાપુરી, કાકંદીપુરી, શુકિતમતીપુરી, કૌશલપુર અને રતનપુર વગેરે મોટા નગરમાં રાજાના સમૂહને તથા સામંત, મંત્રી, શ્રેણી, સેનાપતિ વગેરે પ્રધાન લેકને પ્રતિ કરતા અને એક ગામથી બીજે ગામવિહાર કરતા પરમાત્મા વારાણસી નગરીએ પધાર્યા, અને ત્યાં પૂર્વ દિશામાં ભાગમાં દેવોએ વિશાળ ત્રણ પ્રકારવડે મનોહર, પાંચ પ્રકારના પુષ્પના સમૂહવડે શોભતું, મણિમય પાદપીઠવાળું, નવા વિકસ્વર થયેલા મોટા પલ્લવવડે વ્યાસ સેંકડે શાખાઓ સહિત, કંકેલી વૃક્ષવડે અલં
૧૦