________________
- હવે સાગર કહે છે કે જગતમાં જય પામતાં જેમના ઘરનું દુરિત્ર પ્રગટ થાય તેમની કુલિનતા કુશળતાનું વર્ણન શી રીતે પ્રગટ થાય વગેરે જણાવે છે પછી વિધાધર વિરામ પામતાં સ્ત્રી, પુત્ર વગેરે આ સંસારનું સ્વરૂપ વિષમ દુઃખે કરીને જાણી શકાય તેવું છે વગેરે સ્વરૂપ ચિંતવતાં સંબંધીઓ અને સંસાર ઉપર ધિક્કાર છૂટતા વ્યાકુલ મનવાળો થાય છે. દરમ્યાન શ્રી નેમિનાથ ભગવાનના સંતાનમાં રહેલ શ્રી ગુણદત્ત નામના કેવળી ભગવાન પધારતાં રાજપુત્ર વિદ્યાધર સાથે મતકોકિલ નામના ઉદ્યાનમાં આવે છે, અને દેવાએ રચેલ સુવર્ણ કમળ ઉપર બિરાજમાન કેવળી ભગવંતને વંદન કરે છે. ભગવંત દેશનામાં સમ્યગદર્શન સહિત પંચમહાવ્રત સહિતને ધમ કલ્પવૃક્ષ સદશ હોઈ તેના આરાધનથી મળતાં સુંદર ફળો વગેરેનું સ્વરૂપ જણાવે છે. (પા. ૩૪૫) પછી ભદ્રયશ ભગવંતને પૂછે છે કે-આ વિદ્યાધરના ભાઈએ મારણુતિક અનર્થનું અનુચિત કાર્ય કેમ કર્યું? કેવળી ભગવંત પૂર્વનું વર્ણન કરતાં જણાવે છે કે-આ ભવથી ત્રીજે ભવે કનખલ ગામમાં અગ્નિસિંહ બ્રાહ્મણને શંકર અને કેશવ નામના બે પુત્રો હતા. પહેલા ભદ્રિકને બીજે કુટિલ પ્રકૃતિને હતે. તેના ભાઇએ સમજાવ્યા છતાં અંદર તે પોતાને મૂળ સ્વભાવ છોડતું નહોતું. તેના પિતા મૃત્યુ પામ્યા પછી શંકર કેશવને કરીયાણા ભરી પરદેશ રળવા મોકલે છે. ત્યાં ઘણું દ્રવ્ય એકઠું કરી ઘેર આવી પિતાના ભાઈને થોડું બતાવી વધારાનું ગુપ્ત સ્થળે દાટી દે છે. કેશવને નોકર ખૂટી તે હકીકત શંકરને જણાવતાં શંકર ત્યાંથી દ્રવ્ય કાઢી તેને બદલે તાંબાના સિક્કાને સેનાનું પાણી ચડાવી તેની જગ્યાએ મૂકે છે. એક વખત કેશવ ગરીબ થતાં ત્યાંથી ધન કાઢી વેચવા જતાં તાંબાના સિક્કા જાણી આઘાત લાગતાં મદિ પડે છે. છેવટે ભેળો શંકર પિતે લીધેલ છે એમ જણાવી તેમાંથી તેને અરધોઅરધ આપે છે. પછી શંકરને વૈરાગ્ય પ્રાપ્ત થતાં ચારિત્ર અંગીકાર કરે છે. પછી શંકરના પુત્રને તેના બાપ પાસેનું ખોટું લેણું કાઢી દ્રવ્ય લઈ લે છે. શંકરને પુત્ર શંકર મુનિને જણાવતાં સંસારનું વિષમ પણું વિચારી, વિશેષ તપ કરી સૌધર્મ દેવલેકમાં જાય છે. કેશવ ૫ણું ચારિત્ર લઇ મૃત્યુ પામી અસુરદેવ થાય છે. પછી શંકર ત્યાંથી થવી વૈતાઢષપર્વત પર ભગપુર નગરના રાજાના અમાત્ય સમરને સાગર નામે પુત્ર તું થયું છે, કેશવ મૃત્યુ પામી તારે ભાઈ થયો છે અને પૂર્વભવના વૈરના કારણે તને ઉપદ્રવ કરેલ છે. આ સાંભળી ભદ્રયશને જાતિસ્મરણ જ્ઞાન થાય છે જેથી વૈરાગ્ય પામી, કેવળીને વાંદી ઘેર જઈ માતપિતાની રજા લઈ, કેટલાક વિદ્યાધર ને રાજપુત્રો સાથે મારી પાસે આવી પ્રવજ્યા લે છે અને જગતને પૂજવાલાયક એવી ગણધરની પદવી પામે છે.
- નવમા જય અને દશમા વિજય ગણધરના પૂર્વભવોનું વર્ણન.
હવે શ્રી પાર્શ્વનાથ ભગવાન નવમાં જય અને દશમા વિજય ગણધરના પૂર્વભવોના વૃત્તાંત કહે છે.
આ જંબદ્વીપના દક્ષિણાર્ધમાં કરેદેશને વિષે હસ્તિનાપુર નગરના વિજયપાળ રાજાને તિલકસુંદરી અને સૌભાગ્યસુંદરી નામની બે રાણીઓ છે. જેને પ્રથમને વિજયચંદ્ર ને બીજીને પધદેવ નામના પુત્ર છે. એક દિવસ તિલકસુંદરી રાણુને જલેધરને વ્યાધિ થતાં તેના ઘણું ઉપચાર કર્યા છતાં તે નહિં મટવાથી રાજાને દાનાદિ પારલૌકિક કાર્ય પિતાને કરવાની ઈચ્છા જણાવે છે, મંત્રીને કહેવાથી રાજા રાજ્યગુરૂ ભૈરવ કે જેને કાત્યાયની દેવીને મંત્ર સિદ્ધ થયેલે છે અને ભૂત, પ્રેત વગેરે દષ્ટિદોષ દૂર કરી શકે છે તેને બેલાવે છે, રાજાના પૂછવાથી ભૈરવ કહે છે કે-રાણીને વાયુને પ્રવાહ છે તેથી આરોગ્ય થાય તેમ સંભવતું નથી. અહિ' નાસિકમાંથી નીકળતા વહેતા, બહાર આવતા શ્વાસ