________________
તેની પાસે સોમિલ નામનો બ્રાહણ કઈક જાણવાની ઇચ્છાથી ત્યાં આવ્યો. રાજર્ષિ કાઉસગ્ગ ધ્યાનમાંથી મુક્ત બનતાં મિલે પ્રણામ કરી પૂછયું કે-હે સ્વામી પૂર્વભવમાં મેં શું કાર્યો કર્યા હતા કે જેથી લેશમાત્ર પણ સુખ પ્રાપ્ત થતું નથી. ત્યારે મુનિરાજે તેને કહ્યું કે તું અને તારો ભાઈ જે પ્રકારે દુઃખના કારણુ થયા છે તે હકીકત સભિળ.
માત-પિતાની સાથે કરી કરીને બે બ્રાહ્મણ પુત્રો વિંધ્યાટવીમાં આવ્યા. કુલપતિની પાસે તેઓએ તાપસત્રત અંગીકાર કર્યું" એકદા તેઓ ઉમરાના ફળ લઈ ખાવા જાય છે તેવામાં ઉંમરાના ફળમાં કૃમિ આદિ અસંખ્ય છ જોઈ તેઓ બંને વિચારવા લાગ્યા કે-આવી રીતે અસંખ્ય જીવની હિંસા કરવી તે સાચો ધર્મ ન કહેવાય. આપણે નજીકના હસ્તિ તાપસ પાસે જઈ ધર્મનું સાચું
સ્વરૂપ જાણીએ. હસ્તી તાપસે જણાવ્યું કે-આવી રીતે અસંખ્ય જીવને હણી એક જીવનું પિષણ કરવું સારું નહીં, પર હસ્તી જેવા મોટા જીવને મારી, તેના માંસથી નિર્વાહ કરે. કારણ કે એક જીવના વધથી ઘણુ મનુષ્યોને ઘણા દિવસ સુધી ભોજન મળી શકે છે. તે બંનેએ તેને ધર્મ સ્વીકાર્યો અને કાળ કરી, યંતર થયા. ત્યાં દશ હજાર વર્ષનું આયુષ્ય પાળી, વયવી કૌશાંબી નગરીમાં ગરીબ બ્રાહ્મણના પુત્ર થયા. કાળે કરી વેદ અને શાસ્ત્રમાં કુશળ થયા, એકદા ત્યાંના રાજાને દુષ્ટ સ્વપ્ન આવ્યું: તેને ઉપાય પૂછતાં આ બંનેએ જણાવ્યું કે-એકસેઆઠ અને હોમ કરો, કારણ કે તેથી દુષ્ટ સ્વપ્ન, કુમહ, દુષ્ટ નિમિત્ત, ભૂતાદિકની પીડાઓ નાશ પામે. રાજાએ તે કબૂલ કરી તેવા પ્રકારની સર્વ સામગ્રી તૈયાર કરી તે બંનેને સોંપી. પછી હોમ કરનાર કરાવનારની રક્ષા, શાંતિતુષ્ટિ, પૃષ્ટિ માટે મંત્ર ભણી (૫. ૩૭૫) અશ્વોને જોવામાં હેમ કરે છે. દરમ્યાન આ અશ્વો પૈકી એક અશ્વને જાતિસ્મરણ જ્ઞાન ઉપજયું અને પોતે આવી રીતે હેમમાં અનેક વખત હેમાયેલ હોવાથી, બીજા અશ્વોના જીવને શાંતિ થાય તે નિમિત્તે બળપૂર્વક બંધન તોડી, પિતાની તીક્ષ્ણ ખરીથી તે બંને બ્રાહ્મણને હણી નાખ્યા જેથી તે બંને મૃત્યુ પામી સીમંતક નરકાવાસમાં ઉત્પન્ન થયા. ત્યાં અનેક પ્રકારનાં કષ્ટ સહન કરીને, ચવીને જવલન નામના બ્રાહ્મણના પુત્રો થયા. ચોરી આદિ વ્યસનવાળા બનવાથી પિતાએ તેનો તિરસ્કાર કરી કાઢી મૂક્યા. ભૂતિલ નામને, ધાતુવાદ તેમને મળે અને તેણે તેમને મેટા લેભમાં નાખી સુવર્ણસિદ્ધિની વાત કરી. થોડા દિવસ બાદ તે ભૂતિલ તે બંનેને રસકૂપિકા પાસે લઈ ગયો અને દેરાડે બે ઘડી બાંધી તે બંનેને તેમાં ઊતાર્યા. ઘડો ભરાઈ જતાં તિલે તે ઘડા કાઢી લીધા અને તેઓ બંને ત્યાં કૂવામાં જ મૃત્યુ પામી કિબિષિક દેવ થયા. યાંથી આવીને તું બિલ નગરમાં સોમિલ દિ થયો છે અને તારો ભાઈ કેશુલ દેશમાં સંતડ નામતો થયો છે. હાલમાં પિતાના માત-પિતાના મૃત્યુથી, તેના અસ્થિઓ લઈને જતાં, લૂંટાવાથી હાલમાં મૃત્યુ પામવાની ઈચ્છા રાખે છે. હે સમિલ ! હજી પણ તને જે શંકા રહી હોય તે તું પૂછી
આ પ્રમાણે સાંભળવાથી સંમિલને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તેણે સુરદેવ રાજર્ષિને પૂછ્યું કે-આવા પ્રકારના દુઃખમાંથી મુકત થવા માટે પર્વત પરથી પડવું, અગ્નિમાં પ્રવેશ કરે કે ગળાફસ ખાવો તે હિતકર છે કે નહીં ? રાજર્ષિએ તેને કહ્યું કે-આવી રીતે કરવાથી ઊલટો કર્મબંધ વધે છે અને પ્રાણી અતીવ દુઃખી બને છે સાચે માર્ગ તે સંયમ-પ્રહણુને જ છે. વિગેરે ઘણા પ્રકારે તેને સમજાવ્યો. (જુઓ પૃ. ૩૩૮) પછી સેમિલે પ્રવજયા સ્વીકારી. હે પ્રિયા ! મેં આવા પ્રકારનું વિધાન આજે જોયું. - પિપટની વાણી સાંભળી સંતા બોલ્યો કે-હે પોપટ ! તેં જે કહ્યું તે સર્વ સાચું છે. હું તેજ દુઃખી સંતડ છું, હું પણ દીક્ષા લેવા ઈચ્છું છું, તું મને મારા ભાઈ સાથે મેળાપ કરાવ. એટલે