________________
નરકમાં પડે છે.” વિગેરે (પા, ૩૨૯) તે સાંભળી તેનું પાલન કરી, સંયમમાં રક્ત બની, ઘર તપશ્ચર્યા કરી, કાળધર્મ પામી સાધમ કહ૫માં ઉત્પન્ન થયા અને ત્યાંથી યુવીને આ વિક્રમસેન રાજકુમાર થયો છે. આ પ્રમાણે તારા પૂર્વભવની ચેષ્ટા જ તારી ક્રૂર પ્રકૃતિની કારણભૂત છે.
આ પ્રમાણે પિતાના પૂર્વભવો સાંભળી વિક્રમસેન પ્રવજ્યા સ્વીકારવા તત્પર થયો અને માતપિતાની આજ્ઞા લઈ, બેધ પમાડી, ભગવંતની પૂજા કરી વિકમસેને દીક્ષા લઇ ચિરકાળ સુધી તેનું પાલન કરી પ્રાણુતકલ્પમાં ઉપજે. ત્યાંથી વી મિથિલા નગરીમાં નમિ રાજવીની યશોધરા પત્નીની કુખમાં સારા સ્વપ્નથી સચિત થઇને અવતર્યો. વારિષણ એવું તેનું નામ રાખવામાં આવ્યું. પૂર્વજીવનના અભ્યાસથી તેનું મન સંયમને વિષે જ રક્ત રહેતું હતું, જોગ વિલાસ પસંદ પડતાં જ ન હતા. તે યુવાવસ્થા પામ્યો ત્યારે મારું આગમન સાંભળી, માતપિતાની આજ્ઞા લઈ મારી પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, હે અશ્વસેન રાજા! તે મારા ગણધર પદને પામેલ છે.
આઠમા ભદ્રયશ ગણધરને વૃત્તાંત, કુણાલ દેશમાં કશસ્થળ ગામમાં કલાક ગૃહપતિને વઈસા નામની ભાર્યાથી સંતડ નામને પુત્ર અને દેવકી નામની પુત્રી પ્રાપ્ત થઈ હતી. પિતાએ તે બંનેને પરણાવ્યા, પરંતુ કોઇપણ કર્મના વશવર્તીપણુથી ચેથા મંગળનું અર્ધ ભ્રમણ થયું તેવામાં દેવકીને પતિ વિહ્વળ થતાં તેના ને નાશ પામ્યા અને શ્વાસ વધતાં તે મૃત્યુ પામ્યો. હવે શું કરવું? એમ કલાકે પૂછતાં ત્યાંના વૃહજનોએ કહ્યું કે ચોથું મંગળ સમાપ્ત થયું ન હોવાથી દેવકી બીજાને પરણાવી શકાય, (પૂર્વકાળમાં પણ આ યોગ્ય ગણાતું હતું): પરંતુ છેલ્લાકે તે કબૂલ કર્યું નહીં અને દેવકીને માથે વૈધવ્યનું દુ:ખ સહન કરવાનું આવી પડયું. અસહ દુઃખને કારણે રાત્રિએ તે પિતાના ઘરના નજીકના કૂવામાં પડતાં અવાજ સાંભળી લેકે દેડી આવ્યા અને કૂવામાંથી દેવકીના શબને કાઢયું. તેવા પ્રકારની સ્થિતિ નીહાળી સંતાના માબાપ પણ મૃત્યુ પામ્યા એટલે તેને અગ્નિસંસ્કાર કરી, તેના અસ્થિઓની એક પિટલી કરી ગંગા નદી તરફ ચાલે. રસ્તામાં તેને ચારો મળ્યા તેની પાસે પિટલી જોઈ તેમાં કંઇપણુ દ્રવ્ય હશે એમ ધારી ચોરોએ તેને લૂંટવાનો પ્રયાસ કર્યો ત્યારે સંતા માતપિતાના અસ્થિ પ્રત્યેના પ્રેમથી તે પિટલીને છુપાવી વેગથી દડવા લાગ્યા ત્યારે તેને દંડ વિગેરેથી પ્રહાર કર્યો જેથી તે પડી ગયો અને તસ્કરો પિટલી ઉપાડી નાશી ગયા. સંત ૫ણ આવા દુઃખથી કંટાળી મોટા શિવલિ નામના વૃક્ષ પર ચઢી, ગળાફાંસો તૈયાર કર્યો તેવામાં તે ઝાડ પર એક પિપટ આવ્યો, જેને પોપટીએ મોડા આવવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે-આજે મેં એક અદ્દભૂત વૃતાંત સાંભળ્યું જેથી મને આવતાં વાર લાગી, પિપટીએ તે વૃત્તાંત સંભળાવવા આગ્રહ કરવાથી પિપટે કહ્યું કે
આજે મલયગિરિ પર ગયું હતું, જ્યાં સૂદેવ નામના રાજર્ષિ કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા.
• અહિં સૂરિ મહારાજે જે ઉપદેશ આપે છે ત્યાં તે પેજના મૂળમાં ચૌદપૂવીં, આહારક, મન:જ્ઞાની અને વીતરાગ પણ પ્રમાદવશપણુએ કરીને ત્યાંથી પડ્યા છતાં તે પછીના ભાવમાં નરકમાં પડે છે અહિં વીતરાગ શબ્દ એ અપેક્ષાએ મુકે છે કે અગીયારમાં ઉપશાંતમૂહગુણ સ્થાનકે આવેલ આત્માને અંતમુહૂર્ત સુધી વીતરાગ દશા રહે છે તે વખતે પ્રમાદ વશ થઈ જાય તે તે ભવમાં પતન થતાં પછીના બીજા ભવમાં નરગતિ પામે છે (મૂળને ભાવાર્થ)
* રૂષિઓનું વચન છે કે “પતિ નાશી ગયું હોય, મરણ પામ્યું હોય, પ્રવજ્યાવાળે થયે હોય, નપુંસક હોય કે પતિત થયો હોય તો તે નારી બીજે પતિ કરી શકે છે.” (મૂળ લેકને-અનુવાદ)