________________
મગીપુત્રી થઈ અને પૂર્વના પ્રતિબંધને કારણે શિવધર્મની રાણી થઈ. પૂર્વના વિરના કારણે ધનવતી સાધ્વીના દેવ થયેલા છે તેને રાજાને વિયેગ કરાવ્યું અને તાપસીનું વ્રત ગ્રહણ કરાવ્યું. બાદ કાળામે ધનવતીને જીવ પણ સનકુમાર દેવકથી એવી વાણિજગ્રામમાં સાંબ નામના વણિકની સુંદરી નામની પુત્રી થઈ. મિથ્યાત્વીના સંસર્ગથી તે મિથાદષ્ટિ બની ગઇ અને તે જ નગરમાં વસુમિત્રના વસુ નામના પુત્ર સાથે પરણું. યુવાવસ્થામાં તેણીને વિષે અત્યંત કામાધીન બનવાથી વસુ મરણ પામ્યો અને ગંગા નદીને સામે કાંઠે પારસપુર નગરમાં પ્રામરક્ષકના પુત્ર તરીકે જન્મે. વિધવા બનેલી સુંદરીએ પણ જેમ તેમ બાર વર્ષ વ્યતીત કર્યા અને પછી મૃત્યુ પામવાની ઇચ્છાથી ગંગા તરફ ચાલી. ભાગ્યને સાથે સાથે તે તે જ પારસપુરના સીમાડામાં આવી જેને જોતાં જ તે ગ્રામરક્ષકના પુત્રને જાતિસ્મરણ સાન થયું. તે ચિત્રમાં આલેખાયેલ હેય તેમ સ્તભિત થઈ ગયે ખાન-પાનનો ત્યાગ કર્યો, ઘણું લેકે એકત્ર થઈ ગયા અને તેને તેવી સ્થિતિનું કારણ પૂછતાં તેણે પૂર્વભવની સર્વ હકીકત જણાવી, જે સાંભળી સુંદરીએ પણ નિશ્ચય કર્યો કે–આ મારો પૂર્વભવને પતિ છે. પછી તેણે તેની પત્ની તરીકે ગૃહકારભાર ચલાવ્યો અને કાળક્રમે મૃત્યુ પામી હું યક્ષની અંગના થઈ છું, તે જ હું છું. હું મારા પૂર્વભવના ભાઇનું સ્મરણ કરું છું. હાલમાં તે શીધર નામના રાજપુત્ર તરીકે વર્તે છે તે તમે આ મોતીનો હાર અને કેટલાક રત્ન લેતા જાઓ અને મારો વૃત્તાંત કહીને તેને આ આપજે,
' હે રાજન ! આ પ્રમાણે અમે ત્યાંથી પ્રયાણવડ નગરમાં આવીને જોવામાં પિટકીની ગાંઠ છોડી તે ફકત હાર જ દેખવામાં આવે અને તેણીએ આપેલા રત્ન તે કોણ જાણે ક્યાં ચાલ્યા ગયા ? શ્રીધર આ વૃત્તાંત સાંભળી, કંઈક મૂછવશ બનતાં જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. તે લેકેએ તે હાર તેના કંઠમાં સ્થાપન કર્યો, શ્રીધર મનમાં વૈરાગ્યપૂર્વક રહેવા લાગે અને માત્ર બાહ્ય વૃત્તિથી જ રાજ્યનું કેટલાક દિવસ પાલન કર્યું. એક દિવસ તે પિતાના સર્વસંગત્યાગની રાજાને હકીકત જણાવતું હતું, તેવામાં અંતઃપુરમાં કોલાહલ થયો અને રાજ કે આકુળ વ્યાકુળ થવા લાગ્યા. રાજાએ પ્રિયંકર દાસીને પૂછતાં જણાવ્યું કે રાજાને ના પુત્ર, અનેક પ્રકારની માનતા, મંત્રજાપ અને પૂજાવિધાન કરવા છતાં મૃત્યુ પામે છે. આ હકીકત સાંભળતાં જ અત્યંત શેક કરવા લાગ્યો, જેને શ્રીધરે અત્યંત શાંત્વન આપી જણાવ્યું કે-આ ચરાચર જગતને ગળી જનાર યમરાજાના પ્રતીકારને ઉપાય વિચારવા જોઈએ. નાગબળ રાજાએ તેવા પ્રતીકારને ઉપાય પૂછતાં શ્રીધરે જણાવ્યું કે-ક્ષાંતિ, માદવ અને આજે વિગેરે ગુણોના અભ્યાસથી યમરાજાને પ્રતિઘાત થાય છે. રાજાએ તે પ્રમાણે કરવાની પિતાની અશક્તિ દર્શાવી, એટલે તેને સમજાવીને તે શ્રીધરકુમાર મારી પાસે આવીને, દીક્ષા ગ્રહણ કરીને, હે અશ્વસેન રાજા? ગણધર થયેલ છે. આ પ્રમાણે છઠ્ઠા ગણધરને વૃત્તાંત સમજો.
સાતમા વારિષણ ગણધરને વૃતાંત. જબીપના સુરપુર નગરને વિષે વિક્રમાકર રાજા તેને લક્ષ્મી નામની રાણી અને વિક્રમસેન નામને પુત્ર ઉભટ હતા. તે નગરના જનોને હેરાન કરતા હતા પણ રાજા તે બાળક હોવાથી શિક્ષા નહોતા કરતા. તે સંબંધી ચિન્તા થતાં મંત્રીઓને બોલાવી અને ઉપાય પૂછો ત્યારે તે લોકેએ જણાવ્યું કે