________________
અંગીકાર કર્યું છતાં ફરીને હું ઈચ્છા પ્રમાણે ધનનો ખર્ચ કરવાવાળે થયે. હવે કોઈ દિવસે સૂરવ નામના એક ગીની સાથે મારો પરિચય થતાં તેણે મને કહ્યું કે મારી પાસે યક્ષિણીકલ્પ છે, તું મને સહાયક થા તે તે કેયર નામની ગુફામાં પ્રવેશ કરવાથી તે સિદ્ધ થાય તેમ છે. તેમ કરવાનું કબૂલ કરી માત-પિતાની રજા વગર તે યોગી સાથે કેયૂર ગુફા તરફ જઈ બળીદાનપૂર્વક બને એ પ્રવેશ કયી. અને ત્યાંના ઘણે ભાગને ઉલંઘન કર્યા પછી મણિમય સિંહાસન ઉપર બેઠેલ દાસ દાસીએથી ચામર વિઝાવવાવડે અમે તેણીને જોઈ. પછી તેની પૂજા કરી તેની પાસે બેઠા પછી તેણીએ કહ્યું કેતમારા મગરના રાજા નાગબળને શ્રીધર નામને પુત્ર જે આ ભવથી પહેલાના ચોથા ભવમાં તે મારો ભાઈ હતા તેને વિયેગ કેમ થયો તેમ બન્નેએ પૂછતાં યક્ષિણીએ જણાવ્યું કે મરહદ દેશમાં અરિષ્ઠપુર નામના નગરમાં અશકાત્ત નામના વણિકને ધનદેવ નામને પુત્ર અને ધનવતી નામની પુત્રી હતી. કોઈ વખત અશોકદર મરણ પામ્યા પછી ભાઈએ બહેનને યોગ્ય સમયે પરણાવી પછી તેણી સાસરે જતાં તેને પતિ શૂનના રોગથી મરણ પામે. પછી તેણી પિતાના ભાઈને ઘેર પાછી આવી અને ભાઈએ તેણીને આશ્વાસન આપ્યું છતાં ભાઇની વહુને તેથી ક્રોધ ઉત્પન્ન થયા અને તેણીના છિદ્ધ જોવા લાગી અને વારંવાર પિતાના પતિ પાસે ફરિયાદ કરવા લાગી. ધનદેવ સુશીલ ને સમજુ હતા. તેણે પિતાની ભાર્યાને તિરસ્કાર કર્યો એટલે તે શ્વસુરગૃહનો ત્યાગ કરી ચાલી ગઈ, ધનવતીને આ સમાચાર મળતાં ઘણી જ દુઃખી થઈ અને ચિંતામગ્ન સ્થિતિમાં ગૃહકાર્ય ભૂલી ગઈ. ધનદેવ ભજન સમયે બહારથી આવતાં ધનવતીને તેનું કારણ પૂછ્યું ધનદેવે બહેનને સમજાવી ભેજનઆદિ કાર્ય પતાવ્યું અને પોતાની પત્નીને પણ સમજાવીને લઈ આવ્યું.
ધનવતી વિચારે છે કે-જો કે મારા બંધુને મારી પર અતીવ પ્રેમ છે પરંતુ ચિત-સંતાપ ઉપજાવનારા આ ગ્રહવાસથી સર્યું, તેથી તેણીએ રાજિમતિ નામની પ્રવતિની પાસે ગેધર નામના ગણિની નિશ્રામાં ભાગવતી દીક્ષા સ્વીકારી. બાદ તેણીએ ગુરણી સાથે વિહાર કર્યો. કેટલાક સમય બાદ પુનઃ અરિષ્ટપુર નગરમાં આવતાં ધનદેવ હર્ષ પામે અને ધનવતી સાધ્વીની સારી રીતે સેવા શુશ્રષા કરવા લાગ્યો અને પિતે પણ અંતરમાં ભાવના ભાવવા લાગ્યું કે હું પણ કયારે પ્રત્રજિત થઈ મારી બહેનની માફક ધર્મોપાર્જનમાં રક્ત બનીશ? તેની પત્નીને ધનદેવનું આવા પ્રકારનું વર્તન ચતું ન હતું, તેથી એકદા તેણે સારા સારા આભૂષણો મેદકમાં નાખી અને ધનવતી સાધ્વીના પાત્રામાં વહેરાગ્યા. સાવી થોડાંક પગલાં ગયા હશે તેવામાં તેણીએ ધનદેવ પાસે જઈ કહ્યું કે તમારી બહેન તે આપણું આવાસમાંથી સાર-સાર વસ્તુઓ લઈ જાય છે, તેથી ધનદેવે તેને ધમકાવી જેથી તેણી તરતજ સાવીને પાછા બોલાવી, તેના પાત્રામાંથી આભરણો કાઢી, પતિને બતાવ્યાં. ધનવતી સાધ્વી આ વૃત્તાંતથી વિલખી બની ગઈ. પ્રવતિનીએ શાંત્વન આપતાં જણાવ્યું કે-હજી પણ તમારે દુષ્કર્મને મોટો ઉદય જણાય છે, માટે તપસ્યાદિકને વિષે વધારે પ્રીતિ કરો. ધનવતીએ મા ખમણની તપશ્ચર્યા આરંભી, છેલ્લે અનશન કર્યું અને કાળધર્મ પામી સનકુમાર દેવકમાં ગઈ.
ધનદેવ પણ ભાર્યાને કપટ-વ્યવહાર જાણી, વૈરાગ્ય પામી યોગેશ્વર ગણિ પાસે પ્રવજિત થશે અને સંયમ ધર્મનું આરાધન કરી સૌધર્મક૫માં દેવ થયા. ત્યાંથી આવી સુવર્ણપુર નગરમાં શિવધર્મ નામને રાજવી થ.
આ બાજુ તેની દુરાચારી ભાર્યા વ્યાધિથી પીડાઈ, મૃત્યુ પામી, લાંબા કાળ સુધી સંસારમાં ભમી