________________
૫૬
નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે ત્યાંથી એવી વસંતપુર નગરમાં પબદત નામના શેઠને ઘેર પુત્રપણે જન્મે છે. પરસ્પર પ્રેમ ભાવથી રહે છે એટલામાં તે નગરમાં અનંત નામના કેવળી ભગવાન પધાર્યા. નગરજનો વાંદવા જાય છે. રામ અને નાગદત્ત ત્યાં ગયા અને કેવળી ભગવાને મોક્ષના ફળવાળો બને પ્રકારને ધમ જણાવ્યું, જે સાંભળી રામ જિનધર્મમાં એક ચિત્તવાળે થયો. પરંતુ નાગદ યુકિત, હેતુ અને દ્રષ્ટાંતવડે કેવળીને ઉપદેશ સાંભળ્યા છતાં પ્રતિબંધ પામે નહિ. મનુષ્યના દુષ્કર્મવડે દુષિત થયેલા મનવાળા જીવને ધર્મ જરાપણ અસર કરતા નથી, માટે હે રાજા! ધર્મ વડે કંઈપણ સ્પર્શ કરાયેલા કેટલાક પ્રાણીઓ દુષિત મનવાળા હોવાથી અમેગ્યપણાને પામી જિનધામને પામીને કેટલાક આનંદ પામતા નથી વગેરે અનેક દ્રષ્ટાંત વડે જિનધર્મ કહેવાથી રાજા જિનધર્મ સન્મુખ દ્રઢ થશે. દેવલ પણ સર્વ કુવિકલ્પને ત્યાગ કરી ચારિત્રને પામે. રાજા શિવધર્મ ગૃહસ્થ ધર્મ સ્વીકારી ઘેર ગ. હેમદત તાપસી દીક્ષામાં દુષ્કર તપ તપી મરણ પામી, અસુરકુમારને વિષે ભુવનપતિ દેવ થયા. પછી કથા પુણ્ય વગેરેથી હું દેવપણું પામ્યો તેમ વિભંગ જ્ઞાનના પ્રયોગથી પૂર્વભવે ભાર્યાના અપમાનના કારણથી તાપસી દીક્ષાનું વિધાન જોયું. ત્યારપછી તત્કાળ શિવધર્મરાજાને આશ્રીને તેને ક્રોધ ઉત્પન થતાં તે દુરાચારી કયાં છે તેમ વિચારી તેને મારવા દોડે છે. તે વખતે તેને પરિવાર અવસર વિના થયેલા ક્રોધનું કારણ પૂછે છે અને મંગળ મહત્સવ હાલ અહિં જન્મ્યા હોવાથી કરાવે એમ કહેતાં અત્યંત કપ પામેલ ૫રિજનાનું નહિ માનતાં પિતાના ભવનમાંથી નીકળી શિવધર્મ રાજાના ભવન વિષે આવે છે. ત્યાં રાજાના ઉગ્ર પ્રભાવને જે તેને પ્રયત્ન નિષ્ફળ થયો અને રાજાનું રક્ષણ કરનારા મોટા વ્યંતરોને તિરસ્કાર પામતાં લજજા પામી તે પાછો વળે છે. અહિં મોટા રાજ્યનું પાલન કરીને તથા સર્વઝના ધમની સમ્યક પ્રકારે આરાધના કરી, ત્યારે આહારનો ત્યાગ કરી નમસ્કાર ( નવકાર ) મંત્રનું સ્મરણ કરી તે મૃત્યુ પામી ઇશાન દેવલોકમાં સમાનિક દેવ૫ણે ઉત્પન્ન થાય છે . ત્યાં ચાર અઝમહિલી, ચાર કપાળ અંગરક્ષક, ત્રણ પર્ષદા સાત સૈન્ય સાત સેનાધિપતિ વગેરેવડે દેવ દેવીના વિવિધ પ્રકારના મહત્સવ કરતાં સુખાસને બેસે છે, અને મળેલી દેવલક્ષ્મીનું કારણ પૂર્વે ભવે કરેલી સુકૃત્ય અવધિજ્ઞાનવડે જાણે છે અને તાપસી દીક્ષાવડે અસુરકુમાર નિકાયમાં ભાર્યાના વિયોગવાળા વૃત્તાંતવાળા વેરઝેરને સમાપ્ત કરતાં અને પિતાનું કાંઈ ન ચાલ્યું તેમ વિચારતા હમદરને જાએ છે તે વખતે દેવસભાને ઉદ્દેશી શિવધર્મ રાજા તે અસુરકુમારની દુષ્ટ ચેષ્ટાને દેખાડતાં અશક્તિમાન એ મારી ઉપરનું વેર વાળવા ઈચ્છે છે. તે સાંભળી વિવિધ પ્રકારના આયુદ્ધો સજી સ્વામીના પરાભવને નહિં સહન કરતાં સેનાપતિઓ તેની સન્મુખ જઈ હેમદત્તને જણાવે છે કે તું હવે ક્યાં જમશ? એમ બોલતાં સાંભળી તે અધમ ત્યાંથી નાસી જાય છે અને તેને દૂર કાઢી મુકીને શિવધર્મ રાજાના શબને ગશીર્ષે ચંદન વગેરેવડ સંસ્કાર કરી ત્યાં શુભ કરીને દેવ સ્વસ્થાને જાય છે. હવે શિવધર્મ રાજા દેવલોકમાં યુવી પિતનપુર નગરમાં નાગબળ રાજાની સુંદરી નામની રાણીના ગર્ભ વિષે પુત્રપણે જો જ્યાં તેનું શ્રાધર નામ પાડવામાં આવ્યું. યોગ્યવયે કલાને અભ્યાસ કર્યો યૌવનવયે તેને નહિ ઈચ્છે છતાં પ્રસેનજિત રાજાની રાજીમતિ નામની કન્યાને પરણાવી પછી એક વખત સામંત વગેરેવડે મળેલી રાજયસભામાં રાજા સાથે તે બેઠો હતો તેવામાં પ્રતિહારે આવી રાજાને જણાવ્યું કે આપના દર્શનની ઈચ્છા કરતે એક પુરૂષને દ્વારમાં રોકેલે છે. પછી રાજાની આજ્ઞાથી તેને રાજા પાસે લાવે છે અને રાજાને નમીને જણાવે છે કે-આ નગરમાં રહેનાર ભાનુ શ્રેષ્ઠીને દત્ત નામને હું પુત્ર છું; કુવ્યસન લીધે ધનનો નાશ કરતાં મારા પિતાએ કહ્યું કે-કમ, શિ૮૫, વેપાર, વિદ્યા વગેરે ધીમે ધીમે સંયમ, ઘણું કાળે થયેલ ધનની વૃદ્ધિ મેટા પવનની જેમ વસ્યા અને જુગાર વગેરેવડે ના ઢગલાની જેમ જહદી નાશ પામે છે માટે પરિમિત વ્યય નહિ કરતે તું અત્યંત દુઃખ પામીશ. એમેં કહેતાં મેં તે